સોમવાર, 3 માર્ચ, 2014

શબ્દની દીવાલ મારો પત્ર છે
દોસ્ત, મારું વ્હાલ મારો પત્ર છે

ક્યાં જઈને પ્હોંચશે કોને ખબર ?
ઊડતો ગુલાલ મારો પત્ર છે

આભ પરબીડિયું ને અક્ષર તારલા
કેટલો વિશાળ મારો પત્ર છે

શાહીને બદલે લખ્યો છે લોહીથી
એટલે તો લાલ મારો પત્ર છે

મેં લિખિતંગ નામમાં આરસ મૂક્યો
એક તાજમહાલ મારો પત્ર છે

– પ્રણવ પંડ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો