પ્રેમમાં પણ નિયમો હોય ? મને ક્યાં ખબર હતી ? પ્રેમ અદ્ભુત સુગંધ છે , મને એટલી જ ખબર હતી; મળવાનું પણ જરૂરી હોય ? મને ક્યાં ખબર હતી ? એકમેકમાં ભળવાનું હોય , મને એટલી જ ખબર હતી; પ્રેમપત્રો લખવાના હોય ? મને ક્યાં ખબર હતી ? હૈયાના તાર જોડવાના હોય ? મને એટલી ખબર હતી; ભેટ-સોગાત ધરવાના હોય ? મને ક્યાં ખબર હતી ? કૃષ્ણ-મીરા બનવાનું હોય ? મને એટલી જ ખબર હતી; પ્રેમમાં પણ દોલત જોઈએ ? મને ક્યાં ખબર હતી ? પ્રેમ જ એક દોલત છે , મને એટલી જ ખબર હતી ; પ્રેમમાં પણ પુરાવા જોઈએ ? મને ક્યાં ખબર હતી ? પ્રેમ ખૂદ પુરાવો છે , મને એટલી જ ખબર હતી ; એકલા આવ્યા એકલા જવાના ? મને ક્યાં ખબર હતી ? લીલ તાણી જળ સંગથ સૂકાવાનું,મને એટલી ખબર હતી; - અંશ
સોમવાર, 2 ફેબ્રુઆરી, 2015
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો