શનિવાર, 11 મે, 2013

* દુઃસહ અને સંસારના ઝેરના આવેશથી થયેલો

વિષૂચિકાનો રોગ પવિત્ર આત્મબોધરૂપી

ગારૂડીમંત્રથી જ શાંત થાય છે .

* શમ , વિચાર , સંતોષ અને સાધુઓનો સમાગમ

એ ચાર મોક્ષના દ્વારમાં દ્વારપાળ કહેવાય છે .એ

ચારમાંથી એક કે બેનું પણ યત્નપૂર્વક સેવન કરવું

જોઈએ કારણ કે તેઓ મોક્ષરૂપી રાજમહેલનું

બારણું ઉઘાડી દે છે .


 * જે માણસો અવિવેકી તથા દુઃસંગમાં રુચિવાળા

હોય તેમનાથી હમેશાં દૂર રહેવું જોઈએ .


* સંસારમાં પુરુષ જ્યારે મોક્ષનો ઉપાય વિચારવામાં


પ્રવુતિ કરે છે ત્યારે તે પુરુષ મોક્ષનો અધિકારી કહેવાય .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો