ગુરુવાર, 1 જાન્યુઆરી, 2015

કાં મુળ સોતા ઉખેડી નાખજો,અથવાં જતન કરજો
અમે વડલા સરીખા માનવી,અમને ગહન કરજો
આ કૃપણ ચીસ જેવી માનજો અથવાં સહન કરજો
અમારી વેદનાને ગીત માનીને મનન કરજો
પરખ સાચી બધાની હોય એવું ક્યાં જરૂરી છે
ગમે નહિ ગીત,ગઝલો,કાવ્ય તો દોસ્તો ભજન કરજો
નહી વાવો તમે બાવળ તમારી જીભ પર દોસ્તો
અમારી જેમ જ્યાં જ્યાં જાવ એ સ્થળે ચમન કરજો
વતનથી દૂર રહેવાની કમી ના ભોગવો દોસ્તો
સદા માં ગુર્જરીની લઇ ઓથ મનગમતા કવન કરજો
સૌની તકદીરમાં હોતી નથી વ્હાલી "મહોતરમાં"
અમારી જેમ સૌ દિલદાર સાથીનું ચયન કરજો
-નરેશ કે.ડૉડીયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો