ગુરુવાર, 28 નવેમ્બર, 2013

આ પડછાયાને અળગો રાખતા ભૈ,વાર પણ લાગે,
ને નાજુક દિલ છે,કડવા વેણનો તો,ભાર પણ લાગે.

અચળ સંગાથ તેનો બેસતા, ઉઠતાને જીવનભર,
આ પડછાયો મને મજબૂત એક,આધાર પણ લાગે.

કરીએ જો ચડાઈ આપણે કાયમ જીતીએ ભૈ,
છતા, ક્યારેક મોટી હાથમાં એ, હાર પણ લાગે.

અષાઢી, મેઘલી, ઘનઘોર, કાળી રાતમાં, આભે;
ચમકતી વીજ તો તલવારની ભૈ, ધાર પણ લાગે.

ઉછાળા મારતી સાગર લહેરોથી સતત "રોચક",
કિનારાને થપાટોનો ય અઢળક, માર પણ લાગે.

~《રોચક》અશોક વાવડીયા
#છંદ=હજઝ ૨૮
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો