સોમવાર, 28 એપ્રિલ, 2014

શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું
એ રીતે મારે મને મળવું હતું

શબ્દનાં છે ઝાડવા ચારેતરફ
પાંદડું તેનું થઈ ખરવું હતું

શબ્દસાગર ઉછળે છે ભીતરે
થઇ સરિતા છાલકે ભરવું હતું

શબ્દ છે તાનારીરીની ગાયકી
તાનસેનોને અહીં ઠરવું હતું

શબ્દનો છે સૂર્ય કેવો આલીશા
બે જ હાથોથી નમન કરવું હતું

શબ્દમાં જીવી જઈને આખરે
તત્વમાં નિઃશબ્દ થઇ ભળવું હતું

    -દિલીપ  ઠાકર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો