સોમવાર, 15 એપ્રિલ, 2013

હું તમારી કવિતા વાચું છું ત્યારે
મને એમ લાગે છે કે હું સમુદ્રના સાનિધ્યમાં છું
પૃથ્વી પર વસું છું
છતાંય તમારી ધરતી અને આકાશની વચ્ચે
હું અજાણ્યા લય-તાલમાં શ્વસું છું ;
તમારી સૃષ્ટિના મુલાયમ પ્હાડ પર મેં
કુમળા બાળક જેવા સૂર્યને ઊગતા જોયો છે
ચંદ્રનો ચ્હેરો જોયો છે મેં
તમારા બંને હાથની રસાળ ડાળીઓ વચ્ચે
અંધકારના મૌનની વચ્ચે
વહે છે હવા
કોઈ લાવણ્યમય સ્ત્રીની
સહજ,સ્વાભાવિક ગતિ જેવી .
હું તમારી કવિતા વાંચું છું ત્યારે
મને એમ લાગે છે
કે હું સમગ્ર વિશ્વના સાનિધ્યમાં છું
-શ્રીનાથ જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો