શનિવાર, 26 ઑક્ટોબર, 2013

હું જે કરી શકું તે ઈશ્વર કરી શકે ના ,
સપનામાં આંખમીંચી સ્વપ્ને સરી શકે ના !

શ્રદ્ધા અને ભરોસો ,બાબત જુદી-જુદી છે ,
તૂટી શકે ભરોસો શ્રદ્ધા મરી શકે ના !

યુગોનું આ છે ચક્કર ,ચાલ્યા કરે નિરંતર
કોણે કહ્યું સમયને પાછો ફરી શકે ના !

આકાર એનો કોઈ હોતો નથી પરંતુ ,
મૂર્તિ વગર પ્રભુને ફૂલો ધરી શકે ના !

સદીઓ પુરાણો ઈશ્વર એવો વિષય છે જેને
બે ચાર પુસ્તકોમાં તું આવરી શકે ના !

'ઈશ'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો