શનિવાર, 12 ઑક્ટોબર, 2013

અહંવિચાર સિવાય બીજા વિચારો હોતા નથી .બીજા વિચારો
ઉત્પન્ન  થાય ત્યાં સુધી "કોને ?"  એમ  પૂછતાં "મને" એવો
જવાબ મળશે .જે મનુષ્ય સૂક્ષ્મતાથી "આ હું નું જન્મસ્થાન
શું છે ?" એમ પૂછતા અંદર ડૂબકી લગાવતાં હૃદયમાં રહેલા
મનના સ્થાન સુધી પહોંચે છે .એ વિશ્વનો એક છત્ર,ચક્રવર્તી
સમ્રાટ બની જાય છે .હે હૃદયનાં પ્રાંગણમાં નૃત્યુ કરતા પ્રકાશ
આનંદ સ્વરૂપ ! ત્યાં અંદર-બહાર,સારું નઠારું ,જન્મ-મૃત્યુ
સુખ-દુઃખ,અંધકાર-પ્રકાશ,જેવાં દ્વન્દ્વોનાં કોઈ સ્વપ્ન હોતાં નથી .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો