શનિવાર, 11 મે, 2013

             
   - જ્ઞાનના આઠ અંગો -
              !!~~~~~~~~~~~~~~~!!

(1) યમ =દેહ વગેરે રૂપ જગતના દોષો જાણીને બધી
     ઈન્દ્રિયોનો સંયમ

(2) નિયમ =મનની વિપરીત વૃત્તિઓ ત્યજીને,આત્મવિષયક
     વૃત્તિ-પ્રવાહ ચાલુ રાખવો એ

(3) આસન =સુખપૂર્વક નિરંતર બ્રહ્મધ્યાનમાં મદદ કરે એ
     આસન છે .

(4) પ્રાણાયામ =દેહ,જગત વગેરે રૂપ પદાર્થોમાંથી બદલાતા
     નામરૂપ જેવા અસત્ય પાસાં દૂર કરવું રેચક છે અને
    એમના સ્થિર સત્તા ચૈતન્ય અને આનંદરૂપ સત્ય પાસાંને
    ગ્રહણ કરવાં પૂરક છે .અને એમને દ્રઢતાપૂર્વક વરગી
    રહેવું કુંભક છે .

(5) પ્રત્યાહાર =દૂર કરેલાં નામરૂપ ફરીથી મનમાં ન પ્રવેશવા
     દેવા એ પ્રત્યાહાર છે .

(6) ધારણા =મનને બહાર જતું અટકાવીને,હૃદયમાં સ્થિર
      કરવું અને પોતે જ સત્ચિદાનંદ આત્મા છે એમ
      અનુભવવું ધારણા છે .

(7) ધ્યાન ="હું શુદ્ધ ચૈતન્ય છું "એ ધ્યાનનું સ્વરૂપ છે જે
     પાંચ કોશોના બનેલા શરીરનું નિરશન કર્યા પછી
    અને "હું કોણ છું ?"એની તપાસ કરીને "હું " રૂપે
    પ્રકાશતા આત્મારૂપે રહે ત્યારે સિદ્ધ થાય છે .

(8) સમાધિ =અહંપ્રકાશ પણ શમી જતા સૂક્ષ્મ, સીધો
    


અનુભવ સમાધિ છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો