સોમવાર, 7 ઑક્ટોબર, 2013

શ્રી રમણ મહર્ષિની કૃતિઓ

જો મનુષ્ય પોતાના હૃદયમાં એના પોતાના સાચા સ્વરૂપને  જાણે
તો એ અનાદિ ,અનંત ,પૂર્ણ સત્ચ્ચિદાનંદ છે .
જે સર્વ પ્રાણીઓમાં સમાનપણે રહેલા  શાશ્વત પરમેશ્વરને જુએ છે
એ જ સાચું જુએ છે
માટી જ એ દ્રવ્ય છે જેમાંથી શરાવ ,ઘડો વગેરે વાસણો બનાવવા માં
આવે છે એમ  જ્ઞાની આત્માને જ સંપૂર્ણ વિશ્વરૂપે જુએ છે ,અને જાણે
છે કે આત્મા સિવાય બીજા કશાનું અસ્તિત્વ નથી .
હૃદયકમળમાં "હું " એમ પ્રકાશતું ચૈતન્ય શુદ્ધ અને નિષ્પન્દ છે એમાંથી
ઉત્પન્ન થતાં અહંકાર નો નાશ કરીને એ ચૈતન્ય સ્વયં મનુષ્યને મુક્તિનો
પરમ આનંદ બક્ષે છે
                                                 -શ્રી રમણ મહર્ષિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો