સોમવાર, 15 એપ્રિલ, 2013


                  * અનુસંધાન *
નીરવ રાત્રિએ
કોક વાતો કરતું સંભળાય છે
જાગીને બહાર જોઉં છું
અને સ્તબ્ધ રહી જાઉં છું ...
વૃક્ષ
તણખલાઓને શીખવાડે છે ;
કેવી રીતે સાંધી શકાય
અનુસંધાન
એકાંત સાથે !
પવનની મીઠી લહેર વચ્ચે
લાડઘેલાં નીલ કીરણોને
તૃપ્ત કરવાં રહેવા દઈ
તાકી રહે છે ચંદ્ર નિમગ્નપણે
પૃથ્વી પર !
શાંત કિનારો સાધે છે
અનુસંધાન
અફાટ સમુદ્ર સાથે !
અવરિત મથું છું
કેટલાય યુગોથી
'સ્વ' સાથે અનુસંધાન સાધવા .
અને વારંવાર
પુનરુત્થાન પામી જાઉં છું
અવનવા રૂપે !
-પન્ના ત્રિવેદી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો