સોમવાર, 3 માર્ચ, 2014

હર ગઝલરૂપે જીવાતી જિંદગીની વાત છે !
સર્વ સુખદુઃખથી ભરી દિવાનગીની વાત છે !

માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફાં માર નહીં,
આંખ મીંચી જો જરી, આ બંદગીની વાત છે.

હર વખત કેવળ કુતૂહલવશ ન જો ટોળા મહીં,
લાજ લુંટાઈ રહી…….., શરમિંદગીની વાત છે !

ના થતી તેથી દવાની કે દુઆઓની અસર,
ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે !

મ્હેલનો માણસ કદી સમજી શકે ના ‘હર્ષ’ આ,
બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે !

~હર્ષ બ્રહ્મભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો