સુવિચાર




શ્રધ્ધા સબકા મૂલ, હૈ બિન શ્રધ્ધા સબ ધૂળ હૈ ..હે મન ! યાદ રાખ ઈશ્વર છે,અને તે આનંદથી ઓળખાય છે


ગુરુવાર, 18 જૂન, 2015

જિંદગી

કેટલી ઓછી ગણી છે આપણે
જિંદગીને ખુદ હણી છે આપણે.
મોતને બસ દુરથી જોયા કર્યું,
જિંદગીને અવગણી છે આપણે.
છે હૃદય, પણ લાગણી એમાં નથી,
જિંદગી, ફોગટ ગણી છે આપણે.
ના ઝરૂખો, ગોખ કે ના ઓસરી,
જિંદગી કેવળ ચણી છે આપણે.
બીજ રોપ્યું, નીર સીંચ્યું કોઈએ,
જિંદગી કેવળ લણી છે આપણે.
સાવ બરછટ પોત કહેવાયું પછી,
જિંદગી કેવી વણી છે આપણે.
– પ્રવીણ શાહ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો