શુક્રવાર, 4 ઑક્ટોબર, 2013

~ સ્થિતપ્રજ્ઞના લક્ષણો ~

                    ~ સ્થિતપ્રજ્ઞના લક્ષણો ~
કેવા આચરણો સહિત (એવો જ્ઞાની ) સંસારમાં વર્તે ?
તો કહે છે કે વખાણ ,નમસ્કાર વગેરે પ્રકારનાં બધા
કર્મોની અપેક્ષા વગરનો ,બધી જ બાહ્ય કામનાઓને
છોડી બેઠેલો .પરમહંસ પરીવ્રાજક પ્રાપ્ત કરીને,
પુત્રેષણાથી  ,વિતેષણાથી  ,લોકેષણાથી વેગળાં થઈને
ભિક્ષાનું જ આચરણ કરે -ભિક્ષા ભાવે જ બધું ભોગવે ..તેથી
બ્રહ્મવેત્તા પાંડિત્યનો વૈરાગ્ય પામીને એની લત છોડી દઈને
સરલ અજ્ઞાની ભાવને ધારણ કરી રહે ,અજ્ઞાનીભાવ તેમ જ
જ્ઞાનીભાવ ,ઉભયથી વિરક્ત થઈને એ સંયમી બને ,મૌન તેમ જ
અમૌન નાં ભાવોને પણ વેગળા કરીને રહે ત્યારે એ ખરો બ્રાહ્મણ
              એ તેવો ક્યારે થાય ..? તો જયારે થાય ત્યારે આવો જ
થાય ..
                                                   -   માણ્ડૂક્ય ઉપનિષદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો