મંગળવાર, 16 એપ્રિલ, 2013


ચાલવાનું બે જ ડગલાં દોડતાં વર્ષો થયાં ;
માત્ર તારા હાથ સુધી પહોંચતાં વર્ષો થયા
.
જિંદગી આખી સતત ગોખ્યા કર્યું,ગોખ્યા કર્યું
સામસામે તો હતા પણ બોલતાં વર્ષો થયા .

એક મૂર્તિ પ્રેમની મેં પણ ઘડી'તી આમ તો
માત્ર ભીની લાગણી કંડારતાં વર્ષો થયા

આયનાની જેમ મારા હાથથી છૂટયા પછી,
કૈક સંબંધો ફરીથી સાંધતાં વર્ષો થયાં .

જિંદગીમાં ક્યાંક પૂરી થઈ ગયેલી વારતા,
યાદ આવી એક ક્ષણ,વાગોળતાં વર્ષો થયા .

-મહેશકુમાર બા .પટેલ 'બેધ્યાન '

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો