રવિવાર, 1 જૂન, 2014

કાનો તો છાયો છે સર્વત્ર, તું કાં એને ગોતે ભલા,
વિશ્વાસ જો હોય રાધાનો, કાનો ખુદ તને ગોતે ભલા
નજર માંડ તારે અંતરે, ના ઉંચે આભ, ના પાતાળ
મનમંદિરે જે વસ્યો, મૂર્તિ માં કાં એને ગોતે ભલા,

ધબકાર છે તારો, એ કાનો, શ્વાસ અને ઉચ્છવાસ છે
અંધારે અજવાળે જે તુને, તું પથિક એ તારો માર્ગ છે
જે બીરાજ્યું છે તુજ મહીં, રાહ એની કાં જુએ
વાંસળી તો છે વેરણ, રાધા બનીજા તું પોતે ભલા
                                        - જનક દેસાઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો