સોમવાર, 3 માર્ચ, 2014

જાત સાથે વાતમાં વીતી ગઈ,
રાત ઝંઝાવાતમાં વીતી ગઈ !

પ્રેમ પીડા લાગણી કંઇ ના મળ્યું,
જિંદગી અર્થાતમાં વીતી ગઈ !

જે મળ્યાં આઘાત દિવસે એ વિષે,
રાત પ્રત્યાઘાતમાં વીતી ગઈ !

ક્યાં હયાતીની કરી છે મેં કદર,
રોજની દરખાસ્તમાં વીતી ગઈ !

આજ એનું નામ આવ્યું હોઠ પર,
બે ઘડી નિરાંતમાં વીતી ગઈ !

-મેગી અસનાની

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો