શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

બચાવીને

બચાવીને

વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને,
કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને.
ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત,
જરા મેં જોઈ લીધું ઊર્ધ્વમૂળે વૃક્ષ વાવીને.
પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી ,
હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.
તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં,
અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ વટાવીને.
બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર ,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને .
- ગૌરાંગ ઠાકર

સોમવાર, 23 ફેબ્રુઆરી, 2015

– મધુમતી મહેતા

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું

ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.

જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું.

શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં આવીને ઓસરી જતો નવો વિચાર છું.

કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.

તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે કહો મારી અપૂર્ણતા તણો પૂરો સ્વીકાર છું.

બદલી ચૂકી છું વસ્ત્ર દેહરૂપ કેટલાં ને તોય શાશ્વતી તણો નર્યો પ્રચાર છું.

મારામાં આથમી અને ઊગી શકે બધું હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું.

– મધુમતી મહેતા

-અમૃત ઘાયલ

તલ તિલક લટ તખત મુગટ શું છે !
જો નથી કૈં ગુપત, પ્રગટ શું છે !

હોય જે સિદ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે !

તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે – પટ શું છે !

લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે !

ડૂબવાની ન છૂટ તરવાની,
તો પછી સિંધુ શું છે તટ શું છે !

જૂઠને પણ હું સાચ સમજું છું,
મારી જાણે બલા કપટ શું છે !

વ્હેલા મોડું જવું જ છે તો રામ,
શી ઉતાવળ છે એવી ઝટ શું છે !

કોઈ પણ વેશ ભજવે છે માનવ
એ નથી જો મહાન નટ શું છે !

અંત વેળા ખબર પડી ‘ઘાયલ’
તત્ત્વત: દીપ શું છે ઘર શું છે !

-અમૃત ઘાયલ
....................................................

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ – એ આવી નથી શકતો.
અમૃત ઘાયલ
.................................................................

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના

- અમૃત ઘાયલ
.............................................................

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે જિગર ક્યાં છે,
જીવનમાં જીવવા જેવુ કંઇ તારા વગર ક્યાં છે ?
ઉભયનો અર્થ એકજ છે, મરણ જીવન અવર ક્યાં છે,
કહે છે લોક જેને પાનખર એ પાનખર ક્યાં છે ?
જે દુશ્મન છે તે દુશ્મન છે, ન સમજો દોસ્તને દુશ્મન
તમોને દોસ્ત દુશ્મનની ખબર ક્યાં છે, કદર ક્યાં છે ?
હવે તો છે બધું સરખું કો માળો હોય કે પીંજર,
હતા બે ચાર ‘પર’ તૂટેલ એ બેચાર ‘પર’ ક્યાં છે ?
અધૂરી આશ છે દિલની અધૂરા કોડ છે દિલના,
મળી છે લાખ પ્યાલી પણ કોઇ મસ્તીસભર ક્યાં છે ?
સમજ પણ એ જ છે મુજમાં નજર પણ એજ છે કિન્તુ,
સમજ લાંબી સમજ ક્યાં છે, નજર લાંબી નજર ક્યાં છે ?
નયનનાં તીરના ઝખ્મો કરી બેઠાં છે ઘર એમાં,
હવે દિલ મારું દિલ ક્યાં છે, જિગર મારું જિગર ક્યાં છે ?
તને છે રૂપની મસ્તી મને છે પ્રેમની મસ્તી,
તને તારી ખબર ક્યાં છે, મને મારી ખબર ક્યાં છે ?
કવિ જેને કહો એવા કવિ ક્યાં છે કવિ “ઘાયલ”,
યદિ છે તો જગતમાં કોઇને એની કદર ક્યાં છે ?
અમૃત ઘાયલ
...........................................................

છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ
રમવી પડે તો સર્વ રમત રમવી જોઇએ

કૈ કેટલાય રૂપ છે શરમિન્દગી તણા
એવો નિયમ છે ક્યાં કે નજર નમવી જોઇએ

વશવર્તે લાગણીનો ભલે છૂટથી રહે
વશમા રહે નહીતો પછી દમવી જોઇએ

ઉષ્માજ ક્યાં રહી છે હવે આવકારમાં
આલીંગનોની ભૂખ હવે શમવી જોઇએ

કાંટાળા પથ પર નો પડે ચીરા પણ પડે
પીડા જો થાય છે તો હવે ખમવી જોઇએ

ધાર્યું નિશાન અન્યથા તાકી શકાય ના,
ધાર્યા નિશાનમાંજ નજર ભમવી જોઇએ.

ખીલી ઉઠે ન સીમ તો ‘ઘાયલ’ એ સાંજનું,
પ્રત્યેક સાંજ રંગ સભર નમવી જોઇએ.

અમૃત ઘાયલ
........................................................

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

-અમૃત ઘાયલ          
...............................................................

જેવો તેવોય એક શાયર છું,
દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું.
શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,
યાને હું નિત્ય છું, નિરંતર છું.
હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,
જે કશું છું, હું દોસ્ત, અંદર છું.
સત્ય છું, શિવ છું, હું સુંદર છું,
પરથી પર યાને હું પરાત્પર છું.
હું હતો, છું, હજીય હોવાનો;
હું સનાતન છું, હું સદંતર છું.
બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને;
કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું.
હું છું સંદેશ ગેબનો સંદેશ;
પત્ર વાહક નથી, પયંબર છું.
ઉન્મત્ત આનંદનો છું હું સાગર;
દત્ત અવધૂત છું, દિગમ્બર છું.
ધૂર્જટીથી નથી કમ ‘ઘાયલ’,
રિન્દાના-સ્વાંગમાં હું શંકર છું.

-અમૃત ઘાયલ
..................................................

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.
ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.
મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.
-અમૃત ઘાયલ
..............................................................

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.
સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.
તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.
એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.
મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.
કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.
હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.
-અમૃત ઘાયલ
...........................................................

- શૂન્ય પાલનપુરી

પુણ્ય જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું
પુણ્ય જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું
શાનથી જીવાય ના તો આનથી મરવું ભલું

પુણ્ય જો ના થઈ શકે

તું નથી પાષાણ ઓ મન કર જરા ઊંડું મનન
તું નથી પાષાણ ઓ મન કર જરા ઊંડું મનન
રામને નામે થવું
રામને નામે થવું ગરકાવ કે તરવું ભલું
શાનથી જીવાય ના તો આનથી મરવું ભલું

પુણ્ય જો ના થઈ શકે

મોત હો તો મોત કિન્તુ જિંદગી તુજ દ્વારથી
મોત હો તો મોત કિન્તુ જિંદગી તુજ દ્વારથી
જાય ખાલી હાથ યાચક એથી તો મરવું ભલું
શાનથી જીવાય ના તો આનથી મરવું ભલું

પુણ્ય જો ના થઈ શકે

‘શૂન્ય’ શિખરની તમન્ના અંત છે પુરુષાર્થનો
‘શૂન્ય’ શિખરની તમન્ના અંત છે પુરુષાર્થનો
એટલે તો ખેલમાં મન મસ્ત થઈ ફરવું ભલું
શાનથી જીવાય ના તો આનથી મરવું ભલું

પુણ્ય જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું

પુણ્ય જો ના થઈ શકે

‘શૂન્ય’ પાલનપુરી
........................................................

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

-’શૂન્ય’ પાલનપુરી          
........................................................

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

- શૂન્ય પાલનપૂરી     
...................................................

જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.

કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .

કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.

રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.

હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું

- ‘શૂન્ય’ પાલનપુરી
............................................................

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?
સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?
અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?
મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?
- શૂન્ય પાલનપુરી
............................................................

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.
સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.
ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.
સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.
કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.
રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.
........................................................

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે
નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં
વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે
કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે
જુદાઈમાં અમોને કાળની પંચાત ખટકે છે
સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા
અમોને પણ મારા દેહની ઓકાત ખટકે છે
વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.
કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ?
અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે
- શૂન્ય પાલનપુરી
...............................................................

કોને ખબર કોને ક્યાં જવું છે?? (-જયંત ધોળકિયા (પોરબંદર)

કોને ખબર કોને ક્યાં જવું છે?? દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!!

ચાલવું પડે છે માટે ચાલે છે બધા… બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??

સંગાથ મળેને વાટ પકડી લે છે… કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??

જુદા-જુદા માર્ગે જુદા-જુદા ધામે પહોંચે છે લોકો…

અહીં નીજ-ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે??

આગળ રહેવાની હોડમાં ટાંટિયાખેંચ છે બધે…

આગળ રહીને પણ કોને શું મેળવવું છે કોને ખબર છે??

-જયંત ધોળકિયા (પોરબંદર)

શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

પ્રેમના નાટક- ‘ધુફારી’


પ્રેમના નાટક કદી કરતો નથી;

યા અભિનય પણ કદી કરતો નથી

પ્રેમ મનનો વહેમ છે લોકો કહે;

વાત કાનો પર કદી ધરતો નથી

પ્રેમમાં પાગલ બને લોકો ભલે;

હું બની પાગલ કદી ફરતો નથી

હાથ મુકી દિલ પરે લોકો ભરે;

આહ એવી હું કદી ભરતો નથી

ઝેર કેરા પારખા હોતા નથી;

પારખા એવા કદી કરતો નથી

પ્રેમ કરવા કો’ સખી તો જોઇએ;

હોય તો કહેતા કદી ડરતો નથી

છુ અવિચળ તો ‘ધુફારી’ સ્થાન પર;

એટલે ત્યાંથી કદી ખરતો નથી

....................................................................

જરા જોજે કદી

આંખની ખોલી અટારીને જરા જોજે કદી;

મન તણી ખોલી પટારીને જરા જોજે કદી

શું છે સારૂં શું નઠારૂં એ સમજવા માટે જરા;

ધ્યાનથી ખુબ જ વિચારીને જરા જોજે કદી

કલ્પનાની પાંખ પહેરી ઉડતા જાતા બધા;

એ વિચારોની સવારીને જરા જોજે કદી

સાજ કેરા સ્પંદનો ફેલાય જ્યારે ચોતરફ;

ધડકનો તેથી વધારીને જરા જોજે કદી

શું લખ્યું કાગળ પરે વંચાવવું કોને જઇ;

હાથ લાગ્યું શું ‘ધુફારી’ને જરા જોજે કદી

........................................................................

ધુપ છાંવ આવતી રહે ખાળી રહ્યા છીએ,

સુખનો વિચાર પ્રેમથી ટાળી રહ્યા છીએ;

ધુફારીઆમ તો કરવા પણ ચાહે છે ઘણું,

જીન્દગી તણી રાહને અમે વાળી રહ્યા છીએ.  

..................................................................

 

 

 

નિખાલસ મન નો નિખાર અલગ હોય છે,
દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે.
આંખો તો હોય સહુની સરખી,
બસ જોવાનો અંદાજ જરાક અલગ હોય છે.

-અજ્ઞાત

ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

તાજમહેલ

હે,તાજ તું તાજ નહિ,સોંદર્યનું સુકાન છે;
પથ્થરાઓ નહિ, કલાનું મુકામ છે.
મારું ચાલે તો મારી કબર બંધાવું અહી ;
વિઘ્ન ન થાઉં જ્યાં પ્રેમ નો પેગામ છે .
અચાનક ધબકાર સંભળાયો કોઈ ગભરાટથી;
રોકાયા કદમ અહી જીવનનો અંજામ છે.
મૃત્યુ પછી પણ મિલનની તમન્ના છે;
શું કહું જીગરને અહી ઈમ્તિહાન છે.
સ્પર્શી લે “દિલદાઝ” એકવાર આ હસ્ત થી તાજ ને;
ધન્ય પ્રેમીઓને અંજલિની સલામ છે.

- અજ્ઞાત 
 

ગગન વિના -‘આદિલ’ મન્સૂરી

મારા જીવનની વાત, ને તારા જીવન વિના,
ધરતીની કલ્પના નહીં આવે ગગન વિના.

ઉન્નત બની શકાય છે ક્યારે પતન વિના?
મસ્તક બુલંદ થઇ નથી શકતું નમન વિના.

વીજળીની સાથે સાથે જરુરી છે મેઘ પણ,
હસવામાં કંઇ મજા નહીં આવે રૂદન વિના.

કરતા રહે છે પીઠની પાછળ સદા પ્રહાર,
એ બીજું કોણ હોઇ શકે છે સ્વજન વિના?

આંસુઓ માટે કોઇનો પાલવ તો જોઇએ,
તારાઓ લઇને શું કરું ‘આદિલ’ ગગન વિના?

– ‘આદિલ’ મન્સૂરી

બુધવાર, 18 ફેબ્રુઆરી, 2015

-નરેશ કે.ડૉડીયા

આ જીવન મારે ધ્યાન તારૂં ધરવું પડે છે
તું બોલ ઇશ્વર!કેમ આવું કરવું પડે છે?

મંદીરમાં મળતો નથી કે મસ્જિદમાં તું
તારી અવેજીમાં છબીને નમવું પડે છે

હું શીશ તો ઇશ્વર ગણી પથ્થરને જુકાવું
ઠોકર કદી લાગે નહી બસ જુકવું પડે છે

તે ફૂલને રડતા કદી જોયા છે બગીચે?
તારી ખૂશી ખાતર ફૂલોને ખરવું પડે છે

તાળા કુચીમાં બંધ થઇ તું જલશો કરે..ને
પડથારમાં સાચા ભગતને ઉભવું પડે છે

ભગવાનને પણ લાંચ આપીયે તો મળે છે
પૈસા ધરો તો દ્રાર આવી મળવું પડે છે

તારી અસર ધારી નથી પડતી આ જગતમાં
ધારી અસર જોવા સદા તરફડવું પડે છે..

-નરેશ કે.ડૉડીયા

.......................................................................
 મોજા નહી આવે હવે ઓ!નદી,તારા પગ તળે
દરિયાને જો એકાંતમા મૌજની સાચી પળ જળે

વાળૉ નહી પાછા કદી આંગણે આવે આપના
મળશે દુવા એવી..કદી મંદિરોમા પણ ના મળે

બળતા રહેવાથી કશો ફાયદો થાતો પણ નથી
તું માનવી છે..સિંદરી થઇ અકારણ શાને બળે?

જડતર ભલે થાતું..દરદ તું સહી લેજે માનવી
પરખાઇ હીરો એ..અલંકારમાં જે નજરે ચળે

છોડી નથી શકતા અહમ માનવીઓ એવા ઘણા
માણસ બની જન્મે છતા માનવીમા પણ ના ભળે

આવી જ રીતે આપણે આ જીવન જીવીશું છતાં
મળતા રહીએ તોય આ ખાલિપો તો કાયમ ખળે
-નરેશ કે.ડૉડીયા
................................................................
પાથ ખરબચડૉ હશે,પણ ચાલવાનું હોય છે
હોય સંગાથી જો મુલાયમ,તો જવાનું હોય છે

સ્થાન ગમતું છોડવાના ખ્યાલથી થરથરવું શું?
કૈં નવું જોવા જુનું પણ છોડવાનું હોય છે

ઉંબરાનો ક્યાં મલાજો રાખવાનો હોય છે?
માનવી મન જોઇ,ઘરમાં ઘૂસવાનું હોય છે

કાંઇ પણ નાં હોય પણ,દેખાવ તો કરવો પડે
ને વિના કારણ અમસ્તું ભાંડવાનું હોય છે

કોઇ પણ ઘટના વિશે એ રાય આપી દે પછી
બઉ ડહાપણબાજને પણ રાંડવાનું હોય છે

સાવ એંકાકી જીવન જીવીને શું કરવું અહીં?
એક દિલને લાખો વચ્ચે બાંટવાનું હોય છે

ફેરવી લે આંખ તો શું રંજ કરવાનો ભલાં
ચારમાંથી બે નયનને જાગવાનું હોય છે

દ્રાર સઘળા બંધ ભાળી પાછા પગલા ના ભરો
બારણા છૉડી બારીમાં તાકવાનું હોય છે

શું ઉપરવટ કોઇની જઇએ અમે શાયર બની
આ ધરાને જોઇ,નભને જૂકવાનું હોય છે

હું તમારી મનસૂફી મૂજબ નહી ચાલી શકું
ઘર તરફ ક્યારેક પગને વાળવાનું હોય છે
-નરેશ કે.ડૉડીયા
....................................................................

ઝળહળ થતી ઉર્મિ બધી તારા ચરણમા સજાવું
પાવન અક્ષર મારા બધા ફૂલો બનાવી ચડાવું

જન્મો-જનમ સાથે રહીએ આપણે સંગાથમાં
એ લેખ હું ભગવાન પાસેથી ફરીથી લખાવું

ભૂલી જવું ગમશે મને મારી અસલ ઓળખ પછી
પાવન થવા તારા શરણમા રોજ હું હજ મનાવું

હોવા-પણાનો કોઇ મતલબ પણ નથી મારે હવે
તારા સમક્ષ આ જાતને નવતર બનાવી જતાવું

તું રોજ મળતી પણ નથી તેથી ગઝલ હું લખું છું
મળતી રહે માટે અક્ષર દેહે ગઝલમાં બતાવું

ભજતો રહ્યો છું ભાવ મીરાના ભરી આ કલમમાં
મેવાડનો પરચમ સદા મારી ગઝલમાં જગાવું

આદત પડી છે બંસરીના શૂરની આ જગતને
મીઠાશ મળશે એ જ,જ્યારે આ કલમ હું બજાવું

--નરેશ કે.ડૉડીયા
................................................................
 શબ્દો કદી ઉતરે નહી કાગળ મહી તો મનન કર
તારી કલમ રીસાઇ તો બાળક ગણીને જતન કર

આતમ થકી ઉજળી રહે એ સાધના તું સદા કર
આતમ કદી જાગે નહી એવી કલાને દફન કર

લય તાલ છંદોની બધી ભરમારથી ડર નહી તું
મા ગુર્જરીની ખાણમાંથી શબ્દનું ઉત-ખનન કર

ભાવક બની જોતો રહે સાક્ષર લખે જે અહીંયા
માની પ્રસાદી એમની રચના સદા આચમન કર

ફૂલો સમો તું ભાવ ઇચ્છે..પણ કદી નામળે તો
રણની જગા એ તું સદા માટે શબ્દનું ચમન કર

તું નામની પાછળ નહી પણ કામને ધ્યાનમા લે
ના રાખતો ફળની અહીં ઇચ્છા.. સદા તું કરમ કર

(નરેશ કે.ડૉડીયા)

 http://narendodia.blogspot.com
.................................................................
ના હોય એની હાજરી ને એમનું નામ બોલાય છે
મુસ્લિમના મોઢેથી ખુદા ને હિંદુથી રામ બોલાય છે

ભજતી રહી મીરા જીવનભર કાનને નાથ જેવો ગણી
પણ લોક મોઢે નામ રાધાને પછી શ્યામ બોલાય છે

લખતા લખી નાખી ગઝલ ને શાયરીઓ અમે પણ ધણી
ના હોય ગઝલીયત છતા તારૂં અહીં કામ બોલાય છે

તમને ગમે કે ના ગમે લોકો છતા યાદ રાખે સતત
સારા ભલે હો,તે છતા પણ નામ બદનામ બોલાય છે

પથ્થર બનીને દેવના નામેય પૂજાય છે મંદિરે
ભગવાન જાણીને નમાવો શીર તો ધામ બોલાય છે
(નરેશ કે.ડૉડીયા)
....................................................................


જિંદગીને હું મારી રીતે જીવું છું શરાબ નહી તો આંસુને પીવું છું

સપનાઓ સરકી ન જાય માટે પાપણૉને મારી રીતે સીવુ છું

અડકી નહી છતાં લજ્જિત થઇ લજામણી જોઇ હવે હું બીંવું છું

જાણે છે અંખડ અસ્તિત્વ આપણું છતાં આજે હું એકલો જીવું છું

અતિસય પ્રેમ જો ખમાતો નથી! લાગણીથી ડરું એવો હું ભીરું છું

કારણો શોધ નહી હવે સપનાઓના કારણો વિના હું આંખોને બીડું છું

એક પાનખરે હું નહી ઝડી જાંઉં વંસત થૈ અડી લે,પાન લીલું છું

-નરેશ કે.ડૉડીયા

..........................................................................

 

મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015

-દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’ (ધીરે ધીરે.)

ધીરે ધીરે

જળ પર પડે પવનનાં પગલાંઓ ધીરે ધીરે,
ખીલે પછી કમળનાં ચ્હેરાંઓ ધીરે ધીરે.

કેવો હશે મધુર એ સંસ્પર્શનો અનુભવ,
ગુંજે છે તાનમાં સહુ ભમરાઓ ધીરે ધીરે.

સારસ ને હંસ યુગ્મો ચૂમી રહ્યાં પરસ્પર,
તોડીને મૌનના સૌ પરદાંઓ ધીરે ધીરે.

તું જાતને છૂપાવી કુદરતથી ભાગશે ક્યાં ?
એ ચાલશે અકળ સૌ મ્હોરાંઓ ધીરે ધીરે.

વૈભવ વસંતનો છે સંજીવની ખુદાની,
બેઠાં કરે છે સૂતાં મડદાંઓ ધીરે ધીરે.

ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,
છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.

સંભાવના ક્ષિતિજે વરસાદી વાદળોની
‘ચાતક’ વણે છે એથી શમણાંઓ ધીરે ધીરે.

-દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

- પ્રવિણ શાહ (એક પ્યાસી ક્ષણ વિશે લખજો ગઝલ,)

એક પ્યાસી ક્ષણ વિશે લખજો ગઝલ,
ઓસના કામણ વિશે લખજો ગઝલ.

સ્થાન એનું વિશ્વમાં નહિવત હશે,
ધરતીના કણકણ વિશે લખજો ગઝલ.

સાગરોના તટ વિશે તો શું લખો !
ભીતરી કો રણ વિશે લખજો ગઝલ.

આમ તો છે જિન્દગી ઘટના ભરી,
શૂન્યતાની ક્ષણ વિશે લખજો ગઝલ.

પ્રેમ તો છે વેદની ઋચા સમો,
આપણી સમજણ વિશે લખજો ગઝલ.

આપણા સંબંધ તૂટે રોજ અહીં,
કાયમી સગપણ વિશે લખજો ગઝલ.

- પ્રવિણ શાહ

અંગત વિચાર છે -વીરુ પુરોહિત

અંગત વિચાર છે

એના વિશેની ધારણા, અંગત વિચાર છે !
એ છે અણુ એથી જ તો એ દુર્નિવાર છે !

એ છે સ્વયં નિર્માણ અને ખુદ ઉભાર છે !
એ તત્વ બીજું કંઇ નથી ક્ષણનો પ્રસાર છે !

એની સમસ્ત યોજના સમજી લીધા પછી,
થાશે તને, છે જે બધું એ બે-સુમાર છે !

જે કંઇ પરોક્ષભાવથી દર્પણમાં તું જુએ છે,
એનું કથન કરવા જતાં શું નિર્વિકાર છે ?

તું મંદ છે ને આ સમય દોડે છે શ્વાસભેર,
બસ એ રીતે આખું જગત એનો શિકાર છે !

-વીરુ પુરોહિત

એવું તત્વ છે નહીં – જિજ્ઞા ત્રિવેદી

એવું તત્વ છે નહીં

સ્વીકાર્ય છે કે એક મુઠ્ઠીથી વધુ અસ્તિત્વ છે નહીં,
પણ હાર માની ચૂપ રહું એવું જરા વ્યક્તિત્વ છે નહીં.

વિશ્વાસનો લઈ મત સદા જીતી જશું સંજોગ આકરા,
સંકલ્પથી હો પાંગળું એવું જુઓ નેતૃત્વ છે નહીં.

સોપાન થઈ સૌને શિખર પહોંચાડવા યત્નો કર્યા સતત,
રસ્તા ઉપરના પથ્થરો જેવું કદી કર્તૃત્વ છે નહીં.

પીતા ન સહેજે આવડ્યું તેથી ફક્ત બોલી રહ્યા હશે,
પ્યાલી ધરી જે પ્રેમની એમાં જરાયે સત્વ છે નહીં.

પ્રત્યેક કણમાં નાદ એનો સાંભળ્યો બસ એ ક્ષણે થયું,
અસ્તિત્વ એનું હોય ના, એકેય એવું તત્વ છે નહીં.

– જિજ્ઞા ત્રિવેદી

– અશોક જાની ‘આનંદ’

જરા શી વાતમાં અભિવ્યક્ત તું થઇ જાય છે ઓ જિંદગી,
હરેક શ્વાસોના કણ કણમાં સતત વર્તાય છે ઓ જિંદગી.

જીવનભર હાથમાં લઇ હાથ જે ચાલ્યા જઇ એને પુછો
મજાનાં મખમલી સ્પર્શે સદા લહેરાય છે ઓ જિંદગી.

મને છે એ સ્મરણ જે રાતભર અંધાર ટપક્યો’તો સતત,
છતાં અજવાસની આશા અહીં છલકાય છે ઓ જિંદગી.

ભલે લાગે હવે આ અંત આવી પહોંચ્યો દુનિયાનો છતાં
ફરીથી રાખમાંથી તું વળી સર્જાય છે ઓ જિંદગી.

નર્યો સુનકાર જ્યાં ફેલાય છે ચારે દિશે અવસાદનો,
થઇ ‘આનંદ’ હર ક્ષણ હર જગા પડઘાય છે ઓ જિંદગી.

– અશોક જાની ‘આનંદ’

ગઝલ કયાંથી આવે ને લઇ ક્યાંક જાવે,
એ ખુશ થઇ જશે જે ગઝલથી નહાવે.

ગઝલ સહેજ તૃપ્તિનો ઓડકાર ખાવે,
ગઝલ આરતીનો એ દીપક જલાવે.

ગઝલ ક્યાંક તૃષાનો તડકો બને તો,
ગઝલ પ્રેમની એક ગંગા વહાવે.

ગઝલ રેત, રણ ને ઢૂવા, ઝાંઝવા ને,
ગઝલ ઘાસ પર જાણે ઝાકળ બિછાવે.

ગઝલ હર ઋતુને કરે આહ્લાદક,
ગઝલ આંગણે હેમ પુષ્પો સજાવે.

ગઝલ થઇને આક્રોશ ઉકળી ઉઠે તો,
ગઝલ થઇને ‘આનંદ’ ગીતો સુણાવે.

મજાની ગઝલ છે ગઝલની મજા છે,
ગઝલ એટલે મનમાં ‘આનંદ’ લાવે.

- અશોક જાની ‘આનંદ’
..............................................................

જેવું કંઇ નથી

આમ જુઓ મનમાં આ ઉત્પાત જેવું કંઇ નથી,
મન ના માને તોય એમાં વાત જેવું કંઇ નથી.
ચોતરફ છે ગાઢ ને ચિક્કાર અંધારું છતાં,
દિલ કહે છે તોય અહીંયા રાત જેવું કંઇ નથી.
કોઇ દિ’ માથે ચઢે ને કોઇ દિ’ પગમાં નડે,
લાગણીમાં જાત કે કમજાત જેવું કંઇ નથી.
આપણે કરીએ ભલે સમજી ગયાનો ડોળ પણ,
ખુદને જો સમજી શકો, સૌગાત જેવું કંઇ નથી
ઢોલિયે ઢાળ્યું ભલે શીમળાના રૂનું ગાદલું,
ઘાસ પર ખરતાં એ પારિજાત જેવું કંઇ નથી.
પ્રેમથી ‘આનંદ’ જો કરતાં રહો આખું જીવન,
તો પછી અવસાદની ઔકાત જેવું કંઇ નથી.
- અશોક જાની ‘આનંદ’ 
.....................................................................................
 
અજવાળાં
શબદ પ્રગટાવીને ભીતર કરી લો સહેજ અજવાળાં
પછીતે સૂર્ય પણ આવી જશે ખોલી બધાં તાળાં.
જરા સૂરમાં તમે વ્હેતું મૂકો એક ગીત મનગમતું,
પછી છલકાઈ જાશે ટહુકાથી સહુ પંખીના માળા..!
લઈને હાથમાં દર્પણ તું તારી જાતને જોજે,
તરત અદ્રશ્ય પડછાયા થશે એ ભ્રમભર્યા કાળા.
કરી યાહોમ દરિયે ખાબકું તો શું ગુમાવીશ હું.. ?
કદી મળશે મને મોતી, કદી રંગીન પરવાળાં.
અગર ‘’આનંદ’ જો સામે મળે તેને વધાવી લો,
પીડાની બાદબાકી ને થશે બસ સુખના સરવાળા.
- અશોક જાની 'આનંદ'
.......................................................................................

તું જ છે.
પૂરતાં પ્રશ્નો જવાબો જૂજ છે
એક્થી ઉગરું બીજું ઊભું જ છે.
ક્યાં જઇ કહેવી વ્યથાની આ કથા
તું જ દે તોફાન તારે તું જ છે.
હાથમાં દીવો લઇને ચાલ, પણ
એક ફુંકને માત્ર અંધારું જ છે.
હું દિવાસ્વપ્નો ઘણા જોઉં છતાં
ભાગ્ય મારું કાયમી ભળતું જ છે.
લક્ષ પાછળ ચાલીને થાક્યાં હવે
આ વિસામેથી હવે વળવું જ છે.
માત્ર મનને મજબૂતી દેવી પડે
દુ:ખને સુખ સમ માનવું સહેલું જ છે.
મિત્રતા 'આનંદ' સાથે રાખ તું
તો પછી સુખ-દુ:ખ બધું સરખું જ છે.
- અશોક જાની 'આનંદ'

છેલ્લો પ્રહાર છે -કીર્તિકાન્ત પુરોહિત

છેલ્લો પ્રહાર છે

ભીતરે છે જગત, વિશ્વ બ્હાર છે,
દશ્ય બંને છતાં ભિન્ન સાર છે.

સંયમિત ક્યાંક ઈર્ષ્યાનો ભાવ છે,
કોઈ કારણ વગર ક્યાંક પ્યાર છે.

ચાંદને તારલા ફોજમાં છતાં,
રાત સામે વિજેતા સવાર છે.

છે મથાળે શિખર, તોય ના ચળે,
એની બે બાજુએ ચડ-ઉતાર છે.

દોકડામાં મળે મણના પથ્થરો,
કિંમતી રત્નને તલનો ભાર છે.

‘કીર્તિ’, આખર મળે જે વિદાયમાં,
ફૂલનો હાર, છેલ્લો પ્રહાર છે.

-કીર્તિકાન્ત પુરોહિત
........................................................
 
વાંચતાં સાચ્ચે આવડે તો
બે શબદ વચ્ચે એ જડે, તો.

એ જગાને ખાલી જ રાખો
પીઠ કાગળની ઊઘડે, તો.

સત્યને શોધી દઇ કથામાં
તું ઉથાપન તારું ઘડે તો?

‘હું’ અને ‘તું’ ને ‘તે’ રહે નહિ
‘આપણે’ ત્યાં આવી ચડે તો

બ્લડપ્રેશર ઉંચું જવાનું
બે ઉસૂલો હરદમ લડે તો !

આજ મોજે માણી શકું છું
કાલ શાને વચ્ચે નડે તો !

કેમ સારું લાગ્યું હતું દિલ?
બાજુનું ઘર તૂટી પડે તો!

આ હવાનો ના કર ભરોસો
‘કીર્તિ’ છે જગને સૂપડે તો.

- કીર્તિકાન્ત પુરોહિત.

શનિવાર, 14 ફેબ્રુઆરી, 2015

આનંદાશ્રમ ભાદોલ ,તા.ઓલપાડ ,જી.સુરત શ્રી બહેચરરામશર્મા અને ( ' અચ્યુત ') શ્રી કૃષ્ણાનંદજીના ભજનો

સ્મરણ કરવું નહિ કરવું ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા 
કહીં જન્મી કહીં મરવું ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા 
ભૂમિમાં ખોદવો ફૂવો , સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા 
નીકળવું ખારું કે મીઠું ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા 
બની લગ્ની  ગ્રહી સુત્રી ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
જન્મવા પુત્ર કે પુત્રી ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા 
વિચરવું યુધ્ધના પંથે ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા 
વિજય મળવો કે ના મળવો ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા 
ચરણમાં જઈ નાવમાં ધરવો ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા 
પરંતુ પાર ઉતરવું ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા 
જગતની જાણવી જુક્તિ ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા 
હો "કૃષ્ણાનંદ "ની મુક્તિ ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
.................................2................................... 
...................ભારતમાતા ...............
પરમ-પુનિત હો ભાગ્ય વિધાતા,પ્રણામ તુજને ભારતમાતા
સુજલે સુફલેની શાંતિદાતા,પ્રણામ તુજને ભારતમાતા ..પ્રણામ ..
તારે ખોળે રામ રમ્યાને,શ્યામ બંસરી બાજી
બંસી તારી ગીતા ગાને,સારી દુનિયા જાગી (ર )માતા ..
સુરીનર -મુનીવર ગુણ તુજ ગાતા ...પ્રણામ તુજને ભારતમાતા ..પરમ
બુધ્ધ મહાવીરની તું જનની સત્ય પ્રેમના યોગી
તારે ખોળે આવી નમતા યોગી અને વિયોગી (ર )માતા ...
દીન-દુખ્યા જ્યાં પામે શાંતા ...પ્રણામ તુજને ભારતમાતા ..પરમ
વીર વિક્રમને અશોક સરખા,પ્રતાપ શૂર-શિવાજી
તારે ખોળે ગુણયલ ગાંધી,'કૃષ્ણાનંદ'રહ્યો બિરાજી (ર )માતા
સુભાષને સરદારની તું માતા ...પ્રણામ તુજને ભારતમાતા ..પરમ

.......................................3.............................................. 
 ભજન -2
ગં ગં ગં ગં  ગં ગણપતિ દેવા,તું હે સદા સુખકારી રે
વિઘ્નહરન છો બુધ્ધિ વિધાતા ! સ્તુતિ કરું તારી રે  ..ટેક
પંચદેવના દેરા માંડે ,પ્રથમ પૂજા તમારી રે  ..ગં ગં ગં
જ્ઞાની ધ્યાની યોગી સ્મરે છે,દયા માંગે સહુ તારી રે  ..ગં ગં ગં
અવગુણ મુજમાં, ગુણ નહિ એકે ,માફ કરો ભૂલ હમારી રે  ..ગં ગં ગં
બુદ્ધિ નિર્મળ કરો બહેચરની ,સ્તુતિ કરું કર જોડી રે  ..ગં ગં ગં

................................................................................
ભજન -3 રાગ - હોળી
દિલનો ભરમ મિટાવે ,ગુરુ બિન કોણ જગાવે   - ટેક   ..
અજ્ઞાન,નિદ્રા સહુને વળગી ,જાગી શકે ના કોઈ ,
જો જાગે તો યોગી, વિયોગી ,બીજા ન જાગે કોઈ ,
                    ભજનથી નિંદ્રા ભગાવે ,ગુરુ  - દિલનો   ..
જાગ્રત ,તુંન્દ્રા ,સ્વપ્ન ,સુષુપ્તિ રહેવે છે સબ સોય ,
તુર્યાતીત રહે જેની અવસ્થા જાગેલા નર સોય ,
                    એવા જન ભરમ મિટાવે ,ગુરુ  - દિલનો   ..
દેવ ,મનુષ્યને ગાંધર્વ ,કિન્નર ,નિન્દ્રાના બાણ સહુને વાગ્યા ,
દિલથી વિચારી જુઓ ઓ ભાઈ ! ગુરુ વિના કોઈ ન જાગ્યાં ,
                    જાગ્યાં તે તો અમર કહાવે ,ગુરુ -દિલનો   ..
સદગુરૂ જયારે સાચા મળે ,ત્યારે દિલનો ભરમ જ જાવે ,
શ્વાસો શ્વાસોમાં સોહમ જપે તો સત્ચિદાનંદને પાવે ,
                     બહેચર તો સત્ય દર્શાવે ,ગુરુ  -દિલનો   ..
................................................................................
 ભજન -3
                !!~!! શરદ પૂનમ !!~!!
આજે આસો અજવારી એ ,શરદની  પૂનમ
અમૃત વરસાવવાવારી એ ,શરદની  પૂનમ

આજે ચંદ્રકળા દીસે ,અદભુત સુંદર
નિરખી પાવે અભયવર ,એ શરદની  પૂનમ

શરદે અમૃત સ્વાતિનાં બુંદ જ વરસે
એને ચાતકો પીશે ,એ શરદની  પૂનમ

જુઓ એક જ બુંદ જુદે-જુદે સ્થળે વરસે
મોતી છીપમાં થાશે ,એ શરદની  પૂનમ

પાકે કેળમાં કપૂર ,ભૂમિ કાદવ થાશે
સર્પમુખમાં ઝેર થાશે ,એ શરદની  પૂનમ

જેવું પાત્ર તેવું બુંદ બદલાઈ જાશે
અન્ન્માં અમીરસ વરસે ,એ શરદની  પૂનમ

શરદ રાધા ને ચંદ્ર એ કૃષ્ણ કનૈયો
નિરખો નંદ દુલારો ,એ શરદની  પૂનમ

નિરખો બંસી બજૈયો ,નટવર નાગર
બહેચર જાય છે ડાકોર ,એ શરદની  પૂનમ


-શ્રી બહેચરરામ શર્મા
..................................................................
ભજન -4
 ~ છે રાહ મસ્તીના જુદા જુદા ~

મસ્તી મસ્તી સૌ કોઈ કહે છે ,રાહ મસ્તીના જુદા જુદા
સૌ મન મસ્તીમાં મસ્ત રહે ,રાહ મસ્તીના જુદા જુદા
મન મસ્તી એ મસ્તી નહિ , એ મસ્તી શા કામની
ખેલાડીઓના આ ખેલ નહિ , છે રાહ મસ્તીના જુદા જુદા
મસ્તી નથી એ જ્ઞાનમાં ,મસ્તી નથી એ ધ્યાનમાં
એ મસ્તી ગુરુસાનમાં ,  એ નામ લે બે ભાનમાં
છે મોતના અંજામમાં , રાહ મસ્તીના જુદા જુદા
આત્મવત સર્વ ભૂતેષુ ,એ મસ્તીનો મંત્ર છે
મીરાં હળાહળ પી ગયા ,એ રાહ મસ્તીના જુદા જુદા
સાચી મસ્તી પ્રભુ નામની,બીજી મસ્તી નહિ કામની
સત ચિત્ત આનંદ ધામની ,એ  છે રાહ મસ્તીના જુદા જુદા
            !!~!!~ જય શ્રી ક્રિષ્ના !!~!!
.........................................................................
ભજન- 5
............ નથી કોઈનો રજીસ્ટર એ................
પ્રભુ છે સ્નેહનો સહાયક , નથી કોઈનો રજીસ્ટર એ
સાચાએ  પ્રેમનો પાલક , નથી કોઈનો રજીસ્ટર એ

ભલે હો જ્ઞાની કે ધ્યાની ,ભલે પંડિત  અગર માની
ભલે હો તપસી સન્યાસી , નથી કોઈનો રજીસ્ટર એ

નથી કોઈ ધર્મવારાનો કે , નથી કોઈ કર્મવાળનો
ભલે સૌ કહેતાં મારામાં ,   નથી કોઈનો રજીસ્ટર એ

ભલે હો નર અગર નારી ,નથી ઉચ નીચની વારી
કહું છું સાચું પોકારી ,         નથી કોઈનો રજીસ્ટર એ

નથી એનો તો કોઈ આકાર , નથી સાકાર કે નિરાકાર
ભલા એ ખોટી છે તકરાર ,નથી કોઈનો રજીસ્ટર એ

કોઈ નૂર જ્યોત બતલાવે , કોઈ મોક્ષ અલખ લખાવે
ભલા    સૌનું   તાણે    ,        નથી કોઈનો રજીસ્ટર એ

નથી કલ્પના વિચારોમાં , નથી જ્ઞાન વાચામાં
વસે  પ્રેમ    સાચામાં       ,   નથી કોઈનો રજીસ્ટર એ

ઋષિના ભોજનો ત્યાગી , પતિત પાવન કરી શબરી
વાત એ શાસ્ત્રમાં વર્ણવી , નથી કોઈનો રજીસ્ટર એ

નથી જપ -તપ તીર્થોમાં , નથી યોગ ધ્યાન યજ્ઞોમાં
વસે છે સાચી ભાવનામાં , નથી કોઈનો રજીસ્ટર એ

સદા જેના દિલ સાચા છે ,ગુરૂગમના સ્મરણ જ્યાં છે
બહેચર જે ભજનમાં મસ્ત છે ,પ્રભુ તેનો રજીસ્ટર છે

                 !!~!! જય શ્રી ક્રિષ્ના !!~!!
....................................................................
ભજન-6
      તજ તજ રે મનવા અભિમાનને તજ
            રટ રટ રે મનવા તું હી તુ હી ॐ રટ
અભિમાન રહે સર્પ છે ઝેરી ,એની નીશા બહુ રહે છે ઘેરી
                   એ ઝેરી સર્પને તજ
ઓચિંતું થાશે જવાનું ,કાયમનું  નથી રહેવાનું
          ભમી રહ્યો શિર કાલ કાળ ધ્વજ
ભલે ત્યાગો ધન અરૂ ધામા ,ભલે ત્યાગો મોહ ને કામા
         તો એ પ્રભુ નથી નિકટ નિકટ
અભિમાન છોડો ને બંદા ,બનાવે સહુને એ તો અન્ધા
          લઈ જાવે જાવે એ નર્ક નિકટ
હું  પણ પણ સહુ જયારે તળશે ,જ્ઞાન જ ત્યારે સાચાં મળશે
                 બાકી ખોટી ખટપટ
અભિમાનને અળગું કરજો ,પછી સુખરૂપ જગમાં વિચરજો
            તું દયા દાનની  કફની સજ
દ્વૈતપણું સહુ દૂર જ કરશો ,જરૂર પ્રભુને પ્રેમે મળશો
                                          -શ્રી બહેચરરામ શર્મા
........................................................................
ભજન - 7
............... પ્રભુ પ્રેમે વશ થાય છે.................
"કહો સાચાં પ્રેમીઓ કેવાં હશે !"
"જેનાં નામ સ્મરણ રટાતાં હશે !"
"જેનાં અહોર્નિશ જાપ જપાતા હશે !"

જુઓ રાધિકા દિવાના બન્યાં ,કૃષ્ણ નિરખવા સાર !
દીપક જ્યોત પ્રગટાવતાં ,સળગી આંગળી તેણીવાર

કૃષ્ણ છબી નિરખી રહી ,નથી બીજા જેને દરકાર
સાચાં પ્રેમની એ ખૂબી ,રાધે કૃષ્ણ રહે સંસાર

      જુઓ ..સાચાં પ્રેમીઓ એવાં હશે
       એવાં જનનાં નામ રટાતાં હશે
      સાચાં પ્રેમીઓનાં જાપ જપાતાં હશે

ભક્ત પ્રહલાદ ઉપર જુઓ ,જુલમ કેવા ગુજર્યા
જીવતાં અગ્નિમાં પધરાવ્યા ,છતાં જેનાં દિલ ના ડર્યા

લોહ તણાં સ્તંભે ભેટતાં ,જેનાં ઉરમાં આનંદ થાય છે
એવાં સાચાં પ્રેમીઓને માલીક તો દેખાય છે

                  ભૂલે દેહનાં ભાન ત્યાં પ્રેમ વશે
મીરાં દીવાનાં તો બન્યાં ,કૃષ્ણ પ્રેમમાં સાર
કૃષ્ણ વિના જેને નજર ના આવે બીજો કંઈ વહેવાર
ઝેરને અમૃત ગણ્યું ,પીધું પ્રેમથી સાર
ફણીધર સર્પને કૃષ્ણ કૃષ્ણ કહી ભેટ્યા, સાચા પ્રેમીએ નિરાધાર
                 એવા પ્રેમીઓ પ્રભુનાં દિલમાં વસે
જગતમાં સહુ જણાવે છે ,પ્રેમ તણો વ્યવહાર
સાચો પ્રેમ એ નથી ,સ્વાર્થી પ્રેમ એ સાર
મોહ તણો એ પ્રેમ છે ,કંઈ લોક કીર્તિનો સાર
સાચા પ્રેમીઓને પ્રભુ વિના, બીજી નહિ દરકાર
                સાચી શ્રધ્ધાને નિશ્ચય ત્યાં પ્રેમ વસે
સર્વશક્તિમાન એ તત્વ છે ,સર્વવ્યાપક પ્રભુને રૂપ છે
સાચી શ્રધ્ધા સાચી ભાવનાથી ,પ્રભુનાં ઘડાતાં સ્વરૂપ છે
જુઓ સુષ્ટિને મનુષ્યો તણી ,ઉત્પત્તિ લયની રચના અટપટી રચી અહા !
પ્રભુ ચ્હાય એ તો કરે , એને કશું કહેવાય ના
                    જેવો પ્રેમ એવા પ્રભુ પ્રગટ થશે
જુઓ જગત આ પ્રભુએ ઘડ્યું પણ પણ પ્રેમ ઘડતો પ્રભુરૂપને
 ॐ  પ્રેમ પરમાત્માંને નમ:એમ શાસ્ત્રો સંતો ગાય છે
સાચા પ્રેમીઓની જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં જુએ પ્રભુરૂપને
ત્રણે લોકમાં છે વિજય પ્રેમનો ,પ્રભુ પ્રેમે વશ થાય છે
                         પ્રભુ પ્રેમે વશ થાય છે

...........................................................................................

               *  ભુજંગી છંદ *

ઓ ! વિશ્વના તાત,પ્રભુ કૃપાળુ,દો સન્મતિ અંતરમાં દયાળુ,
પાપો અમારાં સહુ દૂર થાજો,પ્રગટાવી જ્યોતિ હૃદયે પધારો

  ઉડાણમાં જે રહ્યું જ્ઞાન એ તે,સમજી શકું હું પ્રભુ કેવી રીતે ?
સશક્તિ નથી ત્યાં સુધી પહોંચવાને,ગુરૂજી બનીને સમજાવશો એ ?

છે જ્ઞાન તારું અતિ ગૂઢ એ તો,દેવો ના સમજ્યા સ્તુતિએ કરીને
માયા તણું યંત્ર ફરતું રહ્યું જે,એ કાળનું કાળ મહાકાળ છે એ

તેના સપાટે સહુ કોઈ ઉડ્યા,રાવાણ સરીખા પણ નાશ પામ્યા
તુજ ગુણ ગાવા નથી શક્તિ મારી,અજ્ઞાન જાણી લેજો ઉગારી

પ્રહલાદ,નરસિહ અને જ મીરાં,તુજ ગુણગાતા થયા પ્રેમઘેલા
ત્યાં સહાય કીધી પ્રભુ આવીને રે,તેવી રીતે સહાય થાજો અમોને

અંતર વિષે જ્ઞાન વૈરાગ્ય આપો,ભક્તિ તણી જ્યોત પ્રગટાવી આપો
છે માગણી બહેચરની પ્રભુજી,શરણે જ રાખો જીવન મરણથી

........પૂજ્ય શ્રી બહેચરરામજી ......

.................................................................................
!!~~!! કાયા ગાડી !!~~!!
*~~*~~*~~*~~*~~*~~*
સીધી કાયાની ગાડી ,હાંકે સાચા પ્રેમી ,
ચાલે નિર્ભય એ ગાડી ,હાંકે સાચા પ્રેમી ,
આ કાયા તણી ગાડી બનાવી ,પ્રભુએ જીવને સોપી સાર ,
વિચાર વિના અથડાય છે ,એ ગાડી નિરાધાર
સાચું સમજ્યા વિના ચાલે ન ગાડી
સાચા પ્રેમીઓ તો નકકી કરી લે ,આ ગાડી અંતે કયાં જાય છે ,
ક્યારે ,ક્યાં અટકશે અને ક્યાં જશે ,એમાં કોનાથી બેસાય છે ,
પહેલા સ્ટેશન શોધો ,પછી મળે ગાડી
સ્ટેશન પહેલા શોધજો ,આ કાયા ગાડીનું સાર ,
પણ સંગ અને સંસ્કાર હોય તો ,સુઝે સ્ટેશન સાર ,
જેવી ભાવના એવી એની ચાલે ગાડી
મનુષ્યા જન્મ સ્ટેશન થકી ,સહુ કોઈની ગાડી હંકાય છે ,
છેલ્લા મરણ સ્ટેશને જાતા ,એ ગાડી ગમ વગર ગુંચવાય છે ,
ચાલે એ ગુરૂ ગમથી સીધી એ ગાડી
સંકલ્પ વિકલ્પના સ્લેપાત પાથરો ,પછી ગાડી હંકાય છે ,
સદવિચારના પૈડા હોય તો ,ગાડી નિર્ભય કહેવાય છે ,
ગાર્ડ-સદગુરૂ ચલાવે છે એ ગાડી
કાયાગાડી ચલાવવા અન્નરુપી કોલસા પુરાયે સાર ,
પાણી પવનની વરાર બની ,ચાલે શ્વાસો શ્વાસથી એન્જિન નિરાધાર
મન ડ્રાઈવર ચલાવે છે એ ગાડી
દયા-દાનની બે સાંકરોથી જીવનો ડબ્બો જોડાય છે ,
સહનશીલતા અને ધીરજ થકી ગાર્ડનો ડબ્બો નંગરાઈ છે
વાગે પ્રેમના પીસુડા અને ચાલે ગાડી
પૂર્વના પૂણ્ય હોય જેના ,તેની ગાડી સીધી જાય છે ,
ટિકિટ એની મેળવી ,સાચા પ્રેમીઓ બેસી જાય છે ,
હોય ટિકિટ સાચી તેને મળે ગાડી
મુમુક્ષુ પણાની ઓફિસમાંહી ,જ્ઞાનની ટિકિટ અપાય છે ,
સદગુણ વડે સંત ટિકિટ કલેકટર પાસે ,સાચા પ્રમીઓ ટિકિટ લેવા જાય છે
નહીં ટિકિટ વિના બેસાડે ગાડી
કિંમત નથી સસ્તી જ એની ,મોંઘી ઘણી છે પ્રેમીઓ !
કિંમત વિના ટિકિટ મળશે નહિ ,ભૂલશો નહિ ઓ પ્રેમીઓ
મોંઘા મૂલ્યની ટિકિટની એ છે ગાડી
જોઈએ શ્રધ્ધારૂપી રૂપિયા , નિશ્ચયરૂપી આના સાર ,
સદબુદ્ધિરૂપી પાઈ આપે પ્રભુ ,તે ટિકિટ ખરીદે સાર ,
પછી નિર્ભય થઇ બેસો એ ગાડી
સાથે કર્મરૂપી પોટલા ,જોઈ વિચારી બાંધજો સાર
નહિ તો લગેજવારા લગેજ લેશે ,રસ્તે રોકશે નિરાધાર ,
બુરાં કર્મના પોટલા અટકાવે છે ગાડી
સદવિચારના બાંધજો બિસ્તરાં ,પ્રભુ સ્મરણનું ભાથું સાર ,
પછી નિર્ભય થઇ બેસજો ,ના કરશો કોઈની દરકાર ,
વાગે શબ્દના ઘંટ અને ચાલે ગાડી
સંત પોલીસ પોકાર કરે ,ગાડીમાં જીવ જાગતાં રહેજો ,
કામ,ક્રોધ ,મદ ,મોહ લોભ ,એ ઠગોથી સાવધ રહેજો ,
નહિ તો ભૂલમાં ભુલવશે સાચી ગાડી
પછી શુભ વાસના વરારો કાઢતી ,એ ગાડી ચાલી જાય ,
નેકરુપી વાવટા જ્યાં ફરકતા ,એ ગાડી નિર્ભય કહેવાય ,
જુવો કેવી ગતિથી પછી ચાલે ગાડી
ગાડી સીધી ચાલતાં વચમાં ,આવે અજ્ઞાનરૂપ અંધકાર ,
સદગુરૂ ગાર્ડને ખબર કરજો ,સત્ય જયોત પ્રગટશે સાર ,
સત્ય ઉજાશ વિના ચાલે નાં ગાડી
સત્યની જ્યોતિ પ્રગટતા ઉજાશ બહું થાય છે ,
નિર્ભયપણે જીવ કરી મુસાફરી ,ગાડી અંતે શ્રી સચ્ચિદાનંદ ધામમાં જાય છે
બહેચર તો બતાવે જુવો એવી ગાડી
**શ્રી સદગુરુ બહેચરરામ શર્મા .આનંદાશ્રમ ભાદોલ .
.........................................................................


 ................કૃષ્ણાનંદજીના  ભજનો  ..............
ભજન -1 રાગ -યમન કલ્યાણ
           વંદુ કૃષ્ણચરણ રાજ સેવા
           અજર અમર વર   ..દે   ..વંદુ   ..
બુધ્ધિનો તું બાજીગર છે ,જીવનનો તું જાદુગર છે   .
મનહરનારો મુરલીધર તું ,સુખકર શરણે લે  ..વંદુ   ..
વિશ્વ વિધાયક તું વરદાતા ,સત્ય સનાતન તું સુખદાતા
પ્રાણ સખા તું પિતા -માતા ,અમને ચરણે   ..લે   ..વંદુ
સત્ય સદા સાત ચિત્ત આનંદી ,ગુરુ હરિ ॐ તવ ચરણે વંદી
"કૃષ્ણાનંદી " ભવગ્રંથીને ,ત્રિકમ તોડી  દે   ..વંદુ   ..
............................................................................

ભજન -2 રાગ -સારંગ
હર હર શંકર ,દેવ દિગંબર ,જય જય ભોલેનાથ ,રે તેરે દ્વાર ખડા
ભોલે ભાલે ,જગ રખવાલે ,શરણાગતકે સ્વામી ,
આવો બચ્ચાઓ,નાવ તરાઓ ,હર હર અંતરયામી
                 વંદન વારંવાર   ..રે તેરે દ્વાર ખડા   ..હર હર
જય ત્રિપુરારિ યોગવિહારી ,નંદી વાહનધારી
"કૃષ્ણાનંદી "ભવકી ફંદી ,નાથ મિટાઓ ભારી ,
જય જય જગદાધાર   ..રે તેરે દ્વાર ખડા   ..હર હર   ..
...............................................................................


ભજન -3 રાગ -નટકેદાર
તમે રાખો લાજ હમારી ,ગોવરધન ગિરધારી ,ઓ ઘનશામળા
યમુના તટ પર બંસી બજાઈ ,ધેનુ ચરાઈ, ગોપી નચાઈ
નયનો સે નૈન મીલાલે ,નયનો સે નૈન મીલાલે   ..ઓ ઘનશામળા
મોર મુકૂટ શિર છત્ર બિરાજે ,ગલે ફૂલનકી માલા છાજે ,
ભવસાગરસે તરા લે ,ભવસાગરસે તરા લે ,  ..ઓ ઘનશામળા
"કૃષ્ણાનંદ"તણા પ્રતિપાલક મંડર શિવરાત્રીના તારક ,
આકે નાથ બચાલે   ..ઓ  ઘનશામળા

....................................................................................
ભજન -4

 રાગ -ભૈરવી
કર ભજન ભગવાનનું તારી નૈયા પાર કરે ,
       નૈયા પાર કરે તારી નાવડી પાર કરે  ..કર  ..
માત-પિતા સૂત ભ્રાત ભગિની ,કોઈ ના સહાય કરે  ..કર  ..
જીવન વાટ વિકટમાં જાતા ,શાને દિલ ડરે  ..કર  ..
શ્વાસે શ્વાસે રામ રટી લે ,પુરણ પ્રેમ ઝરે   ..કર   ..
નિર્ભય થઇ જા ,નામ રટીને "કૃષ્ણાનંદ "ખરે  ..કર  ..
..................................................................................

ભજન -5 
 રાગ -કાલીંગડા
કાયામાં વસનારા હંસા ,માયામાં ફસનારા રે ,ભવસાગર ભમનારા  ..
હરી બોલ હરી બોલ દયા કરીને  તુજને દીધી,આ કાયા કિરતાર
હિરલા જેવી તુજને હંસા ,મળે ન વારંવાર   ..કાયામાં  ..
હરી બોલ હરી બોલ,રામ ભજી લે ,રામ ભજી લે ,જીવન આ વહી જાય ,
મોંઘા મૂલોનો હિરલો તારો ,રાખ મહીં રોળાય। ..કાયામાં  ..
હરી બોલ હરી બોલ,ભવસાગરને તરવા કાજે ,નામ તણું લે નાવ ,
સુકાન સોપ્યું સદગુરુ હાથે ,લે ને અમુલ્ય લ્હાવ  ..કાયામાં  ..
હરી બોલ હરી બોલ, "કૃષ્ણાનંદ" કથે છે હંસા ,ભજને તું ભગવાન
મંડળ શિવરાત્રીનું પ્રેમે ગાયે પ્રભુના ગાન  ..કાયામાં  ...

..................................................................................... 
 ભજન-6 
રાગ -બનઝારા ( નગરી નગરી દ્વારે દ્વારે )ડગલે પગલે સદગુરુ મારી નૈયાને સંભારજે ,

નૈયાને સંભારજે ,પ્રભુ શરણાગતને તારજે  ...ડગલે  ..
ભવજળ  ભરીયો, ભારે દરીયો ,દિશા તું દર્શાવજે (2) દિશા  ..
નાવિક નટવર સોંપી તુજને ,હરવેથી હંકારજે (2) હરવે  ..
રોમે રોમે તારે તારે ચૈતન્ય તું ચમકાવજે  ...ડગલે  ..
અધમ ઉધ્ધારણ નામ તમારું ,મહાત્તમ એનું મોટું રે (2) મહા  ..
હરતા ફરતાં તુજને સમરું ,બાકી બીજું ખોટું રે (2) બાકી
શ્વાસે શ્વાસે હરદમ સમરૂ ,જ્યોતિ તું ચમકાવજે  ..ડગલે  ..
ગુણ ગાતા મન બુદ્ધિ થાક્યા ,થાક્યા હરી હરી દેવા રે (2) થાક્યા  ..
"કૃષ્ણાનંદ "અમરપદ સેવું ,કરવા સદગુરૂ સેવા રે (2)કરવા
તન-મન સોપ્યું તુજ ચરણોમાં ,સ્નેહેથી સ્વીકારજે  ..ડગલે  ..

.....................................................................................
ભજન-7 

 રાગ -ભીમપલાસ

 પ્રેમ જોગીડાની, ઝોળી લઈને ,જોગન હું બની જાવું રે - (2) વ્હાલા જોગન
                             મારે સામે કિનારે (2) જાવું રે  ..પ્રેમ  ...
તન-તંબુરોને મન મંજીરા ,સુર સોહમના બજાવું રે  ..વ્હાલા સુર  ..
પ્રેમ ગલનમાં ધૂન મચાવું, (2) અલખનિરંજન ગાવું રે  ..મારે  ..
ઝાઝા દહાડે મારા દેવ પધાર્યા હાથ પકડીને ઘર લાવું રે  ..વ્હાલા હાથ  ..
શબરી બનીને એઠાં બોર ખવડાવું (2) ભીલડી હું બની જાવું રે  ..મારે  ..
જ્ઞાનગંગાને તીરે પધાર્યા ,પ્રેમેથી પાર કરાવું રે  ..વ્હાલા પ્રેમેથી  ..
નાવડી બનીને માંહી રામને બેસાડું (2) નાવિક હું બની જાવું રે  ..મારે  ..
પતિત પાવન અધમ ઉધ્ધારણ ,ગુણ હરિના ગાવું રે  ..વ્હાલા  ..ગુણ  ..
"કૃષ્ણચરણ " આશા હરિવરની ,(2) ભવસાગર તરી જાવું રે  ..મારે  ..
.....................................................................................

                     ગઝલ
 ખુમારી ખુદ મસ્તોની , ખરા ખાખી ખુદા જાણે .
જગત અણજાણ શું જાણે,સમજ વિના ઉલટું તાણે ..
બીજું શું જાણશો બાપુ ? તમે તમને નથી જાણ્યા .
અજાણ્યા છો તમે-તમથી,જીવન પણ છે જ અજાણ્યે ..
જણાતું જાણવાનું શું ? ભણો શું ? ભૂલવાનું શું ?
ખરેખર ડુંલવાનું શું ખરે કોઈ ઓલીયા જાણે ..
અજાણે જાણશો નાં કંઈ,વગર જાણેથી પસ્તાવું
બધાના જાણનારાને પુરા જાણી તરી જાવું ..
તરી જાવું,મરી જાવું,ઠરી જાવું અમરઘરમાં
તું "કૃષ્ણાનંદ"જીવીને મરી જાવું જીવનઘરમાં

................................................................................

   કસુંબીનો રંગ
 જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ

પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ




રચચિતાઃ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
ગાયકઃ હેમુ ગઢવી અને સાથીદારો
........................................................................................

.........................  શિવભોલા ભંડારી બાબા

 શિવભોલા ભંડારી બાબા (૨) સાધુ શિવ ભોલા ભંડારી ,
ભસ્માસુરને કરી તપસ્યા ,વરદીનો ત્રિપુરારી  ,

જીસકે સર પર હાથ ફીરવું ,ભસ્મ હોય તન સારી રે.... સાધુ ...શિવ ...
શિવકે શિર પર કરધરનકો  મનમેં દુષ્ટ બિચારી

ભાગે ફિરત ચૌદીશ શંકર ,લગા દૈત્ય ડર ભારી .... સાધુ ...શિવ ... 
ગિરજા રૂપ ધરી શ્રી હરિ બોલે ,બાત અસુર સે પ્યારી ,

જો તું મુજકો નાચ દિખાવે ,હોઉં મેં નાર  તુમ્હારી .... સાધુ ...શિવ ...
નાચ કરત અપને શિર કર ધર ,ભસ્મ ભયો માતિહારી ,

બ્રહ્માનંદ કોઈ વિરલા પામે ,શિવભકત ન    હિતકારી.... સાધુ ...શિવ .
..........................................................................................

...............................કાલાઘેલા બોલ  ............................
 રાગ - ભીમપલાસ

કાલાઘેલા બોલ તારા લાગે છે મીઠડાં ,
રોજ રોજ મળવાને આવ ,શ્યામ તને રાધાના શ્યામ છે
યમુનાના ઘાટ પર જળ ભરવા જાવ છું ,
તારા માટે  છાનું છાનું ખાવાનું લાવ છું
અંતરની આગને બુજાવ .....શ્યામ .....
તારો વિયોગ શ્યામ મુજથી સહેવાય ના ,
દિલડાની વાત બધી જાહેર કહેવાય ના ,
વાંચી જો હૈયાના ભાવ  .....શ્યામ .....
અજવાળી રાતે તું એકલડો આવજે ,
વૃંદાવન કુંજમાં રાસ રચાવજે ,
અમ સંગ રજની વિતાવ  .....શ્યામ .....
શ્યામ તારો શુદ્ધ પ્રેમ હૈયાને ખેંચતો ,
પ્રેમ કેરી લ્હાણ  તું   તો સધળાને વહેચતો ,
રામભક્ત યાચે છે લ્હાવ  .....શ્યામ .....
............................................................................................


 રાગ - ભૈરવી , આશાવરી

હે જગ-જનની હે જગદંબા ,માત ભવાની શરણે તું લેજે  ..
આદ્ય શક્તિ માં આદી અનાદી ,અરજી અંબા તું ઉરમાં ધરજે  ..હે જગ  ..

હોય ભલે દુઃખ મેરુ સરીખું" મા ' રંજ એનો નવ થવા તું દેજે
રંજ સરીખું દુઃખ જોઈ બીજાનું ,રોવાને બે આંસુ તું દે જે ..હે જગ  ..

આત્મા જો  કોઈનો આનંદ પામે ,ભલે સંતાપી દે મુજ આતમને ,
આનંદ એનો અખંડ રહેજે ,કંટક દે મને પુષ્પ એને દેજે ..હે જગ  ..

કોઈના તીરનું નિશાન બનીને ,દિલ મારું તું વીંધવા દે જે ,
ઘા  સહી લઉં ઘા કરું નવ કોઈને ,ઘાયલ થઈને પડી રહેવા દેજે ..હે જગ  ..

ધૂપ બનું મા સુગંધ તું દે જે ,રાખ બનીને ઉડી જવા દે જે ,
બળું ભલે પણ બાળું નહિ કોઈને ,જીવન મારું તું સુગંધિત કરજે ..હે જગ  ..

દેજે તું શક્તિ મા દેજે તું ભક્તિ ,આ દુનિયાના દુઃખ સહેવા દેજે ,
શાંતિ દુર્લભ તારા શરણે ,હે મા  ! તું મને ખોળે લેજે ..હે જગ  ..

...............................................................................................
 

ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2015

- મનોજ ખંડેરિયા (વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો)

વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો
નર્યા વિસ્મયની ક્ષણનો હાથ ઝાલીને જરા નીકળો

સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો !
પછી કોઇ અભણનો હાથ ઝાલીને જરા નીકળો.


અટૂલા પાડી દે છે કૈ વખત પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો

જીવનની ભીંસમાં કરમાઇ જાતાં વાર નહિ લાગે
તરોતાજા સ્મરણનો હાથ ઝાલીને જરા નીકળો

ઘડીના માત્ર છઠ્ઠાભાગમાં થાશે જીવન દર્શન
સડક વચ્ચે મરણનો હાથ ઝાલીને જરા નીકળો

પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો

તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં !
કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો.

- મનોજ ખંડેરિયા

સોમવાર, 9 ફેબ્રુઆરી, 2015

શ્રી ભરતભાઈ વાઘેલાની રચનાઓ


                               શ્રી ભરતભાઈ વાઘેલાની રચનાઓ 
 વાત નહી વહેવાર ચુકયો છું,
માણસ છું તહેવાર ચુકયો છું.
જીવન છે કદી સુખ દુ:ખ આવે,
સમજણમાં બધીવાર ચુકયો છું.
જીવી લે હજૂ જીવતર સરસ આ,
કૂડ કપટ કરી દ્વાર ચુકયો છું.
જૂઠાણુંય કેવુંય બોલતો તું,?
જીવનનો જ રણકાર ચુકયો છું.
ઈશ્ર્વર ની અમુલી કૃતિ છે તું,
માણસ છું ? આભાર ચુકયો છું.

© ભરત વાઘેલા.૦૪૦૨૧૫
.................................................
આ મન મારું કેમ મરકટ છે,?
તોયે સુરજ જેમ પરગટ છે.

હોયે નયનો બંધ ત્યારે એ,
દુનિયામાં એમ ઘટઘટ છે.

પાણીથી એ પાતળું હોયે,
ઈશ્વર સ્મરણે કેમ ખટપટ છે ?

લીલો,ઘેરો લાલ જોવે તો,
જાણે બાળક જેમ નટખટ છે.

એ ભોગી કે યોગી બને છે,
જો વાળો તો રામ પનઘટ છે.


® ભરત વાઘેલા .070215
..........................................
પૈસાની પાછળ વહી જાય છે બધા લોકો,
મળે જો મફત એ લેવા હરખ નથી મળતો.

કિસ્મતમાં હોય છતાં ભાગતું રહે હૈયું,
નમતી નિશામાંય સાચો હરખ નથી મળતો.


© ભરત વાઘેલા.270115
..........................................................
હાથ ઉપર હાથ ચડાવી બેઠો છું,
જીવનના ભેદ મટાવી બેઠો છું.

પાપ પૂણ્ય આવે સાથે માનો છો?,
વેદ વદે એ સમજાવી બેઠો છું.

વાત વાતમાં ભગવાન બની કે'તો,
જગત,ભગત, નામ હટાવી બેઠો છું.

ધામ,ધરમ,ધીરજ ને કોણે માન્યો,?
શાસ્ત્રોના ઈશ્ર્વર જગવી બેઠો છું.

'ભરત' ભાગ્ય સાથ લઈને ચાલ્યો તો,
ભાગ્યોદય સાદ લગાવી બેઠો છું.!!


© ભરત વાઘેલા.250115
.........................................................
ચાહત આપશો ને,તો અમે ગગન આપશું,

હૈયું આપશો ને,તો અમે ચમન આપશું,

જીવન માં હશો હે, દોસતો હમેશા તમે,

નફરત આપશો ને,તો અમે નમન આપશું.!!


© ભરત વાઘેલા.311214
.........................................................
કોઈ જાણતું નથી...

બોલે છે છતાં નામ, કોઈ જાણતું નથી,
સાચું કદી એ ધામ, કોઈ જાણતું નથી.!!

ખબરોના હાવ-ભાવના, દાડા વહી ગયા,
જાતે વાવ્યું એ કામ , કોઈ જાણતું નથી.!!

જાગે છે ભાવ રોજ , દેવાલયના દ્વારના,
સુતી છે શક્તિ તમામ, કોઈ જાણતું નથી.!!

નાણાંનો ભાર થાયને, મૂકયા ગોવિંદ ને,
રે'તો માનવ દમામ , કોઈ જાણતું નથી.!!

આ મરણ પથ છે,'ભરત' અહી વેરભાવ શું,?
બે ફિકર લે જીનામ, કોઈ જાણતું નથી.!!


® ભરત વાઘેલા.131214
...........................................................
વિચારોને પીલીને શબ્દોનું રસપાન કરુ છું;
જીવનના ઊતારે હું ધરમનું આચમન કરુ છું;

પ઼ેમી હૃદયે પોકારી,કરમના ભાર હરવા ને,
જીવનના દરવાજે હું,કરમનું એ ચયન કરુ છું.!!

© ભરત વાઘેલા.
............................................................
 ખુદાની મહેરબાની છે કે, હૈયામાં ઉર્મી જાગી,
કે જ્યાં તકદીર જાગી જાય છે, દીદાર થઇ જાયે,

હવે જાણ્યા કર્યું છે કે, ડગરની પણ સજા સહીએ,
ને જો ભાગો તો, એ નગર જ ખુદ ગંભીર થઇ જાયે,

કશું સમજો નહિ તોયે, બસ ! માણ્યા કરો સૌને,
સલામત વિષયો જયારે, જોને જંજીર થઇ જાયે,

ઇબદાતના એ મારગનો ઈરાદો પણ કરે કોઈ,
નજારો ખુદાનો પણ નજરે ચડે ને, ધીર થઇ જાયે,

જીવન છે શું ? બસ ! શ્વાસા આ બે પાંચ માયામાં,!
મરણ એ છે કે,જયારે શ્વાસાય લાચાર થઇ જાયે,


© ભરત વાઘેલા .170215
....................................................
કોઈ જાણતું નથી...

બોલે છે છતાં નામ, કોઈ જાણતું નથી,
સાચું કદી એ ધામ, કોઈ જાણતું નથી.!!

ખબરોના હાવ-ભાવના, દાડા વહી ગયા,
જાતે વાવ્યું એ કામ , કોઈ જાણતું નથી.!!

જાગે છે ભાવ રોજ , દેવાલયના દ્વારના,
સુતી છે શક્તિ તમામ, કોઈ જાણતું નથી.!!

નાણાંનો ભાર થાયને, મૂકયા ગોવિંદ ને,
રે'તો માનવ દમામ , કોઈ જાણતું નથી.!!

આ મરણ પથ છે,'ભરત' અહી વેરભાવ શું,?
બે ફિકર લે જીનામ, કોઈ જાણતું નથી.!!

® ભરત વાઘેલા.131214
..........................................................
વિચારોને પીલીને શબ્દોનું રસપાન કરુ છું;
જીવનના ઊતારે હું ધરમનું આચમન કરુ છું;

પ઼ેમી હૃદયે પોકારી,કરમના ભાર હરવા ને,
જીવનના દરવાજે હું,કરમનું એ ચયન કરુ છું.!!

© ભરત વાઘેલા.

..........................................................
જીવને આજે તેનું સરનામું કહીએ,?
નામ ને ભૂલી ,નિજનામ તો કહીએ,!

હે,સમય !થોડો થોભીસ?,હવે તો માની જા;
ખુદ ને ખુદા નું જ, ધામ તો કહીએ.!!
® ભરત વાઘેલા..100714
.............................................................

સોમવાર, 2 ફેબ્રુઆરી, 2015

શ્રી મદ્ શંકરાચાર્ય રચિત આત્મષટકમ્

 શ્રી મદ્ શંકરાચાર્ય રચિત આત્મષટકમ્

   मनोबुद्ध्यहंकारचित्तानि नाहं न च श्रोत्रजिव्हे न च घ्राणनेत्रे ।
        न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १ ॥
હું (હું એટલે કે આત્મા) મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત સ્વરૂપ નથી; તેમ જ હું કાન, જીભ, નાક કે આંખો નથી. વળી હું આકાશ, પૃથ્વી, તેજ કે વાયુ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.

        न च प्राणसंज्ञो न वै पंचवायु र्न वा सप्तधातुर्न वा पंचकोशः ।
        न वाक् पाणिपादौ न चोपस्थपायू चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ २ ॥
હું પ્રાણ નથી, હું પાંચ વાયુ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન) નથી. હું સાત ધાતુ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક) નથી. હું પાંચ કોશ (અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય) નથી. વળી હું વાણી, હાથ, પગ, ઉપસ્થ (જનનેન્દ્રિય) કે પાયૂ (ગુદા) નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.

        न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नै व मे नैव मात्सर्यभावः ।
        न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ३ ॥
મને દ્વેષ કે રાગ નથી, લોભ કે મોહ નથી તેમ જ મદ કે ઇર્ષ્યા નથી. વળી મારે માટે ધર્મ, અર્થ, કામ, મોક્ષ (કોઈ પુરુષાર્થ પણ) નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદસ્વરૂપ છું.

        न पुण्यं न पापं न सौख्य न दुःखं न मंत्रो न तीर्थ न वेदा न यज्ञाः ।
        अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ४ ॥
મને પુણ્ય નથી, પાપ નથી, સુખ નથી, દુઃખ નથી. તેમ જ મારે મંત્ર, તીર્થ, વેદો કે યજ્ઞો (ની જરૂર) નથી. વળી હું ભોજન (ક્રિયા), ભોજ્ય (પદાર્થ) કે ભોક્તા (ક્રિયા કરનાર - ભોગવનાર) પણ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.

        न मे म्रुत्युशंका न मे जातिभेद: पिता नैव मे नैव माता न जन्म ।
        न बंधुर्न मित्रं गुरुनैव शिष्यः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ५ ॥
મને મૃત્યુની શંકા (ભય) કે જાતિભેદ નથી. મારે પિતા નથી કે માતા નથી. વળી મારે બંધુ નથી કે મિત્ર નથી, ગુરુ કે શિષ્ય નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.

        अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
        सदा मे समत्वं न मुक्तिर्न बन्ध: चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ६ ॥
હું નિર્વિકલ્પ, નિરાકાર રૂપ છું (મારે કોઈ સંકલ્પ નથી, મને કોઈ આકર નથી) . હું સર્વ ઇન્દ્રિયોમાં છું. સર્વ સ્થળે વ્યાપી રહેલો વિભુ છું. મારે હમેશાં સમભાવ છે, મને મુક્તિ નથી તેમજ બંધન નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.


સ્વામી રામતીર્થના સુવાક્યો

* સાચા શિક્ષણનો અર્થ એ છે કે ઈશ્વરની આંખોથી બધી
  વસ્તુઓ જોતા શીખવું.

* બીજાઓનો દોષ ન કાઢવો એ બીજાઓને જેટલો નથી બચાવતો
  તેટલો જ આપણને બચાવે છે.

*  જે પોતે જ પોતાની જાતને ઉપદેશ આપે છે તે જ ઉન્નતિ કરી શકે છે.
*  દુન્યવી વસ્તુઓમાં સુખની ખોજ વ્યર્થ છે,
   આનંદનો ખજાનો તમારી અંદર છે.

* દેખાવનો  પ્રેમ, જૂઠી ભાવના અને કુત્રિમ ભાવુકતા એ બધા
  ઈશ્વરના અપમાનનાં સાધનો છે.

* આસક્તિ રૂપી રાક્ષસનો નાશ કર્યો એટલે ઇચ્છિત વસ્તુઓ
  તમારી પૂજા કરવા માંડશે.


- સ્વામી રામતીર્થ



-આદિ જગતગુરૂ શ્રી શંકરાચાર્ય (આત્મષટક )

-આદિ જગતગુરૂ શ્રી શંકરાચાર્ય આત્મષટક
મનો બુદ્ધિહંકાર ચિત્તાની નાહમ, ન ચ શ્રોત જિહવે, ન ચ ધ્રાણ નેત્રે
ન ચ વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુ: ચિદાનંદ રૂપ: શિવોહમ શિવોહમ .
...............................................................................................

ન ચ પ્રાણ સંગ્યો , ન વૈ પંચ વાયુ, ન વા સપ્ત ધાતુર્ન વા પંચકોશ
ન વાક પાણી પાદૌ ન ચોપસ્થ પાયુ: ચિદાનંદ રૂપ: શિવોહમ શિવોહમ .
...............................................................................................

ન મે દ્વેષ રાગો, ન મે લોભ મોહો, મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ
ન ધર્મો ન ચાર્થો, ન કામો ન મોક્ષ: ચિદાનંદ રૂપ: શિવોહમ શિવોહમ .
...............................................................................................

ન પુણ્યમ ન પાપં, ન સૌખ્યમ ન દુ:ખં, ન મંત્રો ન તીર્થો ન વેદા ન યજ્ઞો
અહં ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા: ચિદાનંદ રૂપ: શિવોહમ શિવોહમ .
..................................................................................................

ન મે મૃત્યુ શંકા ન મે જતી ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ
ન બંધુ ર્ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય: ચિદાનંદ રૂપ: શિવોહમ શિવોહમ .
...................................................................................................

અહં નીર્વિકલ્પો, નિરાકાર રૂપો, વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ
સદામે સમત્વ્મ ન મુક્તિ ર્ન બંધ: ચિદાનંદ રૂપ: શિવોહમ શિવોહમ .


પ્રેમમાં પણ નિયમો હોય ? મને ક્યાં ખબર હતી ?
 પ્રેમ અદ્‍ભુત સુગંધ છે , મને એટલી જ ખબર હતી;
 

મળવાનું પણ જરૂરી હોય ? મને ક્યાં ખબર હતી ?
 એકમેકમાં ભળવાનું હોય , મને એટલી જ ખબર હતી;
 

પ્રેમપત્રો લખવાના હોય ? મને ક્યાં ખબર હતી ?
 હૈયાના તાર જોડવાના હોય ? મને એટલી ખબર હતી;
 

ભેટ-સોગાત ધરવાના હોય ? મને ક્યાં ખબર હતી ?
 કૃષ્ણ-મીરા બનવાનું હોય ? મને એટલી જ ખબર હતી;
 

પ્રેમમાં પણ દોલત જોઈએ ? મને ક્યાં ખબર હતી ?
 પ્રેમ જ એક દોલત છે , મને એટલી જ ખબર હતી ;
 

પ્રેમમાં પણ પુરાવા જોઈએ ? મને ક્યાં ખબર હતી ?
 પ્રેમ ખૂદ પુરાવો છે , મને એટલી જ ખબર હતી ;
 

એકલા આવ્યા એકલા જવાના ? મને ક્યાં ખબર હતી ?
 લીલ તાણી જળ સંગથ સૂકાવાનું,મને એટલી ખબર હતી;
 

- અંશ

સુવિચારો

શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો.
- વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.

- ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે.
- કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ

મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
–કબીર
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ

બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ

હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન

કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
–જે. કૃષ્ણમૂર્તિ

જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
–દયાનંદ સરસ્વતી
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
–ચાણક્ય
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?
–બબાભાઈ પટેલ

પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
–રવીન્દ્રનાથ ટાગોર
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
–ગુરુ નાનક
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
–ઉમાશંકર જોશી
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
–ડૉંગરે મહારાજ
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
–થોમસ પેઈન

ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
–રવીન્દ્રનાથ ટાગોર
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
–આલબર્ટ આઈન્સ્ટાઈન
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
–શ્રીમદ્ રાજચંદ્ર
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
–સંત તુલસીદાસ

બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
–વિનોબાજી
વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
–શ્રી મોટા
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
–શેખ સાદી
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
–ગોનેજ
આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
–સ્વેટ માર્ડન
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
–ધૂમકેતુ

કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
–ગોલ્ડ સ્મિથ
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
–પ્રેમચંદ
દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
–રવીન્દ્રનાથ
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
–રહીમ
ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
–ગાંધીજી
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
–કાંતિલાલ કાલાણી

મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
–મધર ટેરેસા
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
–ફાધર વાલેસ
મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
–રવીન્દ્રનાથ ટાગોર
તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
–એડવિંગ ફોલિપ
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.

http://pravinvajir.blogspot.in

રવિવાર, 1 ફેબ્રુઆરી, 2015

ચાણક્ય


 જ્ઞાાનના કેન્દ્ર એવા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં આચાર્ય રહેલા ચાણક્ય રાજનીતિના ચતુર ખેલાડી હતા અને આ જ કારણે તેમની નીતિ કોરા આદર્શવાદ પર નહીં, પરંતુ વ્યાવહારિક જ્ઞાાન પર ટકેલી છે. આ વાત તેમની નીતિઓ પરથી સ્પષ્ટ થાય છે.


– જે મનુષ્ય લેણદેણમાં , વિદ્યા શીખવામાં , જમતી વખતે , વ્યવહારમાં શરમ છોડી દે છે તે જ સુખી થાય છે .

– સંતોષરૂપી અમૃતથી તૃપ્ત મનુષ્યને જે સુખ મળે છે તેવુ સુખ મેળવવા દોડાદોડ કરતા મનુષ્યને પણ નથી મળતી .

– મનુષ્યએ ત્રણ બાબતમાં સંતોષી રહેવું જોઈએ . પત્નીથી મળતા સુખમાં , ભોજનથી , પોતાની પાસે રહેલા ધનથી . આ ત્રણ બાબતથી ક્યારેય સંતોષી ના થઇ જવું . શાસ્ત્રોના અભ્યાસથી , પ્રભુ સ્મરણથી , દાન કરવાથી .
– લોભીને ધન આપી , અભિમાનીને હાથ જોડી , મુરખને તેની ઈચ્છા મુજબ કામ કરી , વિદ્વાન ને યોગ્ય , ન્યાયી વાત જણાવી વશમાં કરવા જોઈએ .

– ખરાબ રાજ્ય હોવા કરતા કોઈ પણ રાજ્ય ન હોય તે સારું . દુષ્ટ મિત્રો કરતા મિત્રો ના હોવા સારા , દુષ્ટ શિષ્યો કરતા એક પણ શિષ્ય ના હોય તે સારું તેવી જ રીતે દુષ્ટ પત્ની હોય તેના કરતા પત્ની ન હોય તે વધુ યોગ્ય ગણાય .
– દુષ્ટ રાજાના શાસનમાં પ્રજા સુખ શાંતિથી કેવી રીતે રહી શકે , ગદાર મિત્રોના સંગમાં આનંદ કેમ મળે , દુષ્ટ પત્નીથી ઘરમાં સુખ કેમ મળે , મૂર્ખ શિષ્યને વિદ્યા આપવાથી ગુરુને યશ કેવી રીતે મળે .

– સિંહ અને બગલામાંથી એક , ગધેડામાંથી ત્રણ , કુકડામાંથી ચાર , કાગળમાંથી પાંચ , કુતરામાંથી છ ગુણ ગ્રહણ કરવા જોઈએ . – મનુષ્ય જે નાના કે મોટા કોઈ પણ કાર્યની શરૂઆત કરે તેમાં તેમણે શરુથી અંત સુધી પૂરી શક્તિ લગાવી દેવી જોઈએ . આ ગુણ સિંહ પાસેથી ગ્રહણ કરવા જોઈએ .

– બગલાની જેમ ઇન્દ્રિયો વશ કરી દેશ , કાળ , બળને જાણી વિદ્વાનો પોતાનું કાર્ય સફળતાપુર્વક પાર પડવું જોઈએ .

– સમયસર જાગવું , યુદ્ધ માટે સદાય તૈયાર , પોતાના શત્રુઓને ભગાડી દેવા , ચોકસાઈ . કુકડામાંથી ગ્રહણ કરવું જોઈએ .

– છુપાઈને મૈથુન , વર્ષો સુધી વસ્તુઓ સંઘરવી , સતત સાવધાન રહેવું , કોઈ પર સમ્પૂર્ણ વિશ્વાસ ન કરવો , મોટેથી બુમો પાડી બધાને ભેગા કરવા . આ ગુણો કાગડામાંથી ગ્રહણ કરવા જોઈએ .

– જયારે ભોજન મળે ત્યારે પેટ ભરી જમવું , ભોજન ન મળે ત્યારે થોડા ભોજનમાંથી સંતોષ કરવો . સારી રીતે ઊંઘવું પણ થોડો સરવરાટ થાય તો જાગી જવું . માલિક પ્રત્યે વફાદાર રહેવું , લડવામાં ગભરાવવું નહિ . -આ ગુણો કુતરા પાસેથી ગ્રહણ કરવા જોઈએ .

– ખુબ જ થાકેલા હોવા છતાં પોતાના માલિક નું સતત કામ કરવું , ટાઢ – તડકો , ગરમી – ઠંડીની ચિંતા કર્યા વગર સદાય જીવન જીવવું જોઈએ . આ ગુણ ગધેડા પાસેથી ગ્રહણ કરવું જોઈએ .

– જે વ્યક્તિ આ વીસ ગુણો શીખી લે છે અને તેનું આચરણ કરે છે તે તમામ કાર્યોમાં સફળતા મેળવે છે . તેને કદી પરાજય નો સામનો થતો નથી .

- જેમ સોનાને ઘસીને, કાપીને, તપાવીને, ટીપીને પરીક્ષા થાય છે તેમ મનુષ્યોની પરીક્ષા તેના ચારીત્ર્ય, ગુણ અને આચાર, વ્યવહાર પરથી થાય છે. - જ્યાં સુધી સંકટ અને આપત્તિ દૂર હોય ત્યાં સુધી બુદ્ધિશાળી લોકો તેનાથી ડરવું જોઈએ, પરંતુ જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે દરેક વ્યક્તિએ પોતાની પૂરી તાકાતથી તેની સામે લડવું જોઈએ અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

-જેમ બોરડીના બોર અને કાંટાના ગુણ સરખા નથી હોતા તેમ એક જ માતાની કુખે જન્મેલા બાળકોના ગુણ, સ્વભાવ અને કર્મ સમાન નથી હોતા.

-વૈરાગીને વિષય પ્રત્યે આસક્તિ નથી હોતી અને નિષ્કામીને સોળે શણગાર સજવાની જરૂર હોતી નથી. વિદ્વાન વ્યક્તિની વાણી મધુર હોતી નથી અને સ્પષ્ટવક્તા ઠગ હોતો નથી.

-અગ્નિ , ગુરુ , ગાય , કુંવારી કન્યા , બ્રાહ્મણ , વૃદ્ધ માણસ અને નાનાં બાળકો – આ બધા સન્માનને પાત્ર છે . તેમને પગ સ્પર્શી ના જાય તેનું ધ્યાન રાખવું જોઈએ .

– ગાડાથી પાંચ હાથ , ઘોડાથી દસ હાથ , હાથીથી સો હાથ દૂર જ રહેવું જોઈએ . દુષ્ટ માણસ થી બચવા સ્થાનનો ત્યાગ કરવો જ યોગ્ય છે .

– હાથીને અંકુશથી , ઘોડાને ચાબુકથી , પશુને લાકડીથી વશમાં કરાય . પણ દુષ્ટ વ્યક્તિ ને વશ કરવા તેનો સંહાર જ કરવો પડે .

– બ્રાહ્મણ ભોજનથી , મોર વાદળના અવાજથી , સજ્જન વ્યક્તિ બીજા વ્યક્તિને સુખી જોઈ પ્રસન્ન થાય છે . પરંતુ દુષ્ટ વ્યક્તિ બીજાને તકલીફમાં જોઈ પ્રસન્ન થાય છે .

– બળવાન શત્રુને અનુકુળ વ્યવહાર કરી , દુષ્ટ શત્રુને પ્રતિકુળ વ્યવહાર કરી અને સમાન બળવાળા શત્રુને વિનય કે શક્તિથી વશ કરવો જોઈએ




    મૂર્ખતા કષ્ટદાયક છે, યૌવન પણ કષ્ટદાયક છે અને બીજાના ઘરે નિવાસ કરવો એ સૌથી વધારે કષ્ટદાયક છે.

     મનુષ્યે દરરોજ એક શ્લોક (વેદમંત્ર), અડધો શ્લોક, એક પાદ અથવા એક અક્ષરનો સ્વાધ્યાય કરવો જોઈએ અને દાન-અધ્યયન વગેરે શુભ કર્મો કરતા દિવસને સફળ બનાવવો, દિવસ વ્યર્થ ન જવા દેવો.

     પત્નીનો વિરહ, પોતાના લોકોથી પ્રાપ્ત અનાદર, બચેલું ઋણ, દુષ્ટ રાજાની સેવા, દરિદ્રતા અને મૂર્ખાઓની સભા. આ બધું અગ્નિ વગર જ શરીરને બાળે છે.

     નદીના કિનારે ઊગેલું વૃક્ષ, બીજાના ઘરમાં જનાર અથવા રહેનારી સ્ત્રી અને મંત્રીઓ રહિત રાજા. આ બધું શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે.

     બ્રાહ્મણોનું બળ તેજ અને વિદ્યા છે, રાજાઓનું બળ સેના છે, વૈશ્યોનું બળ ધન અને પશુપાલન છે તથા શૂદ્રોનું બળ સેવા છે.

     વેશ્યા નિર્ધન મનુષ્યને, પ્રજા પરાજિત રાજાને, પક્ષી ફળ રહિત વૃક્ષને અને અતિથિ ભોજન કરીને ઘરને છોડી દે છે.

     બ્રાહ્મણ દક્ષિણા લઈને યજમાનને, શિષ્ય વિદ્યાપ્રાપ્તિ પછી ગુરુને અને પશુ સળગતા વનને ત્યાગી દે છે.

      મનુષ્યે દુરાચારી, કુદૃષ્ટિવાળા, ખરાબ સ્થાનમાં રહેનાર અને દુર્જન મનુષ્યની સાથે મિત્રતા ન કરવી, કારણ કે તેમની સાથે મિત્રતા કરનાર મનુષ્ય જલદી નષ્ટ થઈ જાય છે.

     પ્રેમ બરાબરીવાળા લોકોમાં સારો લાગે છે, સેવા-નોકરી રાજાઓ (સરકાર)ની ઉત્તમ હોય છે, વ્યવસાયોમાં વેપાર સર્વોત્તમ છે અને ઉત્તમ ગુણોવાળી સ્ત્રી ઘરમાં સુશોભિત હોય છે.

     કોના કુળમાં દોષ નથી? રોગે કોને નથી પજવ્યા? આપત્તિઓ અને કષ્ટ કોના પર નથી આવ્યાં? હંમેશાં સુખ કોને મળે છે?

     મનુષ્યના આચાર તેના કુળ-શીલને, વિચાર તેના દેશને, માન-સન્માન તેના પ્રેમને અને શરીર તેના ભોજનને પ્રગટ કરે છે.

     કન્યા સર્વશ્રેષ્ઠ કુળમાં આપવી જોઈએ, પુત્રને વિદ્યાભ્યાસમાં લગાવવો જોઈએ, શત્રુને આપત્તિ અને કષ્ટોમાં નાખવો જોઈએ તથા મિત્રને ધર્મકાર્યોમાં વાળવો જોઈએ.

     દુર્જન અને સર્પ- આ બંનેમાં સાપ સારો છે, દુર્જન નહીં, કારણ કે સાપ તો એકાદ વાર જ ડંખે છે, પરંતુ દુર્જન ડગલે ને પગલે હાનિ પહોંચાડે છે.

     રાજા પોતાની પાસે કુલીન લોકોનો સંગ્રહ એટલા માટે કરે છે, કારણ કે ઉન્નતિ અને અવનતિ, ઉત્કર્ષ અને વિપત્તિ, જય અને પરાજય એમ કોઈ પણ અવસ્થામાં તેઓ રાજાને છોડતા નથી. તેઓ હંમેશા રાજાનો સાથ આપે છે.
http://www.janvajevu.co