શનિવાર, 1 જૂન, 2013

જ્ઞાનસુધા બિંદુ

* જેમાં સંપૂર્ણ વિશ્વ સ્થિરતાપૂર્વક રહે છે,જે બધા લોકોનો 
    માલિક છે ,જેનાથી બધા લોકો ઉત્પન્ન થાય છે,જેને કારણે 
   આ બધા લોકો સત્તા પ્રાપ્ત કરે છે અને જે સર્વરૂપ છે, કેવળ 
   એ સયનું જ વાસ્તવિક અસ્તિત્વ છે .આવો ,આપણે બધા 
   હૃદયમાં વિદ્યમાન એ સત્ય-સ્વરૂપ આત્માની ઉપાસના 
   કરીએ . 

* જેનું અસ્તિત્વ છે ,એને જાણનાર અન્ય જ્ઞાતા નથી .તેથી 
સત્તા જ ચૈતન્ય છે અને આપણે બધા ચૈતન્ય છીએ .

* જો મનુષ્ય પોતાના હૃદયમાં એના પોતાના સાચા સ્વરૂપને 
જાણે,તો એ અનાદિ ,અનંત ,પૂર્ણ સચ્ચિદાનંદ છે .

* જો હું કોણ છું એની તપાસ કરવામાં આવે તો મનુષ્ય પોતે જ  
પૂર્ણરૂપ છે . 

* પોતાનું જે અસ્તિત્વ છે તે આત્માનું જ સ્વરૂપ છે 

*સત્તા અને ચૈતન્યરૂપ "હું ને " અવગણીને ઈશ્વરને શોધવા એ 
હાથમાં દીવો લઈને શોધવા બરાબર છે .
 *  સ્વરૂપ માત્રમાં વિશ્રાંતિ વિના પરમાત્માને જાણવાનું
    બીજું કોઈ પણ સાધન નથી  .

*  જે દ્રશ્ય છે ,તેને જો દ્રશ્યરૂપે જ જો જોવામાં આવે તો
    પરમાત્માની પ્રાપ્તિ તો ઘણે દૂર છે ,દ્રશ્ય જગતમાં
     દ્રશ્યપણાનું માર્જન કરીને જો બ્રહ્મબુદ્ધિ કરવામાં આવે
    તો જ પરમાત્માની પ્રાપ્તિ સુલભ છે  .


*  પોતાને કર્તા માનનારે કર્મફળ ભોગવવું પડે છે .
    પરંતુ આપણે "આ કર્મ કરનાર હું કોણ છું ?"એમ
    પૂછીને આત્માને અનુભવએ , તો કર્તુત્વ લુપ્ત
    થાય છે ,અને ત્રણે કર્મો નષ્ટ થાય છે .આ નિત્ય
    મોક્ષ છે .

*   હે વીર ! જીવનની વિવિધ અવસ્થાઓની સૂક્ષ્મ
   તપાસ કરીને,મન વડે પરમ સત્યની એ અવસ્થામાં
    દ્રઢતાથી અને સ્થિરતાથી રહીને સદૈવ જગતમાં તારો
    ભાગ ભજવ .તેં બધા પ્રકારના આભાસોના કેન્દ્રમાં સત્યને
    જાણ્યું છે .એ સત્યથી કદી પણ પરાડ્મુખ થયા વિના ,
    જગતમાં આસક્ત હોવાનો દેખાવ કરીને રમતાં રમતાં
      તારી ફરજો બજાવ .


                  * અમૃત બિંદુ *
* આત્મનિરીક્ષણ અને આત્મ પૃથ્થુકરણ એ
  પરિપૂર્ણ અવસ્થાની દાર્શનિક ખોજનો
   પ્રારંભ છે .

* શમથી શોભનારા અને સર્વ પ્રાણીઓ પર
   સ્નેહ રાખનારા સજ્જનમાં પરમતત્વ
   આપમેળે જ પ્રસન્ન થાય છે .


* મૌનના હૃદયમાં ઉત્પન્ન થતી વાણી અનુગ્રહની અવસ્થા છે .

* હૃદયકમળમાં  " હું " એમ પ્રકાશતું ચૈતન્ય શુદ્ધ અને નિષ્પંદ છે .
    એમાંથી ઉત્પન્ન થતા અહંકારનો નાશ કરીને એ ચૈતન્ય સ્વયં
    મનુષ્યને મુક્તિનો આનંદ બક્ષે છે .આ વાત નક્કી સત્ય છે ,એવી
    ખાત્રી રાખો .


* શ્રુતિઓ જેને અજન્મા ઈશ્વર તરીકે વણર્વે છે,એ સદા નિર્ગુણ,
   નિરાકાર આત્મા હું છું એ વાત નિસ્સંદેહ છે .


  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો