શનિવાર, 11 મે, 2013

આ સંસારમાં આપણને જે કઈ જ્ઞાન ઉપલબ્ધ છે
તે ચાર વેદો ને આભારી છે .વેદો અપૌરુષેય જ્ઞાન
કહેવાય છે એટલે કે ઈશ્વરીય દિવ્ય જ્ઞાન છે .
તે કોઈ ધર્મ કે સંપ્રદાય વિષેનું નથી પરંતુ સુષ્ટિના
તમામ જીવોના કલ્યાણ માટે છે .


             *ચાર વેદ*
             ~~~~~~~~

(1)ઋગ્વેદ
(2)યજુવેદ
(3)સામવેદ અને
(4)અથર્વવેદ 


આ ચાર વેદો ધર્મ ,અર્થ ,કામ અને મોક્ષનું પ્રતિપાદન
કરે છે .ચાર વેદોના ચાર મુખ્ય ઉપનિષદો છે અને તેના
ચાર મહાવાક્યો છે .જે નીચે પ્રમાણે છે .


(1) ઋગ્વેદ (प्रज्ञानं ब्रह्म !)
ચેતના એજ બ્રહ્મ છે (લક્ષ વાક્ય છે .)


(2) યજુવેદ (अहं ब्रह्मास्मि !)
હું બ્રહ્મ છું (અનુસંધાન વાક્ય છે .)


(3) સામવેદ (तत् त्वम् असि !)
તું, તે છે .(ઉપદેશ વાક્ય છે .)


(4) અથર્વવેદ ( अयं आत्मा ब्रह्म !)
આ આત્મા જ બ્રહ્મ છે .(બોધ વાક્ય છે .)


             * ઉપનિષદો *

             ~~~~~~~~~~

ઉપનિષદો 108 છે તેમાં જ્ઞાન વિષયક
ઉપનિષદો નીચે પ્રમાણે છે .


           *જ્ઞાન વિષયક ઉપનિષદો *

           ~~~~~~~~~~~~~~~~~~~
ઈશ,કઠ ,કેન, પ્રશ્ન,મુંડક,માંડુકય,તૈતરીય,એતરેય,શ્વેતાશ્વેતર,
છાંદોગ્ય,બૃહદારણ્યક અને કૈવલ્ય


                 * છ દર્શન શાસ્ત્ર *

                  ~~~~~~~~~~~~

(1)સાંખ્યદર્શન - કપિલમુની
પુરુષ અને પ્રકૃતિનો તત્વ પરિચય


(2)યોગદર્શન - મહર્ષિ પતંજલિ
ચિત્તના નિરોધ વડે પરમાત્મા સાથે એકરૂપતા


(3)ન્યાય દર્શન - ગૌતમ ઋષિ
પ્રમાણો વડે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણવું


(4)વૈશેષક મીમાંસા -કણાદઋષિ
પંચ મહાભૂતો અને બીજા અન્ય તત્વોથી આત્મા
પર છે .


(5)પૂર્વ મીમાંસા -જૈમિનીમુનિ
શાસ્ત્રોના અભ્યાસ અને ઉપાસના વડે બ્રહ્મની પ્રાપ્તિ


(6)ઉત્તર મીમાંસા - ભગવાન વ્યાસ
બ્રહ્મચિંતન દ્વારા બ્રહ્મપ્રાપ્તિ ,અદ્વૈત સિદ્ધાંતનું પ્રતીપાદન


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો