પુષ્ઠો

આર્યુવેદિક

આર્યુવેદિક ઉપચાર

 ઉંઘ નથી આવતી? તો અપનાવો આ આર્યુવેદીક નુસખા
-http://www.sandesh.com/

સામાન્ય માણસ માટે હવા, પાણી અને ખોરાક જરૂરી છે તેવી જ રીતે ઉંઘ પણ એટલી જ જરૂરી છે. સામાન્ય રીતે થોડી વધારે ઉંઘ આવે તો તે ચિંતાનો વિષય નથી પરંતુ અપુરતી ઉંઘથી ઘણી સમસ્યા સર્જાઈ શકે છે. જો તમને પણ પુરતી ઉંઘ ના આવતી હોય તો વિવિધ આર્યુંવેદીક નુસખા અપનાવી શકાય છે અને સારી ઉંઘ મેળવી શકાય છે. વિશેષજ્ઞ બતાવે છે કે સૂતા પહેલા જો હલ્કો નાસ્તો કરવામાં આવે તો તેનાથી સારી ઉંઘ આવે છે. આ સમયે કાર્બોહાઈડ્રેટ લેવાથી મગજ શાંત રહે છે. જ્યારે તમારુ મગજ શાંત રહેશે તો ઉંઘ પણ સારી આવશે. ડિનરમાં કેલ્શિયમની માત્રા વધારવી પણ તમારા માટે ફાયદાકારી બની શકે છે. તેને માટે તમે આખા અનાજ, વસા રહિત દૂધ, દહી, પીનટ બટર, કૈમોમિલ ટી અને કેળા લઈ શકો છો.

ઘણાં લોકોને રાત્રે ઉંઘ ન આવવાને લીધે ઘણી મુશ્કેલી પડે છે તેને માટે અહીં ઉપાય આપેલ છે. અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુળેઠી, આમળા, જટામાસી, સાચી ખુરાસાની અને અજમો આ બધી જ વસ્તુને 50-50 ગ્રામ બારીક ચુર્ણ બનાવી લો. રાત્રે સુતા પહેલાં 3 થી 5 ગ્રામની માત્રામાં દૂધની સાથે સેવન કરો. એક અઠવાડિયા બાદ આનો પ્રભાવ દેખાશે. અનિંદ્રા દૂર થઈ જશે અને ગાઢ ઉંઘ આવશે. સ્વપ્ના પણ નથી આવતાં તેમજ હાઈબ્લડ પ્રેશરમાં પણ આરામ મળે છે. ઉંઘની ગોળીની જેમ બેહોશ પણ નથી થતાં અને સવારે ઉઠતાં તાજગી પણ અનુભવાય છે. સર્પગંધા, અશ્વગંધા અને ભાંગ ત્રણેયને સરખા ભાગે ભેળવીને રાખી મુકો. આ ચુર્ણને રાત્રે સુતી વખતે 3 થી 5 ગ્રામની માત્રામાં પાણીની સાથે લો, આ ઔષધિ નિરાપદ છે. હાઈબ્લડપ્રેશરના રોગીને અનિંદ્રાની ફરિયાદ રહે છે તેથી તેણે આનું અવશ્ય સેવન કરવુ જોઈએ.


ઉંઘ ન આવતી હોઈ તો આયુર્વેદમાં નીચેના હાથવગા સરળ ઉપાયો બતાવવામાં આવેલ છે.
1. ઉંઘ ન આવતી હોઈ તો પગચંપી કરવી.
2. અંગચંપી કરવી.
3. માથામાં તેલનો માલીશ કરવો.
4. પગના તળીયે તેલ ઘસવું.
5. શરીર પર આંબળા ચોળીને નહાવું.
6. ગરમ પાણીથી સ્નાન કરવું.
7. માથા ઉપર ચંદન કે ઠંડા લેપ કરવા.

...................................................................................................................................................................
!!!!!!!!!!!!!!!!!! બ્યુટી !!!!!!!!!!!!!!!!!!

 શું તમે પોતાના ચહેરાને ગોરો બનાવવા માટે બજારમાં મળતા ઉત્પાદનોનો ઉપયોગ કરો છો? જો આવું હોય તો તમારે બજારમાં પૈસા ખર્ચવાની જરુર નહીં પડે
અહિ તમને કેટલાક ઘરેલું ઉપાય બતાવવામાં આવ્યાં છે.

1. દૂધ કેળા
પાકેલા કેળામાં દૂધ નાંખી એક પેસ્ટ તૈયાર કરો અને તેને 20 મિનિટ સુધી ચેહરા પર લગાવી રાખી એને ધોઈ નાંખો.

2. ગુલાબ જળ
ગુલાબ જળ ચહેરાને પોષણ પુરું પાડે છે. રોજ ગુલાબ જળને દૂધ સાથે ભેળવીને લગાવવું. આનાથી ત્વચા ટાઈટ પણ થશે.

3. કેરીની છાલ
થોડી કેરીની છાલમાં દૂધ મેળવીને એની પેસ્ટ બનાવી લો. એ પેસ્ટને 10થી 15 મિનિટ ચહેરા પર લગાવી શકો છો.

4. મધ
મધને થોડા લિંબુના રસ તથા દહીંમાં ભેળવીને ચહેરા પર લગાવી શકાય છે. આ માસ્કને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી શકાય છે. આ ચહેરાનો મેલ સાફ કરશે.

5. ખાંડ
ખાંડને લિંબુના રસમાં મિક્સ કરી હળવા હાથથી ઘસો. આનાથી ડેડ સ્કિન જશે અને તવ્ચા સાફ બનશે.

6. નારિયેળ પાણી
દિવસમાં બેવાર ચહેરા પર નારિયેળ પાણી લગાવો. આનાથી ડાઘા દૂર થશે.

7. પાણી
પાણીનું સેવન વધું પ્રમાણમાં કરવું. એનાથી શરીરની ગંદકી બહાર નીકળી જશે અને ચહેરાને ટાઈટ બનાવશે.

 પ્રકૃતિમાં એટલા બધા પ્રકારના તત્વો રહેલા છે જે આપણી દરેક બીમારીને દૂર કરી શકે છે. આજકાલ બજારમાં અનેક પ્રકારની દવાઓ અને જાતજાતના ઉત્પાદનો આવવા લાગ્યા છે જેના કારણે લોકોએ આયુર્વેદને બાજુએ મૂકી દીધું છે. આયુર્વેદ આપણી ત્વચા માટે બહુ ગુણકારી ગણાય છે અને એ ન તો મોઘું હોય છે ન એનો ઉપયોગ કરવાથી કોઇ જાતનું નુકસાન થાય છે. પહેલાના જમાનામાં મહિલાઓ પોતાની જાતને સુંદર બનાવવા માટે આયુર્વેદનો સહારો લેતી હતી માટે અમે વિચાર્યું કે અમે પણ તમારા માટે આયુર્વેદના કેટલાક એવા ઉપાયો લઇને આવ્યા છીએ જેની મદદથી તમે તમારી સુંદરતાને કેદ કરી શકો...

આ રીતે કરો પ્રયોગ -

1. કરચલી માટે - જો તમારે ચહેરા પરની કરચલીઓ દૂર કરવી છે તો એરંડો એટલે કે કેસ્ટર ઓઇલને તમારા ચહેરા પર લગાવો. આનાથી ત્વચા મુલાયમ બનશે અને કરચલીઓ પણ ઓછી થઇ જશે.

2. સાફ ત્વચા - ત્વચા પર જો ડાઘા હોય તો ક્રીમવાળા દૂધમાં ડુબાડેલા રૂથી ચહેરાના છિદ્રોને સાફ કરો આનાથી ચહેરો સાફ તો થશે જ સાથે છિદ્રો ખુલશે.

3. કુદરતી મોઇશ્ચ્યુરાઇઝર - જો તમારી ત્વચા સાધારણ છે તો તેને નેચરલ મોઇશ્ચ્યુરાઇઝ કરો. આ માટે એક વાટકામાં 4 ચમચી દહીં અને થોડા લીંબુના ટીંપા તેમજ સંતરાનો રસ મિક્સ કરી ચહેરા પર માસ્ક રૂપે પ્રયોગ કરો. આ લગાવ્યા પછી 15 મિનિટ બાદ આ માસ્ક રૂની મદદથી સાફ કરી લો.

4. સ્કિન કંડીશનર - ચમચી ક્રીમ લો અને તેમાં મધ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર પાંચ મિનિટ લગાવેલું રાખી બાદમાં ભીના કપડાં કે રૂથી સાફ કરી દો.

5. ટોનર - જો તમે કાચું બટાકું લઇ તમારા ચહેરા પર લગાવશો તો આનાથી તમારી ત્વચા ટોન થશે અને પિગ્મેન્ટેશનની સમસ્યા પણ દૂર થશે.

6. ચહેરા પરના વાળ - ચહેરાના વાળ દૂર કરવા માટે તમારે એક પેસ્ટનો ઉપયોગ કરવો પડશે. તલનું તેલ, હળદરનો પાવડર અને ચણાના લોટનું મિશ્રણ લઇ પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો અને તે સૂકાઇ જાય એટલે હળવા હાથે ચહેરો ઘસીને તેને સાફ કરો. બાદમાં પાણીથી ચહેરો ધોઇ લો.

તમારી ત્વચાનું ઉત્તમ ટોનિક છે દહીં
જો તમે શિયાળામાં સિલ્કી અને સ્મૂધ ત્વચા ઇચ્છો છો તો દહીંનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપશે. ચરબીયુક્ત દહીં શરીરને પ્રાકૃતિક રીતે ભેજ પૂરો પાડશે. જે ત્વચા ટેન થઇ ગઇ છે ત્યાં દહીં બ્લીચનો પ્રયોગ કરશે. જો ત્વચા પર નિયમિત રીતે દહીં લગાવવામાં આવે તો તે તેનું પીએચ લેવલ પણ બેલેન્સ કરે છે. જાણીએ ત્વચા પર દહીંનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.

સ્ક્રબ - દહીંના એક વાટકામાં ખાંડ, હળદર અને એલોવીરા જેલ મિક્સ કરો. હળદર ત્વચા માટે એન્ટીસેપ્ટિકનું કામ કરે છે અને ખાંડ સ્ક્રબિંગનું. એલોવીરાથી ત્વચા કોમળ બને છે. તમે ઇચ્છો તો દહીંના આ મિશ્રણમાં જવનો લોટ પણ મિક્સ કરી શકો છો. આ મિશ્રણને નિયમિત ધોરણે ત્વચા પર લગાવતા રહો.

દહીં લોશન - રોજ એક ચમચી દહીંમાં સુગંધિત તેલ મિક્સ કરી નહાતા પહેલા તમારા શરીર પર લગાવો. આનાથી સ્કિન ડેમેજ કે ડ્રાય નહીં થાય અને તેના પર લાલ ચકામા પણ નહીં રહે. ઉપરથી તે મોઇશ્ચર, ચમકીલી અને કોમળ થશે તે વધારાનું.

દહીં બોડી માસ્ક - પ્રાકૃતિક બોડી માસ્ક બનાવવા માટે ગાજરનો રસ, કેસર, મધ અને દહીં મિક્સ કરો. આ પેસ્ટને નહાતા પહેલા શરીર પર ત્યાંસુધી લગેલી રાખો જ્યાંસુધી તે સૂકાઇ ન જાય. આનાથી ત્વચા કોમળ અને ચમકીલી બનશે.

આફ્ટર શેવ ક્રીમ - દહીમાં કાકડીનો રસ મિક્સ કરો અને આ પેસ્ટને શેવ કર્યા બાદ ચહેરા પર લગાવીને થોડીવાર પછી પાણીથી ધોઇ નાંખો. આના પ્રયોગથી ત્વચા કોમળ બને છે અને જો બળતરા થતી હોય તો તેમાં રાહત મળશે. તમે ઇચ્છો તો દહીમાં ફુદીનાનો રસ પણ મિક્સ કરી શકો છો જેનાથી બેક્ટેરિયાનો નાશ થશે અને તમે અત્યંત તાજગી અનુભવશો
ચેહરા પરના ખીલને દૂર કરનારા જ્યુસ

યુવાનોમાં સૌથી મોટી સમસ્યા છે ચેહરા પરના ખીલ. યુવક હોય કે યુવતી દરેકને સ્માર્ટ લુક ગમ છે. પણ જો અરીસામાં પોતાના ચેહરા પર ખીલ જોતા જ તેઓ ઉદાસ થઈ જાય છે. ખીલ થવાનું મુખ્ય કારણ પૌષ્ટિક આહારનો અભાવ ઉપરાંત અનિયમિત ખાનપાન છે. અહીં અમે તમને કેટલાક પૌષ્ટિક જ્યુસ બતાવી રહ્યા છે જે તમને પોષક તત્વો પૂરા પાડવા ઉપરાંત તમારા ચેહરાને પણ ચમકાવશે. પાણી કરતા પણ વધુ ફાયદાકારક અને પૌષ્ટિકતત્વોથી સરભર જ્યુસમાં એ શક્તિ રહેલી છે જે તમારી પહેલાની સાફ ત્વચાને પરત લાવી શકે છે.

ખીલ મટાંડતા પાંચ પૌષ્ટિક જ્યુસ

1. ગાજર : ગાજરમાં ભરપુર માત્રામાં વિટામિન અને પ્રોટીન રહેલા હોય છે જે ખીલને સાજા કરવામાં અસરકારક ભૂમિકા ભજવે જ છે. તેમાં બીટા કેરોટીન અને કેરોટિનોઇડ્સ હોય છે જે ત્વચાને સાફ કરી તેને ચમકીલી બનાવે છે. રોજ એક ગ્લાસ ગાજરનો જ્યુસ પીવાથી શરીરમાં રહેલું ઝેર બહાર નીકળી જાય છે અને પાચનક્રિયા પણ સારી બને છે.

2. સંતરા : એક ગ્લાસ લીંબુ કે સંતરાનો જ્યુસ પીવાથી તેલ ગ્રંથિમાંથી તેલ ઓછું નીકળે છે જેનાથી ખીલ નથી થતાં. લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ હોય છે તે મૃત ત્વચાને દૂર કરે છે, ત્વચા લચીલી બનાવે છે અને નવી ત્વચાના કોષોનો વિકાસ કરે છે. તમારી ત્વચાને ઓઇલ ફ્રી અને ડ્રાય રાખવા માટે લીંબુનો રસ અચૂક પીવો.

3. ઘઉંનું ઘાસ : ઘઉંના ઘાસમાં એન્ટીઓક્સિડેન્ટ અને ફાઇબર રહેલા હોય છે જે આપણા શરીરમાંથી દૂષિત તત્વો બહાર કાઢે છે. લીંબુ પછીનું આ એવું જ્યુસ છે જે તમારા તમામ ડાઘા દૂર કરી દેશે.

4. સફરજન : સાફ અને ચમકીલી ત્વચા માટે સફરજનને મધમાં કે દૂધમાં નાંખી તેનો જ્યુસ બનાવી પીવો. તેમં વિટામિન, પ્રોટીન, મિનરલ રહેલાછે જે ચહેરા પરના બંધ છિદ્રો ખોલે છે.

5. ચેરી : ચેરીમાં રહેલા તત્વો પણ લોહીમાઁથી ખીલ બનાવવાના એસિડને બહાર કાઢી દે છે. તો વળી તેમાં રહેલા મિનરલ ક્લીન્ઝર તરીકે કાર્ય કરે છે.

તો તમે પણ તમારી ખીલની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ફળોના જ્યુસ પીવાનું આજથી જ શરૂ કરી દો.
.......................................................................................................................................................................
 

ભોજન નથી પચતુ તો કરો આ આસન

વજ્રાસનમાં બંને જાંઘોને વજ્રાકારે ગોઠવવામાં આવે છે તેથી આ આસનને વજ્રાસન એવું નામ આપવામાં આવ્યું છે. આ આસન ધ્યાનને માટે અત્યંત ઉપયોગી છે. જેઓને પદ્માસન કરવામાં તકલીફ પડતી હોય કે તેમાં લાંબો સમય બેસી ન શકતા હોય તેઓ માટે આ આસન સરળ રહેશે.

વજ્રાસનની રીત

    બંને પગને આગળ સીધા લંબાવી બેસો.
    હવે ડાબા પગને ઢીંચણમાંથી વાળીને જમણા પગની જાંઘ પાસે ઊભો મૂકો. પછી ડાબા હાથથી ડાબા પગની ઘૂંટીને પકડી પગને પાછળ લઈ જાવ. આ સમયે પગનો અંગૂઠો ખેંચેલો રાખો. આવુ કરવાથી ડાબો ઢીંચણ જમીનને અડશે અને એડી થાપાની બાજુમાં રહેશે. આ જ પ્રમાણે જમણા પગને પણ વાળીને પાછળ લઈ જાવ.
    હાથના પંજા ઢીંચણ પર ઊંધા મૂકો અને દૃષ્ટિ સામે સ્થિર રાખો. આસનની અવસ્થામાં મસ્તક, કરોડ અને કમરને ટટ્ટાર રાખો.

આ આસનથી શરીરનો મધ્ય ભાગ સીધો રહે છે અને શ્વાસોશ્વાસ નિયમિત ચાલે છે. શરીરને કષ્ટ આપ્યા વગર  સ્થિરતાથી આ આસનમાં લાંબો સમય સુધી બેસી શકાય છે. આથી ચિત્તની વૃત્તિ અનાયાસ સ્થિર બને છે. લોહી યોગ્ય રીતે ફરવાથી શરીર નીરોગી રહે છે. જમ્યા પછી અડધો કલાકે આ આસનમાં બેસવાથી પેટનો વાયુ નાશ પામે છે. પાચન શક્તિ વધે છે અને અજીર્ણ દૂર થાય છે. વજ્રનાડી વીર્યધરા નાડી છે, જે આ આસનથી દૃઢ બને છે. વીર્યની ગતિ ઉર્ધ્વ થવાથી શરીર વજ્ર જેવું મજબૂત અને નિરોગી બને છે.



......................................................................................................................................................................
 આર્યુવેદ [ લાંબુ જીવાડે લસણ ]


લસણનો વર્ષોથી સામાન્‍ય માણસ ઔષધ તરીકે ઉપયોગ કરે છે. દુનિયાના મોટા ભાગના દેશોના લોકોમાં લસણ એક ઉત્તમ ખાદ્યપદાર્થ છે. લસણની ધોળી અને રાતી એમ બે જાતો છે અને મોટે ભાગે બીજા ગુણોમાં સરખી છે. એક બીનું લસણ ગુણમાં વધારો કરે છે. લસણ કૃમિઓને, કોઢને સફેદ ડાઘનો નાશ કરે છે. તે સ્નિગ્‍ધ, ઉષ્‍ણ, વીર્યવર્ધક તીખા રસથી યુક્ત ગુરુ ભારે છે. અદ્યતન વૈજ્ઞાનિક મત પ્રમાણે તે કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્‍ફરસ જેવાં ખનિજ તત્‍વો ધરાવે છે. તેમાં આયોડિન અને આલ્‍કોહોલનો પણ અંશ છે. વિટામીન બી, સી અને થોડા પ્રમાણમાં ‘એ‘ પણ છે. લસણ હ્રદયના રક્ત પરિભ્રમણ તંત્ર માટે ઘણું જ ફાયદાકારક છે. તે રક્તમાં ખાંડનું પ્રમાણ જાળવી રાખે છે. જે ડા‍યાબિટીસ માટે ઉપયોગી છે. તેમજ આંતરડાના રોગને મટાડે છે. લસણ શ્વસનતંત્રના રોગો શરદી, કફ, ક્ષય, ઈન્‍ફલ્‍યુએન્‍ઝા વગેરે મટાડવામાં ઉપયોગી છે. એલર્જીથી પીડાતા લોકોને પણ રાહત આપે છે. લસણમાં એસ્‍ટોજેનિક હોર્મોન હોવાથી સ્‍તનપાન કરાવતી માતાને બાળક માટે વધુ દૂધ ઉત્‍પન્ન કરવામાં મદદરૂપ છે.
ઉપયોગ-
*કાનમાં સણકાં આવતા હોય તો તેલમાં લસણ કઢવી તે કાનમાં ટીપાં નાંખવાં.
*આધાશીશી થઈ હોય તો લસણનો રસ નાકમાં રેડવો.
*હડકાયું કૂતરું કરડે તો તેના વિષ ઉપર લસણ વાટીને લેપ કરવો. લસણ ઉકાળીને પીવું અને ખોરાકમાં લસણ ખાવું.
*દરેક પ્રકારની ઉધરસ ઉપર લસણના ૨૫ ટીપાં દાડમના શરબતમાં નાખી પીવા.
*હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકી મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે.
*પ્‍લુરસીમાં લસણને પીસીને સહેજ ગરમ કરીને દર્દીને છાતી પર બાંધવાથી પ્‍લુરસી (ફેફસામાં પાણી ભરાવું) જેવા દર્દમાં રાહત થાય છે.
*વ્રણ – ઘામાં જીવડાં, કૃમિ થયા હોય તેના પર લસણ વાટી લુગદી કરી લગાડવું.
*ભાંગેલા હાડકાં જલદી સંધાય માટે લસણની કળીઓ ઘીમાં તળીને ખાવાથી ફાયદો થાય છે.
*સર્વે પ્રકારના વા ઉપર લસણની છોલેલી કળીઓ તોલા ૪ અને શેકેલી હિંગ, જીરુ, સિંધાલૂણ, સંચળ, સૂંઠ, મરી, પીપર એ દરેક એક માસો લઈ તેનું ચૂર્ણ લસણ સાથે ઘૂંટીને તેની પાવલી ભાર વજનની ગોળીઓ કરીને એક કળી ખાઈ તેના ઉપર એરંડાના મૂળનો ઉકાળો પીવો તેથી પક્ષઘાત, ઉરૂસ્‍તંભ, કટિશૂળ, પડખાનું શૂળ, પેટના કૃમિ, પેટનો વાયુ તેમજ સર્વ અંગોનો વા મટે છે. ઘણી લસણપ્રિય ગૃહિણીઓ અનેક પ્રકારની રસોઈમાં તેનો ઉપયોગ કરે છે.
*પંજાબી રસોઈમાં પણ લસણનો ઉપયોગ વધુ જોવા મળે છે.
*ઘણા લોકો લસણની ચટણી બનાવી ઘરમાં રાખતા જ હોય છે. લસણનું અથાણું પણ સરસ બને છે.
*ઉનાળામાં લસણનો ઉપયોગ બહુ ન કરવો જોઈએ તેમજ મોઢામાં કે હોજરીમાં ચાંદા, પેશાબમાં બળતરા હોય કે એવાં બીજા દર્દોમાં લસણનો ઉપયોગ ન કરવો. તેમજ અતિસારવાળા, ગર્ભિણી, રક્તપિતી, ઊલટીવાળાઓને લસણ ન આપવું જોઈએ. આમ, લસણ અત્‍યંત આરોગ્‍યપ્રદ છે.

– રોહીત પઢીયાર
...................................................................................................................................................................................................

આર્યુવેદ [ લીમડા વિશે જાણવા જેવું ]


•થોડા પાણીમાં લીમડાનાં પાન ઉકાળીને કડક “ચા” બનાવીને નાહવાના પાણીની બાલદીમાં ઉમેરીને (થોડાં ટીપાં રોઝ વોટરના ઉમેરવાં) નાહવાથી ચામડીના રોગો થતા નથી.

•પગની પાની કે એડીઓના દુખાવામાં લીમડાનો કડક ઉકાળો બનાવીને હૂંફાળો થવા દઈને તેમાં પગ બોળવા.

•નારિયેળ તેલમાં લીમડાનું તેલ ઉમેરીને વાળમાં નાખવાથી ખોડો, જૂ વગેરે વાળની સમસ્‍યા નાશ પામે છે. આ તેલ અઠવાડિયે એકવાર, એમ ત્રણ અઠવાડિયાં સુધી કે જરૂર લાગે ત્‍યાં સુધી નાખવું.

•વેસેલીનમાં ૧:૫ના પ્રમાણમાં લીમડાનું તેલ ઉમેરીને શરીર પર લગાડવાથી મચ્‍છરો દૂર ભાગે છે. તે ઉપરાંત ચામડીનાં દર્દો, નાના-મોટા ઘા કે થોડું દાઝયા હોય તેના પર ફાયદાકારક છે.

•ગળાનો સોજો કે શરદી હોય તો લીમડાનાં ૨ થી ૩ પાન નાખીને ઉકાળેલા હૂંફાળા પાણીથી કોગળા કરવા, એન્‍ટી બાયોટિક દવાની જરૂર નહીં પડે.

•ખીલ-ફોડલીઓ પર લીમડાના પાઉડરને પાણીમાં કાલવીને લગાડવો.

•સાઈનસની તકલીફમાં લીમડાનું તેલ નેઝલ ડ્રોપ્‍સ તરીકે વાપરી શકાય છે. (સવાર-સાંજ બે ટીપાં).

•સારામાં સારી અને સસ્‍તી બાયોપેસ્ટિસાઈડ છે.

•કાનમાં દુખાવો હોય તો ઉકાળેલા લીમડાનાં હૂંફાળા પાણીનાં ટીપાં કાનમાં નાખવાં લીમડાના તેલનાં ટીપાં પણ નાખી શકાય.

•આજકાલ ફેલાતા ચિકનગુનિયા જેવા તાવમાં પણ લીમડો તથા ઘીલોયને વાટીને પીવાથી અકસીર ઈલાજ થાય છે. શ્રી રામદેવજી મહારાજ (યોગશાસ્‍ત્રી) પણ ચિકનગુનિયાના તાવમાં આ ઈલાજને અકસીર ગણાવે છે.

•લીમડાની ડાળીઓનાં દાંતણ કરવાથી દાંતનો સડો અટકાવી શકાય છે.

•સૂકા પાન અનાજમાં રાખવાથી અનાજમાં પડતી જીવાત અટકાવાય છે, પરંતુ દર ત્રણથી ચાર મહિને આ પાન બદલવાં જરૂરી છે.

•લીમડાનો રસ ગૂડી પડવાને દિવસે પીવાનું માહાત્‍મ્‍ય છે. એનાથી તાવ-શરદી જેવા ચૈત્ર મહિનાના રોગોથી બચી શકાય છે.

•લીમડાનાં પાંદડાનો ધૂપ કરીને મચ્‍છરો ભગાવી શકાય છે.

•તેલનો દીવો કરો તો તે તેલમાં લીંબોળીનું તેલ થોડું ઉમેરવાથી પણ મચ્‍છરો દૂર ભાગે છે.

•લાંબી માંદગીમાં સૂઈ રહેવાથી પડતાં ચામઠાંને લીમડાની પથારી દ્વારા અટકાવી શકાય છે. (ચાદરની નીચે લીમડાનાં પાન પાથરીને પથારી કરવી)
......................................................................................................................................................................
!!!!!!!!!! બીલી !!!!!!!!!!!!!

આસુતોષ એટલે કે બહુ સહેલાઇથી રીઝે એવા, સદાય સૌનું કલ્યાણ કરતા શિવ ભગવાનની જેમ ગમે તેવી જમીનમાં અને કોઇપણ આબોહવામાં ઓછા પાણીએ સહેલાઇથી ઉછરી શકતું, શિવને પ્રિય એવું બીલીનું ઝાડ પણ શિવની જેમ જ માનવજાત માટે ઘણું જ કલ્યાણકારી છે. એટલે જ શિવ મંદિરોમાં બીલીનું વૃક્ષ અચૂક જોવા મળે છે. જ્યાં બીલીનું વૃક્ષ હોય છે ત્યાં હવા શુધ્ધ રહે છે અને તેના ફૂલમાંથી પ્રસરતી સુગંધના કારણે આજુબાજુનું વાતાવરણ મહેકતું રહે છે. શ્રાવણ માસમાં શિવજીને બીલીપત્ર ચઢાવવાની પરંપરા ભારતમાં હોવાથી આ ઝાડ આપણા સૌના જીવન સાથે વણાયેલી છે.

અનુક્રમણિકા                                       
    ૧ બીલીનો પરિચય
    ૨ બીલીના ગુણો
    ૩ બીલીના ઉપયોગ
    ૪ બીલીનો શિવજી માટે મહત્ત્વ
    ૫ ચિત્ર દર્શન
    ૬ બાહ્ય કડીઓ


બીલીનો પરિચય

વૈજ્ઞાનિક નામ : ઇગલ માર્મેલોસ (Aegle marmelos) ભારત ઉપરાંત બ્રહ્મદેશ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલાયા, શ્રીલંકા, જાવા, ફિલીપાઇન્સ વગેરે દેશોમાં બીલીનું વૂક્ષ જોવા મળે છે.
બીલીના ગુણો

બીલીના ફળમાં દર ૧૦૦ ગ્રામ ખાવાલાયક ભાગમાં પાણી ૫૪.૯૬ગ્રામ, પ્રોટીન ૧.૮ ગ્રામ, ચરબી ૦.૨ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ્સ ૨૮.૧૧ ગ્રામ, કેરોટીન ૫૫ મીલીગ્રામ જેટલા પોષક તત્વો હોય છે. વધુમાં બીલીના પાન, ફળ, છાલ તેમ જ મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવા કે આલ્કેલોઇડઝ, કુમેરીન, સ્ટેરોઇડ, થાઇમીન, રીબોફલેવીન તથા વિટામીન-સી પણ ગણનાપાત્ર પ્રમાણમાં રહેલા છે.
બીલીના વૃક્ષ પર લાગેલાં ફળ
બીલીના ઉપયોગ

આંખના રોગોમાં બીલીના પાન વાટીને આંખમાં આંજવામાં આવે છે. દશમૂળ નામની આયુર્વેદિક બનાવટમાં બીલીનાં પાન વપરાય છે. મધુપ્રમેહની સારવારમાં કેટલાક વૈદ્યો અમૂક સંજોગોમાં આ પાનનો ઉપયોગ કરે છે. ભગવાન શિવજીની પૂજામાં ખાસ કરીને શ્રાવણ માસમાં બીલીપત્રનો ઉપયોગ થાય છે. બીલીના કાચાં ફળનું શાક તથા અથાણું થાય છે. કાચાં બીલાંનો ગર્ભ સૂકવીને રાખી શકાય છે. પાકાં બીલાં ગળ્યા લાગે છે, જે ખાવાના કામ આવે છે. વળી એનું શરબત પણ બનાવી શકાય છે, જે ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. પાકાં બીલાંનો ગર્ભ ઝાડા તેમ જ મરડામાં ઔષધ તરીકે વપરાય છે. બીલાં ઘણા જ પૌષ્ટિક અને ગ્રાહી છે. આથી અશક્તિમાં એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત અન્ય આયુર્વેદની બનાવટો, જામ, સીરપ, સ્કવોશ, જેલી, ચોકલેટની બનાવટમાં પણ બીલીના ફળનો ઉપયોગ થાય છે.
બીલીનો શિવજી માટે મહત્ત્વ

ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્ત્વ વધાર્યું છે. એક વખત ફરતાં ફરતાં દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રસ્વેદ બિંદુ આવ્યું. દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું.

અન્ય એક પૌરાણિક એવી પણ સમજણ છે કે વૃક્ષના મૂળમાં શિવપાર્વતી, છાલમાં ગૌરી, પુષ્પોમાં ઉમાદેવી, પત્રોમાં પાર્વતી તથા ફળમાં કાત્યાયની છે. ટૂંકમાં, સમગ્ર વૃક્ષમાં દેવીનો જુદા જુદા સ્વરૂપે વાસ છે. તેથી ભગવાન શિવજીના પૂજનમાં બિલ્વપત્રનું અદકું મહત્ત્વ છે.

એમ કહેવાય છે કે બિલ્વવૃક્ષ એ મહાદેવનું જ રૂપ છે અને દેવતાઓ પણ એની સ્તુતિ કરે છે. બિલ્વપત્ર માટે એક તાત્ત્વિક સમજણ છે કે તે ત્રિદલ છે અને ત્રણ પાંદડા જ્ઞાન, કર્મ અને ભકિતનું પ્રતીક છે.

બીલીપત્ર એટલે ધાર્મિક તેમ જ આર્યુવેદીક મહત્વ ધરાવતી વનસ્પતિ બીલીનાં પાંદડાં. બીલીપત્રનું ત્રણ પાંદડાનું ઝુમખું હોય છે. શંકર ભગવાનના પુજનમાં બીલીપત્ર ચડાવવામાં આવે છે.

સૌજન્ય- http://gu.wikipedia.org/
.........................................................................................................................................................................
 દાંતને સફેદ અને ચમકદાર બનાવશે આ 20 નુસખા

તમારાં દાંત માત્ર વાતો કરવામાં કે ભોજન ચાવવામાં જ મદદરૂપ થાય છે તેવું નથી. દાંત એ તમારાં વ્યક્તિત્વને પણ અનોખી ઓળખ આપે છે. આજે માર્કેટમાં દાંતને ચમકતા રાખવાની પ્રક્રિયા અને મોંઘા દંત ઉપચારોની ભરમાર જોવા મળે છે. જે તમારાં દાંતને મોતી જેવા ચમકદાર બનાવવાના વાયદા કરે છે. પરંતુ અહીં આપેલા 20 નુસ્ખા તમારાં દાંતને સ્વાભાવિક રીતે ચમકદાર બનાવવામાં મદદરૂપ સાબિત થશે. સુંદરતા માત્ર ચહેરાથી જ નથી હોતી, જો તમારાં દાંત સફેદ નહીં હોય તો તમે બીજાંની સામે હાંસીપાત્ર પણ બની શકો છો. આ માટે જરૂરી છે કે તમે એવી બાબતો અંગે જાણકારી મેળવી લો જેનાતી તમારાં દાંત સફેદ અને ચમકદાર બની શકે છે.

    માઉથવોશ, કોફી અને સોડાનો ઉપયોગ ટાળો, ઘણીવખત કોફી, સોડા અને ક્યારેક ક્યારેક માઉથવોશના કારણે પણ તમારાં દાંત પીળા પડી શકે છે.
    દિવસમાં ઓછાંમાં ઓછા બે વખત બ્રશ કરવાની આદત પાડો. તેનાથી દાંતના સડાના કારણભૂત બનતા દાંતોની વચ્ચે રહેલા પ્લાક અને બેક્ટેરિયા નિકળી જશે. તેથી દાંતના સડાથી બચવા માટે દિવસમાં બે વખત બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે.
    જો ક્યારેક ઉતાવળમાં તમે દાંત સાફ નથી કરી શક્યા તો કોઇ રસવાળું ફળ ખાઇ લેવું જોઇએ. જે દાંત પર પ્રાકૃતિક બ્રશ તરીકે કામ કરે છે. સાઇટ્રસથી ભરેલા ફળો મોંઢામાં લાળ વધારીને પ્રાકૃતિક રીતે દાંતની પીળાશને ઓછી કરે છે. તથા દાંતને સાફ કરીને ચમકદાર બનાવે છે. સાથે સાથે વિટામિન સીથી ભરેલી સ્ટ્રોબેરી અને કીવી જેવા ફળ તમારાં પેઢાંને મજબૂત બનાવે છે. સફરજન કે નાસપતી જેવા ફળો પણ ઘણાં લાભદાયક છે કારણ કે તેનાથી મોંઢામાં લાળનું પ્રમાણ વધી જાય છે.
    ઘણાં લોકોને ફ્લોસિંગની અવધારણા પ્રત્યે શંકા હોય છે. ઘણાંને એવું છે તેનાથી દાંતના પેઢામાંથી લોહી વહેવાનું શરૂ થઇ શકે છે. જો આ પ્રક્રિયાને ધ્યાનથી કરવામાં આવે તો તે તમારાં દાંતને સ્વસ્થ બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે અને તમને દાંતના સડામાંથી પણ બચાવે છે.
    પનીર, દહીં જેવા ડેરી પ્રોડક્ટ્સથી પેઢાંની બિમારીઓ ઓછી થાય છે સાથે સાથે દાંતની સફેદી જાળવામાં મદદ કરે છે. દંતવલ્કને સુરક્ષિત અને મજબૂત બનાવી રાખવાની સાથે સાથે સખત પનીર અને નરમ પનીરની સરખામણીમાં દાંતને સફેદ અને ચમકદાર રાખવામાં વધારે પ્રભાવી છે.
    તલ પ્લાકને ખતમ કરીને દાંતને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. તેમાં ભરપૂર માત્રામાં રહેલું કેલ્શિયમ દાંત અને પેઢાંની આસપાસના હાડકાને મજબૂત બનાવે છે. સૂરજમુખીના બીજમાં ફાઇબર, પ્રોટીન અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સાથે સાથે તે મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજ પણ પ્રદાન કરે છે. સૂરજમુખીના બીજને ચાવવાથી તમારાં મોઢાંમાં દુર્ગંધ નહીં આવે અને દાંતના સડામાંથી પણ બચાવશે.
    વિટામિન એથી ભરપૂર બ્રોકોલી, ગાજર જેવા શાકભાજી દંતવલ્કના ગઠનમાં મદદરૂપ સાબિત થાય છે. આ શાકભાજીને કાચા જ ખાવાનો આગ્રહ રાખો. કારણ કે કાચા શાકભાજી તમારાં પેઢાંની માલિશ કરીને દાંતોને સાફ કરે છે અને તેની સફેદી જાળવી રાખે છે.
    એક જ સ્ટ્રોના ઉપયોગથી તમારાં દાંત મજબૂત બનશે. આનાથી અન્ય કોઇ પણ ડ્રીંક્સના સેવનથી થતાં નુકસાનથી બચાવશે. તેનું એક કારણ એ પણ છે કે અલગ અલગ સ્ટ્રોના ઉપયોગથી ડ્રીંક્સ તમારાં દાંતને અડ્યા વગર સીધું તમારાં મોઢાંમાં જાય છે.
    દર બે મહિનામાં એક નવું બ્રશ ખરીદવાનો આગ્રહ રાખો. નિયમિત અંતરે તમારું બ્રશ બદલવું ખૂબ જ જરૂરી છે. રોજિંદા વપરાશને કારણે દાંતના બ્રિસલ્સ સખત થઇ જાય છે. જે તમારાં દાંતના ઉપરના પડને નુકસાન પહોંચાડે છે. આ કારણોથી તમારાં દાંત ઝડપથી પીળા પડવા લાગશે.
    લીંબુ અને મીઠાના મિશ્રણનો ઉપયોગ તમારાં દાતને ચમકાવશે. લીંબુમાં કુદરતી રીતે રહેલું સાઇટ્રિક એસિડ જ્યારે મીઠાં સાથે ભળે છે ત્યારે યોગ્ય કામ કરે છે.
    ચમકદાર દાંત માટે નિયમિત રીતે દાંતને મીઠાં અને લીંબુના રસના મિશ્રણથી સાફ કરો.
    કેલ્શિયમનું સેવન તમારાં દાંતની મજબૂતાઇ જાળવી રાખવામાં મદદરૂપ થશે. સાથે સાથે તે દાંતની ચમકને પણ જાળવી રાખે છે.
    તમારાં બ્રશને શૌચાલયથી ઓછામાં ઓછું 6 ફૂટ દૂર રાખો. એવું કહેવાય છે કે ફ્લશમાંથી ઉત્પન્ન થતા હવાઇકણોથી બ્રશને બચાવવા માટે તેને શૌચાલયથી ઓછામાં ઓછું 6 ફૂટ દૂર રાખવું જોઇએ. તેનાથી દાંત સ્વસ્થ રહે છે અને કોઇ પણ પ્રકારથી થતા નુકસાનથી બચી શકાય છે.
    નિયમિત રીતે ડેન્ટિસ્ટ પાસે પરિક્ષણ કરાવવાનો આગ્રહ રાખો. જે લોકો વર્ષમાં એકવાર પણ ડેન્ટિસ્ટ પાસે તેમના દાંતોનું ચેકઅપ નથી કરાવતા તેઓના દાંત વધારે ખરાબ અને બગડેલા હોય છે.
    જો તમારાં દાંત ખરાબ થઇ ગયા છે અને ઘરેલૂ ઉપચાર દ્વારા તેની ચમક પરત લાવવાનું અસંભવ બની ગયું છે તો તમે ટીથ વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટનો સહારો લઇ શકો છો. આ ઉપચાર તમારાં દાંતને અમુક હદ સુધી ચમકદાર બનાવી શકે છે.
    ફૂદીનાવાળી ટૂથપેસ્ટ દાંતને ચમકદાર બનાવવામાં મદદગાર સાબિત થાય છે. તેના સકારાત્મક પરિણામ તરત જ નહીં પરંતુ થોડાં સમય બાદ જોવા મળશે.
    આનુવંશિક કારણોસર પણ ઘણાં લોકોના દાંત ખરાબ બની શકે છે અને આ બાબતોથી લોકો અજાણ્યા હોય છે. તેથી ખરાબ દાંત માટેનું યોગ્ય કારણ જાણવા માટે ડેન્ટિસ્ટ પાસે તમારાં દાંતની તપાસ કરાવવી જરૂરી છે.
    વધારે માત્રા ધરાવતી એન્ટિબાયોટિક્સ દવાઓના સેવનના કારણે પણ તમારાં દાંત પીળા પડી શકે છે. તેથી વ્યર્થમાં એન્ટિબાયોટિક્સ દવાઓનું સેવન ના કરશો.
    પરફેક્ટ બ્રશ તમારી અનેક સમસ્યાઓનું નિવારણ બની શકે છે. એક સાધારણ ટૂથબ્રશને લોકો તેમના દાંત પર જોરથી ઘસે છે. તેથી તમારાં દાંતને નુકસાન પહોંચે છે. આનાથી તમારાં પેઢાંને પણ નુકસાન થાય છે અને દાંતની વચ્ચે જગ્યા થઇ જાય છે. સેનિક ટૂથબ્રશના ઉપયોગથી આ તમામ સમસ્યામાંથી તમને નિવારણ મળી શકે છે.
    ટીથ વ્હાઇટનિંગ કીટ તમારાં દાંતની ચમકને જાળવી રાખશે. એક સુરક્ષિત અને કોઇ પણ સાઇડ ઇફેક્ટવાળી બ્રાન્ડની પસંદગી કરવા માટે તમારાં ડોક્ટરની સલાહ લો.
    અનુચિત પાચનક્રિયા પણ તમારાં દાંતની પીળાશ માટે જવાબદાર બની શકે છે. તેને સુધારવા માટે તમારાં ખાણીપીણીની આદતોમાં બદલાવ લાવો. નિયમિત રીતે વ્યાયામ કરો અને સ્ટ્રેસથી બચો.
.............................................................................................................................................................................................................
 સૌથી મહત્વનું અંગ એટલે "આંખ - ઘરેલું ઉપચારો

* આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે.
* આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.
* હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્તણ પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.
* રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે.
* ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દષ્ટિ વધે છે.
* ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે તેથી બળતરામાં આંખમાં દીવેલ આંજવાથી આરામ થાય છે.આંખોની રતાશ અને બળતરા મટે છે.
* આંખની બળતરામાં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે.
* ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્યાે પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવા જેવા દર્દો મટે છે.
* હિંગને મધમાં મેળવી, રૂ ની દિવેટ બનાવી, તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્ત્રાથવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.
* ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે.
* મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.
* બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં નાખવાથી રતાંધણાપણું મટે છે.
* પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.
* સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધણાપણું મટે છે.
* કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાંખવાથી રતાંધણાપણું મટે છે.
* આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે.
* સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે. અને આંખનું તેજ વધે છે.
* આંખમાં ઠંડા પાણીની છાલક રોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
* કોથમીરનો રસ કાઢી, ચોખ્ખાા કપડાથી ગાળી, તેનાં બબ્બેઆ ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે. ખીલ, ફુલું, છારી વગેરે મટે છે, ચશ્માંાના નંબર ઊતરે છે.
* મધ અને સરગવાનાં પાનનો રસ આંખમાં નાખવાથી આંખના બધા રોગો મટે છે.
* નાગરવેલનાં પાનનો રસ આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે.
* જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
* ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, તે પાણીથી આંખો ધોવાથી દુઃખતી આંખો સારી થાય છે.
* શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ, બરાબર એકરસ કરી, બાટલીમાં ભરી રાખો. રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્માનનાં નંબર ઘટે છે.
* અધકચરા ત્રિફળા રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
* સાકર પાણીમાં ઘસી તેનો ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોનું ફૂલુ મટે છે. આંખ સ્વખચ્છ થાય છે અને આંખોનું તેજ વધે છે.
* આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી લગાડવાથી ઘણી રાહત થાય છે.
* સફેદ કાંદાનો રસ મધમાં મેળવીને આંખમાં નાખવાથી દુઃખતી આંખ સારી થાય છે અને આંખનું તેજ વધે છે.
* હળદર, ફટકડી અને આમલીના પાન સરખા પ્રમાણમાં લઈ, તેને વાટી, પોટલી કરી, ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.
* સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ, બન્નેાનું ચૂર્ણ કરી, પાણીમાં ઉકાળી, ઠંડુ થાય ત્યાકરે કપડાંથી ગાળી, ટલીમાં ભરી લેવું, એ પાણીનાં બબ્બેણ ટીપાં દરરોજ સવાર સાંજ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.
* તેલ વગરની તુવેરની દાળ, પાણી સાથે પથ્થ ર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે.જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો મટે છે અને આંખનું તેજ વધે છે.
* આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઊતરે છે.
* દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.
* તંદુરસ્તા ગાયના તાજા છાણને કપડાંથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે.
* મોતીયો-ઝામર, વેલ કે આંખના દુઃખાવામાં પેશાબનું અંજન કરવાથી મટી જાય છે.
(કંઈપણ સારવાર કરતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી.)
........................................................................................................................................................................................................
 સાવ સસ્તા ઘરેલૂ ઉપાયથી ભગાડો મચ્છર, બજારની પ્રોડક્ટ્સની જરૂર નહીં પડે!


ઋતુ બદલાવાની સાથે જ તેનાથી જોડાયેલા સારા અને ખરાબ બદલાવો પણ આવે છે. ઠંડીમાં જીણી મચ્છીઓ, મચ્છરો, કીડાઓ વગેરેનો ત્રાસ વધી જાય છે. આ મચ્છરોના કરડવાથી ખતરનાક બીમારીઓ પણ થાય છે. મચ્છરોને દૂર કરવા માટે આપણે કેટલાય પ્રયત્નો કરતા રહીએ છીએ. બજારમાંથી નવા પ્રોડક્સ લાવવાથી માંડીને બીજું ઘણું જ આપણે ઉપયોગમાં લઇએ છીએ. પરંતુ મચ્છરોને દૂર કરવા માટેના કેટલાક સરળ ઉપાયો આપણી આજુ-બાજુ છે, જેનો આપણને ખ્યાલ નથી રહેતો. આપણી આસપાસ અને ઘરમાં જ એવા પ્રાકૃતિક ઉપાયો છે જેનો ઉપયોગ કરવાથી મચ્છરોનાં ત્રાસથી આપણને આઝાદી મળી શકે છે.
મચ્છરના કરડવાથી ગંભીર બીમારીઓ, વાયરલ, પેરાસાઇડ વગેરે એક માણસથી બીજા માણસમાં ફેલાય છે, જે ખુબ જ ખતરનાક હોય છે. મચ્છરથી ફેલાતી મુખ્ય બીમારીઓ મલેરિયા- ડેંગૂ, ફિલેરીયા, કમળો, જપાનિઝ એન્સેફલાઇટિસ, ચિકનગુનિયા વગેરેનો સમાવેશ થાય છે.
ઘરમાં ઉગાડો મચ્છરોને દૂર કરતા છોડ
આપણે આપણા ઘરમાં મચ્છરોથી છૂટકારો મેળવવા માટે કેટલાય કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ. આ કીટનાશક આપણાં શરીરમાં એલર્જી પેદા કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જો તમે મચ્છરોથી છુટકારો મેળવવા માટે કોઇ પ્રાકૃતિક ઉપાય શોધી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું મચ્છર ભગાડવાના 10 ઉપાયો.
લીમડાનું તેલ-
લીમડાનું તેલ અને નારીયેળનાં તેલ 1:1 સપ્રમાણ મેળવીને તમારા શરીર પર લગાવવું. તેની ગંધથી એક પણ મચ્છર તમારી આસ-પાસ નહી ફરકે.
નીલગીરી અને લીંબુનું તેલ-
નીલગીરી અને લીંબૂનાં તેલને એક સાથે મેળવીને શરીર પર લગાવવાથી મચ્છર પાસે નહી આવે. આ તેલ એન્ટીસેપ્ટિક પણ છે, અને મચ્છરોને ભગાડવામાં પણ કામ આવે છે.
કપૂર-
આ એક પ્રાકૃતિક વસ્તુ છે જે ખુબ જ અસરકારક હોય છે. કપુરને બાળીને તેને રૂમમાં રાખી રૂમના બધા જ બારી બારણા બંધ કરી દેવા. 20મિનિટ પછી તમે જોશો કે મચ્છર ભાગી ગયા હશે.
તુલસી-
તુલસી મચ્છરને દૂર ભગાડવા માટે ખુબ અસરકારક હોય છે. આયુર્વેદનાં આધારે જો તમે તમારી બારીની સામે તુલસીનો છોડ રાખશો, તો તે મચ્છરોને ભગાડવામાં અસરકારક બને છે. તુલસી મચ્છરોને તેની આસપાસ ફરકવાથી રોકે છે.
લસણ-
લસણની સુગંધ બહુ તેજ હોય છે, જેને સુંઘીને મચ્છર દૂર ભાગી જાય છે. થોડા લસણને પીસીને તેને પાણીમાં ઉકાળી લઇ તે પાણીને સ્પ્રે બોટલમાં ભરીને આખા ઘરમાં છિડકવું. આનાથી મચ્છરોનો ત્રાસ દૂર થશે.
ટી ટ્રી ઓઇલ-
આ પ્રાકૃતિક તેલ જીવાણુરોધી છે. જેને શરીર પર લગાવી મચ્છરોથી છુટકારો મેળવી શકાય છે. આ તેલની સુગંધ રૂમમાંથી મચ્છરોને દૂર ભગાડી શકે છે.
ફુદીનો-
ફુદીનાની પાંદડીઓને જો તમે ઇચ્છો તો બારીની બહાર લગાવી શકો છો અથવા તો શરીર પર લગાવીને પણ મચ્છરને દૂર કરી શકો છો.
લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ)-
લવેન્ડરની સુગંધ ખુબ સારી માનવામાં આવે છે, પરંતુ તેની તેજ સુગંધ મચ્છરોને થોડી ઓછી પસંદ હોય છે. આના તેલને તમે રૂમ ફ્રેશનર અથવા તમારા શરીર પર લગાવીને કરી શકો છો.
લેમનગ્રાસ-
લેમનગ્રાસનું તેલ પણ ખુબ જ પ્રભાવશાળી હોય છે, જેને લગાવવાથી મચ્છરોના કરડવાનાં નિશાન દૂર થાય છે. તેને બાળીને તેમાંથી ઉત્પન થતો ધુમાડાથી મચ્છર ભાગી જાય છે. આ એક ઘાસ છે જેમાં લીંબૂ જેવા સિટ્રસની સુગંધ આવે છે.
છોડ ઉગાવવાં-
જો તમને લાગે છે કે ઘરમાં છોડ ઉગાડવાથી મચ્છરનો ત્રાસ વધી જાય છે, તો તમે ખોટુ વિચારો છો. તમારે એવા છોડ ઉગાડવા જોઇએ જે મચ્છરોને ભગાડવામાં અસરકારક હોય છે. ધરમાં તુલસી, ફુદિનો, ગલગોટા, લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ) અને લવિંગનો છોડ લગાવવો.
__._,_.___
...........................................................................................................................................................................................................
 10 જીવલેણ રોગો ચોમાસામાં કરે છે પગપેસારો, બચવા કરજો ઉપાય!
http://hhhhhealth.blogspot.in

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ સામાન્ય રીતે ચોમાસાનો અર્થ ગરમ ચા અને ગરમાગરમ નાસ્તો, બેકગ્રાઉન્ડમાં વાગતું રેટ્રો મ્યુઝિક અને બારીના કાચ પર વરસાદની બૂંદો એવો કરવામાં આવે છે. પરંતુ ઘરની બહાર નિકળતા જ કોઇ કોઇ તસવીર જેવી આ સ્થિતિ જાણે બારીમાંથી બહાર નિકળી જાય છે. વરસાદનું વાતાવરણ સરસ તો હોય છે પણ તે બિમારીનો પ્રકોપ પણ લાવે છે. તમારે વરસાદમાં થતા 10 એવા રોગો વિશે જાણવાની જરૂર છે જે આ ચોમાસામાં થઇ શકે છે. કેટલાંક રોગો એવા છે જેનો ઇલાજ શક્ય છે અને બાકી તમારાં જીવને જોખમ પેદા કરી શકે છે.

મેલેરિયા
ચોમાસામાં સૌથી વધારે જે બિમારી થવાની શક્યતા છે તેમાં મેલેરિયા પહેલા નંબરે છે. માદા એનોફેલિઝ મચ્છર મલેરિયાના કારણે બને છે, તે સામાન્ય રીતે પાણી ભરાતા હોય તેવા ક્ષેત્રોમાં પ્રજનન કરે છે. તેથી મેલેરિયાથી બચવા માટે તમારી પાણીની ટાંકીને સાફ કરતા રહો. મેલેરિયાના સામાન્ય લક્ષણો છે - તાવ, કંપન, માંસપેશીઓમાં દર્દ અને કમજોરી છે.

ડાયરિયા
આ ચોમાસામાં થતો સૌથી સામાન્ય રોગ છે, જે અસ્વચ્છ ભોજન અથવા પીણાંથી થાય છે. ડાયરિયાના બે મુખ્ય પ્રકાર છે - તીવ્ર ડાયરિયા અને ક્રોનિક ડાયરિયા. આ બંનેને રોકી શકાય છે અને તેમના ઇલાજ પણ સંભવ છે. આંતરડાંની સમસ્યા રોકવા માટે યોગ્ય સ્વચ્છતા જાળવો, ભોજન લેતા પહેલા હાથ ધૂઓ અને પાણી ઉકાળીને પીવો.

ડેન્ગ્યુ
ડેન્ગ્યુનો તાવ મચ્છરોના કારણે થતો એક રોગ છે, જેના સામાન્ય લક્ષણ તાવ, શરીરમાં દર્દ, સાંધાનો દુઃખાવો અને શરીરમાં દાણા થવા છે. આ મચ્છરથી બચવા માટે ઇન્સેક્ટ રિપેલેન્ટનો ઉપયોગ કરો અને પોતાને કપડાંથી ઢાંકેલા રાખો.

ચિકનગુનિયા
ચિકનગુનિયા સંક્રમિત એડીઝ એલબોપિક્ટસ મચ્છરોને કરડવાથી થાય છે. આ મચ્છર રોકાયેલા પાણીમાં પ્રજનન કરે છે અને દિવસના અજવાળામાં કરડે છે. ચિકનગુનિયાના સામાન્ય લક્ષણોમાં અચાનક થતો તાવ છે જેના કારણે સાંધાનો દુઃખાવો થાય છે. ચોમાસાની આ બિમારીથી બચવા માટે પાણીના કન્ટેનરને નિયમિત રીતે સાફ કરો અને ઇન્સેક્ટ રિપેલેન્ટનો ઉપયોગ કરો.

ટાઇફોઇડ
ટાઇફોઇડ એક પાણીથી થતો રોગ છે જે ચોમાસા દરમિયાન વધારે થાય છે. ટાયફી બેક્ટેરિયા ટાઇફોઇડ ફેલાય છે. જે દૂષિત પાણી અથવા ભોજનના માધ્યમથી ફેલાય છે. અસ્વચ્છતા પણ આ બિમારીને ફેલાવવાનું કામ કરે છે. ટાઇફોઇડના સામાન્ય લક્ષણ છે - તાવ, માથાનો દુઃખાવો, દર્દ અને ગળામાં દુઃખાવો. આ બિમારીને બચવા માટે નિયમિત રીતે પોતાના હાથ ધોયા અને સડકના કિનારે ભોજન અથવા પાણી પીવાથી બચો અને વધારે માત્રામાં સ્વસ્થ તરલ પદાર્થ પીવો.

વાઇરલ
તાવ જો કે વાઇરલ છે જે દરેક સિઝનમાં થાય છે, પરંતુ ચોમાસા દરમિયાન તે વધારે થાય છે. વાઇરલ તાવના સામાન્ય લક્ષણ હળવા તાવથી લઇને ગંભીર તાવ સુધી થાય છે. જે શરદી અને ખાંસીની સાથે 3થી 7 દિવસો સુધી રહે છે.

કોલેરા
કોલેરા ચોમાસાની એક ઘાતક બિમારી છે. જે સામાન્ય રીતે દૂષિત ભોજન અને પાણીના કારણે થાય છે. કોલેરાના કારણે ગંભીર ડાયરિયા કોલેરાના સામાન્ય લક્ષણ છે. સાફ પાણી પીને અને સ્વસ્છતા રાખીને તમે કોલેરાથી બચાવી કરી શકો છો.

લેપ્ટોસ્પાઇરોસિસ
લેપ્ટોસ્પાઇરોસિસ વેલ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. જે ગંદા પાણી અથવા ગંદા પાણીના સંપર્કમાં આવવાથી થાય છે. લેપ્ટોસ્પાઇરોરસિસના સામાન્ય લક્ષણ છે - માથાનો દુઃખાવો, માંસપેશીઓનો દુઃખાવો, તાવ, કંપન અને સોજા. ચોમાસામાં આ બિમારીથી બચવા માટે બહાર ફરતી વખતે તમારાં પગને ઢાંકીને રાખો અને દરેક પ્રકારના ઘાને યોગ્ય રીતે સાફ કરો.

કમળો
કમળો વાઇરલ સામાન્ય રીતે દૂષિત પાણી અને ભોજનના કારણે ફેલાય છે. કમળોના લક્ષણ કમજોરી, પીળું મૂત્ર, ઉલટી અને યકૃત રોગ છે. આ મોનસૂન પીલિયા રોગથી દૂર રહેવા માટે ઉકાળેલું પાણી અને સ્ટ્રીટ ફૂડ ખાવાથી બચો.

પેટનું ઇન્ફેક્શન
ચોમાસું પોતાની સાથે ગંભીર પેટનું ઇન્ફેક્શ જેમ કે ગેસની સમસ્યા પણ લાવે છે. જેના કારણે ઉલટી, ઝાડા, ડાયરિયા અને પેટમાં દર્દ થઇ શકે છે. પેટની સમસ્યાથી બચવા માટે રોડ સાઇડ ફૂડ ખાવાથી બચો, ઉકાળેલું પાણી પીવો અને વધારે માત્રામાં તરલ પદાર્થ પીવો.
 http://hhhhhealth.blogspot.in
...............................................................................................................................................................

અનેક રોગોમાં ઉપયોગી ફટકડી

 

 લાઈફસ્ટાઈલ ડેસ્ક : ફટકડી એક એવું ક્રિસ્ટલ છે, જે લગભગ બધા જ ઘરોમાં સરળતાથી મળી રહે છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. અનેક ગુણોની ખાણ છે ફટકડી. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે, આથી તમે તેને બગલમાં લગાવીને તેનો ડિયોડ્રંટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ અનોખી વસ્તુ એન્ટિબેક્ટેરિયલ હોય છે, આથી દાંતો સાથે જોડાયેલા રોગોથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગકરી શકો છો. ચલો આજે જાણીએ ફટકડી સાથે જોડાયેલા આવા જ કેટલાક લાભદાયક ગુણોં વિશે.

1. ફટકડીને તમે કંઈ વાગ્યું હોય તેના પર ઉપયોગ કરી શકો છો. ફટકડીના પાણીને ઝખમ પર લગાવવાથી લોહી નીકળતું બંધ થઈ જશે. તમે ફટકડીનું ચૂરણ  બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

2. મોઢા પરની કરચલીઓં દૂર કરવા માટે પણ ફટકડી ઉપયોગી છે. તેના માટે પહેલા મોઢાંને પાણીથી ધોઈ લો. ત્યાર બાદ ફટકડીને ઠંડા પાણીમાં પલાળીને ચહેરા પર હલ્કા હાથે માલીશ કરો. ત્યાર બાદ તેને સૂકાવવા દો. ત્યાર બાદ તેને હાથની મદદથી જ નીકાળીને ઠંડા પાણીથી સાફ કરી લો. થોડા મહિનાના પ્રયોગ બાદ તમારો ચહેરો ચમકદાર અને યંગ બની જશે.

3. દમ અને ખાંસી જેવી બિમારીયોં હોય તો, અડધો ગ્રામ ફટકડીને ખાંડીને તેમાં મધ મિક્સ કરી લો. આ મિશ્રણને ચાટી જાવ. તૈયારીમાં આપને લાગ મળશે.

4. એન્ટિબેક્ટિરીયલ અને એસ્ટ્રિજેંટ તત્વ હોવાના કારણે ફટકડી દાંતના રોગોને પણ દૂર કરી શકે છે. તમે તેનો ઉપયોગ માઉથવોશ તરીકે પણ કરી શકો છો.

5. ફટકડીને ન્હાવાના પાણીમાં ઓગાળીને તેનો ઉપયોગ કરવાથી ખરજવું અને શરીરની દુર્ગંધથી તમે છુટકારો મેળવી શકો છો.

6. કીડી કે મકોડાએ ડંખ માર્યો હોય ત્યારે ફટકડીના ટુકડાને તે જગ્યા પર ઘસો. આનાથી સોઝો, ઝખમ અને લાલાશ દૂર થશે.

7. ફટકડીને ચહેરા પર લગાવવાથી ચહેરો ઉજળો બને છે અને તમારી સ્કિન ટોન પણ થઈ જાય છે.

8. એક લીટર પાણીમાં 10 ગ્રામ ફટકડીના ચૂરણને ઓગાળી લો. આ પાળીથી વાળ ધોવાથી માથામાં રહેલી જુ મરી જાય છે.

9. ગળામાં કાંકડાની સમસ્યા થાય ત્યારે, ગરમ પાણીમાં એક ચપટી ભરીને ફટકડી અને મીઠું નાખીને કોગડા કરો. આનાથી કાંકડાની તકલીફમાં જલ્દીથી આરામ મળી જાય છે.
http://hhhhhealth.blogspot.in
.................................................................................................................................................................
આજ-કાલના ખોરાક, પ્રદુષણ અને હાડમારીવાળી જીંદગીના કારણે નાની ઉંમરમાં જ વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યા બહું જોવા મળી રહી છે.

ભરાવદાળ, સિલ્કી અને ચમકીલા વાળ તો જાણે આજના યુવાનોનું સપનું જ બની ગયું છે. વાત જો વાળ અને તેની સાથેના સૌદર્યની વિચારીએ તો, કોને આવા ભરાવદાર વાળ ગમતા ના હોય? ભરાવદાર સિલ્કી વાળ માટે પ્રયત્નો તો બધા જ કરતા હોય છે, પણ મળતા નથી એ બીજી વાત છે. આ માટે લોકો હજારો-લાખો રૂપિયા મોંઘી દવાઓ અને કૉસ્મેટિક્સ પાછળ ખરચી નાખે છે, છતાં પરિણામ તો શૂન્ય જ મળે છે.

આપણા આયુર્વેદમાં એટલી તાકાત ચોક્કસથી છે, જે તમને સુંદર અને ભરાવદાર વાળ આપી શકે મફતના ભાવમાં અને તે પણ ગેરંટી સાથે.









10.  ડેન્ડ્રફની ફરિયાદ હોય તો દહીમાં કાળીમરીનું ચૂર્ણ મેળવી ધુઓ. એમ અઠવાડિયામાં બે વાર ચોક્કસ કરજો.તેનાથી જ્યાં વાળની ડેન્ડ્રફની સમસ્યા ખતમ થઈ જશે, તો વાળ મુલાયમ, કાળા, લાંબા અને ઘાટ્ટા થઈ જશે જે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.
................................................................................................................................................

પીપળના તાજા લીલા પાંદડા કરે છે લોહી સાફ 

દિલ સંબંધી રોગ: એના ત્રણ તાજા પાંદડાના આગળ- પાછળના ખૂણાને તોડીને રોજ સવારે ખાલી પેટ ચાવવાથી લોહી સાફ હોય છે. આ ધમનિયોમાં રહેલા કોલેસ્ટ્રોલને દૂર કરી આક્સીજનનો સંચાર કરે છે. 
તાવ- એના ત્રણ તાજા પાંદડા એક ગ્લાસ પાણીમાં ઉકાળો ,પાણી જ્યારે અડધો રહી જાય તો હૂંફાળું પાણી પીવી લો. તેજ તાવમાં આવું 2-3 વાર કરવાથી લાભ હોય છે. 
ખંજવાળ - પીપળના થોડા પાનને ઘસીને દિવસમાં  3-4 વાર ખંજવાળ કે કીટ કાતરતાની જ્ગ્યાએ લગાવવાથી આરામ મળે છે. 
ધ્યાન રાખો આ વાતો 
પીપળના ઉપયોગમં લેતાં પહેલાં એક કલાક પહેલા કઈક ન ખાવું . એની તાસીર ગર્મ હોય છે આથી એનું પ્રયોગ પછી જંક ફૂડ ,તળેલી શેકેલી મસાલાવાળી વસ્તુઓ ન ખાવું . સાફ પીપળના પાંદડાથી બનેલી પાતલ પર રાખીને ભોજન ખાવાથી શરીરને આકસીજન અને એંટીઓક્સીડેંટ મળે છે. 

 કેળાં


- એસિડિટીને નિયંત્રિત કરો -  જ્યારે પણ તમને એસીડીટી થાય તો કેળાનુ સેવન કરો.  આ ઝડપથી કાર્ય કરે છે. કારણ કે આ એક ઠંડુ ફળ છે અને આ આંતરડાઓની લાઈનિંગ પર એક પરત બનાવી દે છે. જેથી એસિડ હુમલો ન કરી શકે.

- અલ્સરનો ઉપચાર - તનાવ અને ખાવાની ખરાબ આદતોને કારણે થનારા ચાંદામાં કેળાનો ઠંડો પ્રભાવ ખૂબ રાહત અપાવે છે.

- એથલીટ્સ માટે શાનદાર - કેળા પાચન યોગ રૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ ઉપલબ્ધ કરાવે છે જે બ્લડ શુગર નથી બનવા દેતા.  આનથી આ એથલીટ્સ માટે કસરત પહેલા શ્રેષ્ઠ ખાદ્ય વિકલ્પ છે. કેળામાં મેગ્રીશિયમ, કેલ્શિયમ અને પોટાશિયમ રહેલા છે જે એક્ટિવ લોકો માટે જરૂરી ખનીજ છે.

- હ્રદયની રક્ષા કરે - કેળામાં રહેલા પોટેશિયમ હ્રદય અને રક્ત વાહિનીયો માટે ખૂબ ફ્રેંડલી ખનિજ છે. કારણ કે આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સહાયક હોય છે. કેળા ઘૂલનશીલ ફાઈબરનુ પણ સારુ સ્ત્રોત છે. જે શરીરમાંથી વધુ કોલેસ્ટ્રોલ અને એસિડિક તત્વોને બહાર કાઢવામાં સહાયક હોય છે.   આનાથી રક્ત સ્વસ્થ બને છે અને હ્રદયમાં પ્લાકનુ નિર્માણ રોકવામાં મદદ મળે છે.

-નાડિયો માટે લાભદાયક - કેળા વિટામીન બે સમુહનો સારો સ્ત્રોત છે. જે નાડિયોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઉંઘની સમસ્યાઓ અને વાત અસંતુલનથી પીડિત લોકો માટે આ ખૂબ લાભદાયક છે.

-બવાસીરમાં લાભદાયક - કેળાના તત્વ (અને એલોવેરા જ્યુસના)એક મુલાયમ કરનારી દવા(લેગ્જેટિવ)ની જેમ કામ કરે છે અને થોડા સમયમાં બવાસીર પૈદા થવાનુ સંકટ ઓછુ કરે છે.

- એક સારો નાસ્તો - બાળકો અને અન્ય વયસ્કોને સવારના સમયે બનાના શેક, બનાના સ્મુધી. બનાના વિથ સીરિયલ્સનુ સેવન કરવુ જોઈએ કારણ કે આ સવાર માટે જરૂરી તત્વ પુરા પાડે છે. જેમા કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેટ્રેસ, નેચરલ પ્રોટીન્સ, ફેટ્સ અને જરૂરી વિટામિન્સ સમાવેશ છે.

- દેખાશો ગોર્જિયસ - મોટાભાગના સ્કિન પૈક્સ અને હેયર પેક્સમાં કેળા હોય છે. કારણ કે આ એક સારુ મોયશ્ચરાઈજર છે અને અન્ય સામગ્રી માટે એક તાકતવર બેસ છે. વાળમાં પોષણ અને સંવેદનશીલ ત્વચા માટે પણ આ ખૂબ શાનદાર છે.

હિંગ




હિંગ ફ્ક્ત ખાવામાં સ્વાદ જ નહી પણ એક અલગ જ સુગંધ પણ લાવે છે અને રસોઈ બનાવતી વખતે હીંગનો ઉપયોગ કરવાથી આપણા શરીરને અનેક રોગોમાંથી રાહત મળે છે. હીંગનો ઉપયોગ વઘાર લગાવવા અને અથાણું બનાવવા પણ કરવામાં આવે છે. હીંગ આપણને પેટ સંબંધિત બીમારીઓમાંથી રાહત અપાવવામાં મદદ કરે છે. હીંગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી સાબિત થાય છે અને ચહેરાની બધી પરેશાનીયો જેવી કે કરચલીઓથી રાહત, ચેહરા પરના દાગ ધબ્બાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આવો જાણીએ હિંગના લાભ.

- રસોઈ બનાવતી વખતે કે વઘાર લગાવતી વખતે હીંગનો પ્રયોગ કરવાથી આપણને પેટ સંબંધિત બધી પરેશાનીઓમાંથી રાહત મળે છે. જેવી પેટમાં ગેસ બનવાની સમસ્યા, પેટમાં ભારેપણાનો અનુભવ થવો અને ખાવાનુ જલ્દી પચાવવામાં મદદ કરે છે.

- માથાનો દુ:ખાવો થતા હીંગનો લેપ તૈયાર કરીને લગાવવાથી માથાના દુ:ખાવાથી રાહત મળે છે.

- માસિક ધર્મ દરમિયાન દુ:ખાવાથી રાહત મેળવવા માટે હિંગનુ સેવન કરવુ ફાયદાકારી છે.

- હીંગ, આદુ અને મધને મિક્સ કરી મિશ્રણ તૈયાર કરીને તેને ખાંસી અને જે લોકોને કફની વધુ સમસ્યા રહેતી હોય તેમને માટે પણ લાભકારી છે.

- દાંતોમાં સડો લાગી જાય તો હીંગનો ઉપયોગ કરવો ફાયદાકારી સાબિત થાય છે. દાંતોમાં હીંગને દબાવીને મુકવાથી દાંતમાંથી કીડા નીકળી જાય છે.

- ચહેરામાં ચમક લાવવા માટે ચહેરાના ખીલ અને કાળા ધબ્બા પર પણ હીંગનો ઉપયોગ ગુલાબજળ નાખીને કરી શકાય છે.

- હીંગ આપણા શરીરમાં રહેલા લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે અને સાથે જ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે.

હીંગ ત્વચા માટે પણ લાભકારી છે. ખંજવાળ થતા હીંગને પાણીમાં ઘસીને લગાડવાથી ખંજવાળમાંથી છુટકારો મળે છે.

- પેટમાં દુ:ખાવો હોય તો અજમાની સાથે હીંગનુ સેવન કરવાથી દુખાવામાં રાહત મળે છે.

- કબજીયાતની સમસ્યા થતા હીંગના ચૂરણનુ સેવન કરવુ લાભકારી સાબિત થાય છે.
 કાળા મરીને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. કાળા મરી ફક્ત આપણા ખોરાક સ્વાદિષ્ટ જ નથી બનાવતા પણ આપણા શરીરના સ્વાસ્થ્યને પણ ઠીક રાખે છે. ઔષદીય ગુણથી ભરપૂર કાળા મરી આપણને અનેક રોગોથી રાહત અપાવવામાં મદદ કરે છે. પેટ સંબંધિત બધા રોગોથી છુટકારો અપાવે છે. કાળા મરીમાં વિટામિન સી. વિટામીન એ અને એવા એંટી ઓક્સીડેન તત્વો જોવા મળે છે જે દાંતનો દુખાવો.. મસૂઢોની સૃજનથી છુટકારો અપાવવામાં મદદ કર છે. કાળા મરીના ફાયદા આ પ્રકારના છે.

 કાળા મરી



- કાળામરી.. ઘી અને સાકરને વાટીને તેનુ સેવન કરવાથી શ્વાસ સંબંધિત રોગોમાંથી છુટકારો મળે છે.
- વારેઘડીએ ઉલ્ટી થતા પર કાળા મરી.. સંચળ અને લીંબુનો રસનુ સેવન કરવાથી ઉલ્ટી થવી બંધ થઈ જાય છે.
- કાળા મરી અને તુલસીનુ સેવન કરવાથી મલેરિયા જેવા રોગમાંથી પણ છુટકારો મેળવી શકાય છે.
- દાંતોનો દુ:ખાવો અને મસૂઢા પર સોજા પરથી રાહત અપાવે છે.
- કાળ મરીના આખા દાણા દૂધ સાથે લેવાથી કબજીયાતમાંથી છુટકારો મળે છે.
- કાળા મરી પાવડરનો આપણા ભોજનમાં ઉપયોગ જરૂર કરવો જોઈએ. આ આપણા પેટ સંબંધી બધા રોગોમાંથી છુટકારો અપાવવામાં મદદરૂપ છે.
- કાળા મરી ડિપ્રેશન જેવી બીમારીથી રાહત આપવવામાં મદદ કરે છે.
- કાળા મરી તુલસી અને ગિલોયને સારી રીતે વાટીને પાણીમાં ઉકાળીને પીવાથી તાવ ઉતરી જાય છે.
-કાળા મરી પાવડરને ભોજનમાં નાખવાથી જાડાપણાથી પણ રાહત મેળવી શકાય છે. વજન પણ ઓછુ કરે છે.
-કાળા મરીનુ સેવન કરવાથી ખાંસી પણ ઠીક થાય છે. 
 –જાંબુ

ડાયાબિટિશના દર્દીઓ માટે જાંબુ એક પારાંપારિક ઔષધિ છે. જાંબુને ડાયાબિટિશના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે. આના ઠળિયા, છાલ, ગર્ભ બધુ જ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે. હવામાનને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખુબ જ કરવો જોઈએ. જાંબુના ઠળિયાને એકત્રિત કરી લેવા કેમકે તેના ઠળિયામાંથી જામ્બોલીન નામનું તત્વ મળી આવે છે જે સ્ટાર્ચને શર્કરામાં બદલતા રોકે છે. ઠળિયાનું ચુર્ણ બનાવીને રાખી મુકવું જોઈએ. દિવસમાં બે-ત્રણ વખત પાણીની સાથે ત્રણ ગ્રામની માત્રામાં સેવન કરવાથી મૂત્રમાં શુગરની માત્રા ઓછી થઈ જાય છે.

ડાયાબીટીસ ઉપરાંત જાંબુ અનેક રોગોમાં લાભકારી છે.. 
- જાંબુમાં રહેલા ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણ ધરાવે છે. ખાસ કરીને જે બાળકોને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે મીઠું મરી મેળવેલા જાંબુનું સેવન લાભદાયક છે.
–લોહીના વિકારથી થતા ગૂમડાં પર જાંબુના વૃક્ષની છાલનું ચૂર્ણ લગાડવું. આવું કરવાથી ગૂમડાં ઝડપથી રૂઝાઈ જશે અને દુખાવો પણ ઓછો થઈ જશે. -જો તમને દાંત સંબંધી સમસ્યાઓ રહેતી હોય જેમ કે પયોરિયા અથવા દાંતમાંથી વહેતા લોહી માટે જાંબુના ઠળિયાનું સેવન ફાયદાકારક છે. 
–વારંવાર થતા ઝાડા અને જૂનો મરડો જેવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધી જાંબુના ઠળિયાનું ચૂર્ણ છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સારૂં પરિણામ આવી શકે છે. 
-  ગાયકો કે વક્તાઓએ જાંબુનું સેવન ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે.
–કમળો, લીવર તથા બરોળના સોજાને દૂર કરવા માટે જાંબુનું સેવન અસરકારક છે. -જાંબુનું સેવન કરતા પહેલાં આટલી બાબતોનું ધ્યાન રાખવું

– સાંધાના દુ:ખાવાના દર્દી, સાયટિકાના દર્દી, વાઈ, આંચકી, કબજિયાત અને પેરેલીસીસનાં દર્દીએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું.
–ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન જાંબુનું સેવન ટાળો. 
–નસ્કોરી ફૂટી, નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે. – દુઝતા હરસ અને મસામાં પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી ફાયદો થાય છે. -જો સ્ત્રીઓને શ્વેત પ્રદરની સમસ્યા રહેતી હોય તો તેમાં આશરે નાની વાટકી ચોખાના ઓસામણમાં બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ નાખી સેવન કરવાથી તરત ફાયદો થાય છે અને આ ઉપાય અસરકારક છે.
–શરીરે સોજા રહેતા હોય કે માસિક ધર્મના દિવસો દરમિયાન અથવા ગર્ભિણી સ્ત્રીઓએ જાંબુનું સેવન ન કરવું.
-  જ્યારે પેશાબમાં શર્કરાનું પ્રમાણ વધતું હોય અને વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તેવા રોગીઓએ જાંબુના ઠળિયાનું ચૂર્ણ [બે ગ્રામ] સવારે ઠંડા પાણી સાથે લાંબો સમય સુધી લેવાથી ફાયદો થાય છે. એક સંશોધન અનુસાર જાંબુના ઠળિયામાં રહેલા ઔષધિય ગુણો ડાયાબીટીસના દર્દીના પેશાબમાં વધતી સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
-ગાયકો કે વક્તાઓએ જાંબુનું સેવન ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે. 
–નાના બાળકોને પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય છે તો બાળકો માટે જાંબુનું સેવન હિતકારી છે. સાથે ત્વચાને કાંતિવાન રાખવા માટે પણ જાંબુનું સેવન કરવું જોઈએ. -કાનમાં પરૂ થયું હોય તો પાકા જાંબુનો રસ બે- બે ટીપા કાનમાં નાખવાથી પરૂ બહાર નિકળી જાય છે અને કાનમાં દુખાવો રહેતો નથી. 
–ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન જાંબુનું સેવન ટાળો. 
–જાંબુ સાથે મીઠા મરીનો ઉપયોગ જરૂરથી કરવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો