શનિવાર, 26 ઑક્ટોબર, 2013

એમાં સમાવું કેટલું ? – અનુભવની ખાણ છે;
કંઈ લઈ જવાશે ? – શબ્દનું નાજુક વહાણ છે.

એક દેહ, ચક્ર સાત અને તત્ત્વ પાંચ છે -
એક્કેય સાથે તારે કશી ઓળખાણ છે ?

પાંચેય તત્ત્વ લઈ જશે, જે એમનું છે તે,
બાકી બચી જશે જે, તે મારી પિછાણ છે.

‘હું’ ‘હું’ નહીં રહીશ, પછી ‘હું’ રહીશ ક્યાં ?
સમજો તો છે મજા ને ન સમજો તો તાણ છે.

પરપોટો જોતાં જોઈ મેં આખી મનુષ્યજાત -
ફૂટીને જળ થશે, છતાં જળથી અજાણ છે.

અક્ષરથી ન પ્રગટ થયું ‘અક્ષર’ સ્વરૂપ અહીં,
અક્ષ્રરમાં છેક ઊંડે લપાયું લખાણ છે.
- પ્રમોદ અહિરે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો