મંગળવાર, 16 જુલાઈ, 2013

જીવ,જગત અને બ્રહ્મની એકતા

અદ્વૈત, એકાત્મ, એકાત્મજ્ઞાન:
--------------------------------
જીવઈશ્વર અને જગતઈશ્વર એકરૂપ છે અનન્ય છે .
કાર્ય અને કારણ અનન્ય છે .
માનવી, અજ્ઞાનતામાં ફરે ત્યાં સુધી , ધુમ્મસમાં ઘૂમ્યા કરે છે .
જ્યારે મન નિર્મળ થાય, પૂર્વગ્રહોથી મુક્ત થાય, ત્યારે સ્વ ને સર્વસ્વ સુધી લઇ જાય.

ગોતી શક્યો નહિ હું બહુ દૂર સુધી જઈ
નિજ ઘરની જ તલાશી બાકી રહી ગઈ

પડીઆખડીને અંતે લાકડી જડી ગઈ
પંથમાં અજાણે જાણે મુક્તિ મળી ગઈ

નિજ ઘરથી નીકળેલ પાછી વળી ગઈ
ઝરણાથી નદી થઇ સાગર બની ગઈ

સર્વસ્વની શોધ મને સ્વ સુધી લઇ ગઈ
અંધારે ઓરડે એક દીવડી પ્રગટી ગઈ 
                   _જનક એમ .દેસાઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો