બુધવાર, 17 એપ્રિલ, 2013

એક’દી હું મારી જાતને મળી ગયો,
હું પોતે મને જોઈ ખળભળી ગયો!

મારું સ્વરૂપ આવું ના હોઈ શકે કદી ,
મારી જ ભૂલોનો હું ભોગ બની ગયો.
એક’દી હું મારી જાતને મળી ગયો.

પ્રેમમાં હું પાગલ બની ગયો તેથી’તો,
આલમ આખો મને ગાંડો ગણી ગયો.
એક’દી હું મારી જાતને મળી ગયો.

ઈશને પામવાની જીજ્ઞાસા હતી મનમાં,
જ્યાં જ્યાં ગયો, ભગવો છેતરી ગયો.
એક’દી હું મારી જાતને મળી ગયો.

રાખી ભરોસો ચાહ્યા સઘળા સ્વજનો ને,
ભરોસા ની ભેંસે જુઓ પાડો જણી ગયો.
એક’દી હું મારી જાતને મળી ગયો.

અનુભવે શીખ્યો જીવનના પાઠ સઘળા,
હવે મને એ જ નિરાળો ‘રાજુ’ મળી ગયો.
એક’દી હું મારી જાતને મળી ગયો.................રાજુ કોટક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો