સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013

મન

                    મન છે મરકટના જેવું સમજી લેવું
              એના ન્યારા ન્યારા છે રંગ ,શું એને કહેવું ?
ઘડી ઘડીમાં બદલાઈ જાય ,જીવનમાં જોવું
મન મસ્તાનું અજબ દીવાનું ,ઘડી ઘડીમાં બદલાય
ઘડીમાં અહિને ઘડીમાં બીજે ,જ્યાં ત્યાં ગોથા ખાય
               એ છે એવું મન
મન ભૂલાવે મન લોભાવે ,મનના છે સહુ રોગ
શાંત થાતું નથી મૂરખ ,ભોગવે લાખો ભોગ
              અછક્લું ..એવું ..મન
ઘડી એકમાં ગાફિલ બનાવે ,ઘડીમાં ચિંતા અપાર
ભલ ભલાને ભોરવી નાખ્યાં ,ક્ષણું ના લાગી વાર
              જાદુગર ... એવું .. મન 
સ્થિર કદી ના બેસી રહેલું ,જ્યાં ત્યાં ભટકે ગમાર
ભવ સાગરમાં ભૂલું પાડે ,એ મનડું નિરાધાર
               ઓરખી ...લેવું ..મન
સંગ તણો એને રંગ ચઢે છે ,એવું એ નાદાન
સત્સંગથી એ સીધું રહેતું ,બીજાનું નહિ માન
               વિચારી ...લેવું ...મન
મન જીત્યું તેણે સર્વ જીત્યું ,આ જંગમાં જ મનાય
ચાહક તમારો  કહે જેણે મન વશ કર્યું ,તેના જશ ગવાય
               ભાગ્ય ....તેનું .....ફર્યું .....
                                                 -જયેશ પટેલ





















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો