ગુરુવાર, 11 એપ્રિલ, 2013

જેની સત્તાથી સઘળા ભૂત-ભૌતિક પદાર્થો સત્તા પામીને પ્રકટ થયા છે,
જેની સત્તાથી જ તે સ્થિતિ ભોગવે છે અને જેની જ સત્તા રહેતા પ્રલયકાળમાં
જેને વિષે લય પામે છે ,તે સત્યસ્વરૂપ પરમાત્મા શિવને હું પ્રણામ કરું છું

જાણનાર ,જાણવું અને જાણવાના વિષયરૂપ પદાર્થો;જોનાર જોવાનું સાધન અને
જોવાના વિષયરૂપ પદાર્થો તેમ જ કરનાર ક્રિયા અને ક્રિયા ઉત્પન્ન કરવાનું નિમિત્ત -
એ સઘળા જેની સત્તાથી જ થયા છે તે જ્ઞાનસ્વરૂપ પરમાત્મા શિવને હું પ્રણામ કરું છું

જેમાંથી સઘળા બ્રહ્માંડની અંદર આનંદના કણો સ્ફુરે છે અને જે સઘળાઓના
મૂળતત્વરૂપ છે,તે સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા શિવને હું પ્રણામ કરું છું ..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો