મંગળવાર, 16 એપ્રિલ, 2013


કોઈ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે !
દિવસ ઊગ્યે બેચેન રહેવું
રાત પડ્યે મટકું ના લેવું
ખોવાયા ખોવાયા જેવી
પળપળને વિસરાવી દેવી,
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે !
દુનિયાની તીરછી દ્રષ્ટીમાં
વેધક વાણીની વૃષ્ટિમાં
મસ્ત બનીને ફરતા રે'વું
મનનું કૈં મન પર ના લેવું
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે !
મોજાંઓના પછડાટોથી
ઝંઝાનિલના આઘાતોથી
નોવ્કા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે
એવા ભવસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે !
મહેન્દ્ર વ્યાસ (અચલ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો